” મહિલા સશકિતકરણ ” – બકુલા સોલંકી

બકુલા સોલંકી : ભારતમાં મહિલાઓ હવે પુરુષોની માફક જ દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈને આગળ વધી રહી છે. પહેલાનો સમય એવો હતો કે મહિલાઓ ફક્ત ઘરની ચાર દિવાલો માં કેદ હતી, પણ હવે સમય બદલાયો છે. મહિલાઓપુરુષો ની સાથે કદમ થી કદમ મીલાવીને હરીફાઈ કરી રહી છે…

ઇસ. 1176માં ગુજરાતના સોલંકી વંશની પાટણની ગાદી પર નાની ઉંમરે મૂળરાજ સોલંકી બીજાનો રાજ્યાભિષેક થયો ત્યારે તેની માતા એ શાસનની ધૂરા સંભાળી યુદ્ધમાં મહમદ ઘોરી જેવા શક્તિશાળી સુલતાન ને હરાવનાર નાયિકાદેવીથી લઈને ઇસ.1236 માં દિલ્હી સલ્તનત ના શાસક ઇલ્તુતમિશ ને 50 પુત્રો હોવા છતાં દિલ્હી સલ્તનત અને ભારતની પ્રથમ મહિલા સામ્રાજ્ઞી બનનાર રઝિયા સુલ્તાના સુધીના પરાક્રમી મહિલા વ્યક્તિત્વો આ દેશે આપ્યા છે.

જ્યારે મહિલાઓ માટે શિક્ષણ એક સપનું માત્ર હતું ત્યારે સૌપ્રથમ મહિલાઓ માટે શિક્ષણની જ્યોત જગાવનાર સાવિત્રીબાઈ ફુલે થી લઈને UPSC માં ટોપ 1 રેન્ક મેળવનાર ટીના ડાભી સુધી ની તેજસ્વી મહિલાઓએ આ દેશની ભૂમિ પર જન્મ લીધા છે. આ દેશ માટે જ્યારે ડૉ.આંબેડકર પોતાના જીવનનો અમૂલ્ય સમય અને ઉર્જા સમર્પિત કરતા હતા ત્યારે એના પુત્રો ના મરણ સમયે પોતાની સાડી માંથી કફન બનાવી બાબાસાહેબ આંબેડકરના ત્યાગ માટે ખભે થી ખભો મેળવી હિંમતથી વિપરીત પરિસ્થિતિઓ માં સાથ આપનારી માતા રમાં હોય કે પછી દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના પ્રથમ વડાપ્રધાન બની ભારત માં રહીને પાકિસ્તાનના ટુકડા કરી અલગ બાંગ્લાદેશ દેશનું નિર્માણ કરી વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ઇન્દિરા ગાંધી સુધીના મહિલા રત્નો આ દેશની પવિત્ર ભૂમિ પર અવતર્યા છે. કલ્પના ચાવલા થી લઈને પી.ટી. ઉષા, જ્યોતિસંઘ ની સ્થાપના કરનાર મૃદુલા સારાભાઈ થી લઈને વિદ્યાગૌરી નીલકંઠ, ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ નું બહુમાન પ્રાપ્ત કરનાર હંસાબેન મહેતા સુધીના સ્ત્રીરત્નો હોય કે પછી આદિવાસી સમાજમાંથી સાવ સામાન્ય પરિવારમાંથી આવનાર કોકિલકંઠી ગાયિકા પદ્મશ્રી દિવાલીબેન ભીલ થી લઈને મૃણાલિની સારાભાઈ,મલ્લિકા સારાભાઈ, દર્શના ઝવેરી, કુમુદીની લખિયા ઇલાક્ષી ઠાકોર જેવી નૃત્યાંગનાઓ આ ભૂમિ પર અવતરી છે.હિમાં દાસ થી લઈને મેગ્સેસે એવોર્ડ મેળવનારી ઇલાબેન ભટ્ટ સુધીના વ્યક્તિત્વો હોય કે પછી આનંદીબેન પટેલ થી લઈને દેશના નાણામંત્રી નિર્મલા સીતારમન હોય કે પછી વિદેશમંત્રી તરીકે સેવા આપનાર સુષ્મા સ્વરાજ હોય. કે પછી બહુજન સમાજની સિંહણ માયાવતી (બહેનજી) હોય….

ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં આવા અસંખ્ય મહાન મહિલા રત્નો અવતર્યા છે,
અને હા આ બધામાં આપણા ઘરની શક્તિશાળી મહિલા ઓને કેમ ભૂલાય…?
જેમણે તેમના પ્રેમ અને બલિદાન થી ઘરને એક માળા માં પરોવી રાખ્યું છે……
તો આ બધું મહિલા સશક્તિકરણના ઉદાહરણ નથી તો બીજું શું કહેવાય ?

1970ના દાયકાના અંતથી ભારતમાં મહિલાવાદી ચળવળે વેગ પકડ્યો. રાષ્ટ્રીય સ્તરે મહિલા જૂથોને એક મંચ પર લાવનાર પહેલી ઘટના હતી મથુરા બળાત્કાર કેસ. મથુરાની એક યુવતી પર પોલિસ દ્વારા પોલિસ સ્ટેશનમાં બળાત્કાર આચરવામાં આવ્યો હતો જેના કારણે, 1979-1980માં મોટેપાયે વિરોધ ઊભો થયો હતો. આ વિરોધને સંચાર માધ્યમોમાં બહોળી પ્રમાણમાં કવરેજ આપવામાં આવ્યુ હતુ, જેના કારણે સરકારને એવિડ્ન્સ એક્ટ, ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઈન્ડિયન પિનલ કોડ અમલમાં મૂકયો અને કસ્ટડીયલ બળાત્કારનો પ્રકાર દાખલ કર્યો. મહિલા કાર્યકરો સ્ત્રી ભૃણહત્યા, લિંગભેદ, મહિલા સ્વાસ્થ્ય અને મહિલા સાક્ષરતા વગેરે સમસ્યાઓ પર સંગઠિત થઈ.

ભારતમાં દારૂને હંમેશા મહિલા પર થતી હિંસા સાથે સાંકળવામાં આવે છે, ઘણાંબધાં મહિલા જૂથોએ દારૂબંધી ચળવળો આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ઊભી કરી. ઘણી ભારતીય મુસ્લિમ મહિલાઓએ શરિયત કાયદા અનુસાર ધાર્મિક નેતાઓના મહિલા અધિકારની સમજ પર પ્રશ્નો કર્યા અને ત્રણ તલાક વ્યવસ્થાને વખોડી.

1990ના દસકામાં, વિદેશથી આવતા ભંડોળોએ મહિલા કેન્દ્રી નવી સ્વૈચ્છિક સંસ્થાઓને જન્મ આપ્યો. સ્વ-સહાય જૂથો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે, સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા)એ ભારતમાં મહિલાઓના હક માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. ઘણી મહિલાઓ સ્થાનિક ચળવળોની નેતાગીરીમાં જોડાઈ. ઉદાહરણ તરીકે, મેઘા પાટકર નર્મદા બચાવો આંદોલનમાં.

Mahila shashkatikaran

ભારત સરકારે વર્ષ 2001ને મહિલા સ્વશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કર્યુ. મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001માં પસાર કરવામાં આવી. ભારત સરકાર દ્વારા 8 માર્ચ, 2010માં નેશનલ મિશન ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના પાયા નખાયા. જેનો હેતુ હતો મહિલાઓ માટે સંકલિત વિકાસની પ્રક્રિયાને વેગ આપવો.

જયારે પણ મહિલાઓના ઉત્થાન ની વાત આવે ત્યારે આપણી નજર સમક્ષ ઘણા બધા નામો આવી ચઢે છે, જેમણે સ્ત્રીઓ પર થતી હિંસા અને શોષણ વિરોધી ઘણા સમાજ સુધારાના કાયોઁ કયાઁ છે.

પણ આ બધામાં જયોતિરાવ ફૂલે અને ક્રાંતિજયોતિ સાવિત્રીબાઈ ફૂલેએ ફકત મહિલાઓ માટે જ નહિ પરંતુ પૂરા સમાજમાં ફેલાયેલ સામાજીક-ધામિઁક દૂષણો સામે લોકજાગૃતિ લાવવા વિવિધ કાયઁક્રમોનો આરંભ કયોઁ હતો. આ કાયોઁમાં તેઓએ મહિલાઓના ઉત્થાનને સમાજ-સુધારણા અને જન વિકાસ માટે પ્રથમ મહત્વનું ગણીને અગ્રીમતા આપી હતી. જયોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની માફક જ બાબાસાહેબ આંબેડકરે પણ આપણા દેશમાં સામાજીક ક્રાંતિ લાવવામાં મહત્વનો સિંહ ફાળો આપ્યો છે….

ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતોના ઉદ્વારક ડૉ. બાબાસાહેબ આંબેડકર આ સદીની એક વિરલ વ્યકિત હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરની દ્વઢ માન્યતા હતી કે શિક્ષણ દ્વારા વ્યકિત વિકાસ અને સામાજીક ક્રાંતિ દ્વારા જ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના પાયા ઉપર રાષ્ટ્રનું નવનિમાઁણ થઈ શકશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર બહુમતી પ્રતિમા ધરાવતા હતા, તેઓ વિદ્વાન લેખક, પ્રખર રાષ્ટ્રભકત અને સામાજીક નવચેતનાના પ્રહરી હતા.
બ્રિટીશરોએ તેમના શાસન દરમ્યાન ભારતવષઁના આથિઁક જીવનને કયુઁ હતું તેનો તાદૃશ્ય ચિતાર તેમના શોધ નિબંધોમાં આલેખેલે છે. તેમજ અસ્પૃશ્યતા નિવારણ, સામાજીક ન્યાય, દલિતોદ્વાર, નારી સન્માન, જાતિપ્રથા વિરોધ, વણઁ વ્યવસ્થા નાશ, રાષ્ટ્રની આથિઁક, સામાજીક, રાજકીય ઉન્નતિ વગેરે વિષય પર તેમણે ઊંડુ ખેડાણ કરેલ છે….
સામાજીક ક્રાંતિનાં જયોતિધર ગણાતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે હિંદુ કોડ બિલ કાયદા દ્વારા મહિલાઓ માટે જે કયુઁ છે તેવું ઈતિહાસમાં કયારેય કોઈએ કયુઁ નથી…
વતઁમાન સમયમાં સમાજમાં મહિલાઓને સંવિધાનમાં પુરૂષ સમકક્ષ દરજજો આપવામાં આવેલ છે અને તેની કાયદા દ્વારા સમાન હક હેતુ ડૉ. બાબાસાહેબ દ્વારા જે ચળવળ શરૂ કરવામાં આવેલ તેના પરિણામ સ્વરૂપ સ્ત્રીઓને પુરૂષ જેવા જ અધિકાર આપવામા આવ્યા છે અને તેના ફળ સ્વરૂપે સમાજમાં સામાજીક ક્ષેત્રે મહિલાઓનું સશકિતકરણ થયું છે. આથિઁક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક આરોગ્ય ક્ષેત્રે મહિલાઓએ પોતાનું કૌવત બતાવ્યુ છે. સમાજમાં સામાજીક પ્રસંગોમાં, નિણઁયોમાં અને બાળકોની કારકિદીઁ માટે પોતાના વિચારો અને ફરજ બજાવતી થઈ છે. ઘરની ચાર દિવાલમાં કામ કરતી સ્ત્રી આજે ગામના ચોરે સમાજ અને ગ્રામ્ય વિકાસ અને રાષ્ટ્રના ભવિષ્ય અંગે ચચાઁ કરતી થઈ છે… મહિલાઓમાં જે જાગૃતિ આવી છે તેનાથી તે પોતાના અધિકારો અને સન્માન માટે અવાજ ઉઠાવ્યો છે, અને આ ઐતિહાસિક અને અવિષ્મરણિય ચળવળ શરૂ કરનાર ડૉ. બાબા સાહેબના ફાળે છે. આજે તેમની સ્ત્રી અધિકાર માટેનું પગલું આજે સમાજમાં દરેક વગઁની મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવા માટે પ્રેરણારૂપ બન્યુ છે. સમાજમાં મહિલાઓ સ્વમાનભેર જીવે અને પુરૂષની સરખામણીમાં સમાન, ન્યાય, હક મળે તે માટે ડૉ. બાબા સાહેબે ખુબ જ મહત્વનુ યોગદાન આપ્યુ છે. સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર, હિંસા, શોષણ અસમાનતાને દૂર કરી સ્ત્રીને પણ પુરૂષની જેમ સમાન ન્યાય, હક અધિકાર મળે તે હેતુથી હિંદુ કોડ બિલ સંસંદમાં પસાર કરેલ. આ બિલ બાબાસાહેબે 1951 માં પસાર કરેલ. ડૉ. બાબાસાહેબનો હિંદુ કોડ બિલ પાસ કરવા પાછળનો હેતુ એવા બુનિયાદી સિંધ્ધાતોને સ્થાપિત કરવા માટે હતો જેનું ઉલંઘન એક દંડનીય અપરાધ બને.
-મહિલાઓ માટે છૂટાછેડાનો અધિકાર,
-વિવાહિત વ્યકિત માટે એક થી વધારે પત્ની રાખવા પર પ્રતિબંધ,
-વિધવા વિવાહ,
-વિધવા અને કુંવારીકાઓને કોઈ શરત વિના પિતા અથવા પતિની મિલ્કતમાં ભાગ લેવાનો અધિકાર.
-આંતરજ્ઞાતિય લગ્નને માન્યતા વગેરે બાબતો મહિલાઓના હકકમાં પ્રસ્થાપિત થાય તેવો ઉચ્ચ વિચાર પણ સંસદમાં પસાર કરવામાં આવ્યું ત્યારે સંસંદની અંદર અને બહાર તેનો ખૂબ જ વિરોધ થયો હતો અને આ જ બિલમાંથી ચાર મુદ્દાઓને સંસંદમાં મંજૂરી મળી.
ડૉ. બાબાસાહેબે 27 ડિસેમ્બર 1951 માં હિંદુ કોડ બિલ અને અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી કાનૂન મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ.
આ ચાર બાબતો આ મુજબ છે…..
1) 18 મેં 1955 હિંદુ મેરેજ બિલ.
2) 17 જૂન 1956 દલિતોના અધિકાર અંગેનું બિલ.
3) 25 ઓગષ્ટ 1956 લધુમતીઓના અધિકારો અંગેનુ બિલ.
4) 14 ડિસેમ્બર 1956 હિંદુ અસ્પૃશ્ય બિલ…
ડૉ. બાબાસાહેબે સ્ત્રીઓના હક અને અધિકારની જે ચળવળ શરૂ કરેલી અને તેમને કાયદાકીય જે અધિકાર મળવા જોઈએ એ વિચારોને આજના સમયમાં તેની હયાતી અને આ મહિલાઓના પક્ષમા મળેલા કાયદાકીય અધિકારોના કારણે જ મહિલાઓમાં સામાજીક ક્ષેત્રમાં સશકિતકરણ આવ્યુ છે. મહિલા સશકિતકરણ એટલે કે મહિલા સ્વયં પોતાની શકિતઓને ઓળખે અને અન્ય સ્ત્રીઓને સહાયક અને માર્ગદશઁકરૂપ પોતાની શકિતઓથી વાકેફ કરે અને સામાજીક, આથિઁક, રાજકીય, સાંસ્કૃતિક આરોગ્ય લક્ષી ટેકનોલોજી વગેરે બાબતોમાં પોતાની કુશળતા બતાવી પરિવાર, સમાજ અને રાષ્ટ્રને હકારાત્મક વિચારોથી વિકાસ તરફ ગતિમાન કરે…..

ભારતીય બંધારણમાં સ્ત્રીઓને મળેલ કાયદાકીય હક અને અધિકારના કારણે પ્રવતઁમાન સમયમાં શહેરની સરખામણીમાં ગ્રામીણ સમાજમાં જે ચુસ્ત રૂઢિવાદી વલણો, કુરીવાજોમાં સ્ત્રી ઝકડાયેલી હતી, તેમજ અંધવિશ્વાસ અને વહેમના કારણે મહિલાઓને જે સહન કરવું પડતું હતું તે આજે અવિચારોમાં પરિવતઁન જણાય છે. સમાજમાં આ બાબત પ્રત્યે જાગૃતતા આવવાને કારણે તેમજ ઘરેલુછ હિંસા વિરોધી કાયદાકીય પગલા લેવાતા હોવાથી આ મુશ્કેલીમાંથી મુકિત મળી છે…..

આપણા ભારતના સંવિધાનમાં સ્ત્રીઓ માટે થોડી કલમો લાગુ પાડવામાં આવી છે….
* 39 ક ) પુરૂષ-સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક….
* ઘ ) પુરૂષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે…..
* ચ ) પુરુષ અને સ્ત્રી કામદારોના આરોગ્ય અને શકિતનો અને બાળકોની કુમળી વયનો દુરપયોગ ન થાય અને આથિઁક જરૂરિયાતને કારણે નાગરીકોને તેમની વય કે શકિતને માફક ન હોય તેવા રોજગારમાં ન પડવું પડે….
* 42 ) કામ અંગેની ન્યાયી અને માનવો ચિત પરિસ્થિતિ સિધ્ધ કરવા માટે રાજકીય જોગવાઈ કરશે…..
પુરૂષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને હિંસાનો ભોગ બનવું પડતું હતું દહેજ પ્રથા, જીવતી સળગાવવી, મારપીટ, માનસિક અને શારિરીક શોષણ કરવામાં આવતું હતું અને આજે મહિલાઓને મળેલા અધિકારથી અને કાયદાના રક્ષણને કારણે મહિલા પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને તે માટે મહિલા પોલિસ અને 181 નંબર દ્વારા તાત્કાલિક રક્ષણ, વકિલ, સામાજીક સંગઠનો દ્વારા સહયોગ આપવામાં આવે છે. કાયદાની જાણકારી ન ધરાવતી ગરીબ મહિલાઓને કાનુની મફત સલાહ આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે…. આમ ડૉ. બાબાસાહેબ આંબેડકરે જે સ્ત્રી અધિકાર અને તેના સન્માનની ચળવળ શરૂ કરેલી તે આજે ફળ સ્વરૂપમાં સમાજમાં દરેક સ્ત્રી જાતિને તેનું ફળ મળ્યુ છે. સમાજમાં સામાજીક ક્ષેત્રે મહિલાઓનું સશકિતકરણ થયું છે અને મહિલાઓમાં જે જાગૃતિ અને પોતાના અધિકારો અને સન્માન માટે જે અવાજ ઉઠાવ્યો છે તેનો શ્રેય ફકત ને ફકત આપણા બાબાસાહેબના ફાળે જાય છે. આજે તે હયાત નથી પરંતુ તેમની સ્ત્રી અધિકાર માટે ચલાવેલી ચળવળની પહેલ આજે સમાજમાં દરેક વગઁની મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવા માટે પ્રેરણારૂપ બની છે, સાથે સમાજમાં દરેક માનવ સમુદાયને સહાયક છે…..

– લેખન – સંકલન : બકુલા સોલંકી

Leave a Reply

%d bloggers like this: