‘આપ’ ના પ્રદેશ યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે ઉપરી નેતાઓની ગુલામીથી કંટાળી આપી દીધું રાજીનામું – વીડીયો

મહિપત સિંહ દ્વારા ફેસબુક લાઈવમાં કહેવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીનું સંગઠન જે રીતે કામ કરી રહ્યું છે તે તેમના વિચારો સાથે અને કામ કરવાની પદ્ધતિ સાથે તાલમેલ નથી સંધાઈ રહ્યો. યુવા પ્રમુખનું પદ આપ્યા બાદ અનેક જિલ્લાઓની તેમણે મુલાકાત લીધી હતી અને યુવાનોને પાર્ટીમાં જોઈન કરાવ્યા હતા. તેવી જ રીતે બનાસકાંઠાના દાંતામાં તેમને એક યુવાનોના કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું હતું ત્યાં તેઓના હસ્તે અનેક યુવાનો ઝાડુ પકડવાના હતા. પરંતુ આ બાબતની બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ અને અન્ય આગેવાનોને જાણ ન હોવાને કારણે મહિપત સિંહને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મનાઈ કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાને લઈને તેમને રાજીનામુ આપ્યું છે તેવી પ્રાથમિક માહિતી છે. થોડાક જ સમય પહેલા આમ આદમી પાર્ટીમાં હોંશે હોંશે જોડાયેલા સર્વ સમાજ સેનાના પ્રમુખ અને યુવા આગેવાન મહિપત સિંહ ચૌહાણે અચાનક જ સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈને રાજીનામુ આપી દીધું છે. આ માહિતી આવતા જ ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય હલચલને વધારે વેગ મળ્યો છે.

આ પણ વાંચો : જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી

મહિપતસિંહ ચૌહાણે લખેલી પોસ્ટ :
પ્રતિ શ્રી,
ગોપાલ ઈટાલિયા
પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી

વિષય : વિનંતીભેર આપેલુ આ રાજીનામુ સ્વીકારી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મુક્તપણે કામ કરવા દેવા બાબત

આપે મને પ્રદેશ યુવા પ્રમુખ બનવાને કાબેલ સમજ્યો તે બદલ આભાર સાથે આપને જણાવવાનું કે, જો ગાંધીજી, સરદાર પટેલ કે દેશના અન્ય ઘડવૈયાઓએ પોતાના કાર્યક્રમો કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોત તો દેશની હજુ સુધી આઝાદી ન મળી હોત. આ સાથે જ આપને જણાવવાનું કે, હું સ્વતંત્ર લડનારો અને છૂટથી લોકો માટે જીવનારો માણસ છુ, મારે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ યુવા પ્રમુખ તરીકે રહીને કોઈ જિલ્લામાં કાર્યક્રમ કરવા માટે ઝોન પ્રમુખની કે જિલ્લા પ્રમુખની પરવાનગી લેવાની હોય, તો તે મારા વ્યક્તિગત વિચારોથી ભિન્ન છે. લોકોને પક્ષમાં જોડવા માટે આમ આદમી પાર્ટીએ આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો કરવા જરૂરી નથી. શિસ્ત અને સંયમતાનો સમય હવે વીતી ગયો છે. લડવા નીકળ્યા છે, એટલે ખૂબ ચતુરાઈથી લડવુ પડે. રસ્તામાં કોઈ મળી જાય તો પણ તેને પક્ષમાં જોડી દેવાનો હોય. આવામાં જિલ્લા પ્રમુખ અને ઝોન પ્રમુખની પરવાનગી લેવા રહેશો તો 2022 તો ઠીક પણ 2024 પણ નીકળી જશે. પ્રદેશ યુવા પ્રમુખ તરીકે પરવાનગી લેવી પડે તે બાબતની શરમ કે સંકોચ નથી, પરંતુ કોઈના અભિમાનમાં આખેઆખા કાર્યક્રમ રદ્દ કરી નાખવામાં આવે તે ક્યારેય સહન ન કરી શકાય. આપની શિસ્ત અને સંયમતામાં હું બંધ બેસુ તેમ નથી. મારાથી બનતા પ્રયત્ન કર્યા છે. આપ આગામી રાજકારણમાં ખૂબ જ પ્રગતિ કરો અને આપના કાર્યકર્તાઓને પણ છૂટ આપી તેમને નિર્ણય લેવાને કાબેલ સમજો તેવી અપેક્ષા સાથે….

મહિપતસિંહ ચૌહાણ
સર્વ સમાજ સેના

દરેક પાર્ટીઓમાં આગેવાનોમાં નાની મોટી નારાજગી જોવા મળતી હોય છે. પરંતુ દરેક પાર્ટીમાં અનુભવી અને ડેમેજ કન્ટ્રોલર નેતૃત્વ સંભાળી લેતું હોય છે. આમ આદમી પાર્ટીમાં ખૂબ જ ઉત્સાહી એવા યુવાનો તો છે પરંતુ મેચ્યોર અને અનુભવી નેતૃત્વનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી પાસે હજી સુધી જિલ્લા લેવલે પણ સંગઠન છે. તેવામાં જ જો આ પ્રકારે ટોચના આગેવાનો જ પાર્ટીથી વિમુખ થશે તો આવનારા સમયમાં પાર્ટી માટે કપરા ચઢાણ સમાન પરિસ્થિતિ નિર્માણ પામશે.

લાઈવ કરેલો વીડિયો :

પ્રદેશ યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે આપ માંથી આપ્યું રાજીનામું. કારણ જાણો….શું કહ્યું.

Leave a Reply

%d bloggers like this: