શું આ રીતે ‘નેશન ફર્સ્ટ’ બનશે?

વડાપ્રધાને 25 જુલાઈ 2021ના રોજ માસિક રેડિઓ કાર્યક્રમ ‘મન કી બાત’માં કહ્યું હતું કે ‘નેશન ફર્સ્ટ, ઓલવે ફર્સ્ટ !’ રાષ્ટ્રનું નામ ઊંચી કરે તેને બિરદાવવા જોઈએ. ઓલિમ્પિકમાં કોઈ ભારતીય મેડલ મેળવે; કોઈ ભારતીય પુલિત્ઝર પુરસ્કાર મેળવે; કોઈ ભારતીયને રોમન મેગસેસે એવોર્ડ મળે તો ભારતની આબરુ વધે છે.

સવાલ એ છે કે શું વડાપ્રધાન ખરેખર એવું ઈચ્છે કે નેશન ફર્સ્ટ ? જો આવું ઈચ્છતા હોય તો ચૂંટણી કમિશ્નર/જજ/પત્રકારો/કર્મશીલોની જાસૂસી શામાટે કરાવે? ગાંધીજીને દેશદ્રોહી અને હત્યારા ગોડસેને દેશભક્ત કહેનારને શામાટે છાવરે? 107 જેટલા ગુનાઓ કરનારને રાજ્ય સત્તાપક્ષના પ્રમુખ બનાવે? ગુનાઓથી ખરડાયેલાંને મિનિસ્ટર બનાવે? વધુ ઝેર ઓકનારાઓને છાવરે? વડાપ્રધાન બોલે છે, તેનાથી ઉલટું આચરણ કરે છે. આ સ્થિતિમાં તેમના સૂત્રો મજાક બની રહ્યા છે ! તેમનનું સાચું સૂત્ર તો ‘ક્રિમિનલ ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ લાગે છે ! વડાપ્રધાને એવી ‘સંસ્કૃતિ’ ઊભી કરી છે કે જેટલું વધુ ઝેર ઓકો; એટલી વધુ કિંમત થાય !

આ પણ વાંચો : એક શાળા જે સંઘર્ષથી સફળતા સુધી પહોંચી – ગુણવત્તાસભર તથા દીવાદાંડીરૂપ શાળા રાજપુર પ્રાથમિક શાળા

દાનિશ સિદ્દીકી ફોટો જર્નાલિસ્ટ હતા અને 16 જુલાઈ 2021ના રોજ, કંધારમાં તાલિબાનોની ગોળી વાગતા તેમણે જીવ ગુમાવ્યો. તેમની ઉંમર 38 વર્ષની હતી. માત્ર અભણ કે ઓછું ભણેલ ભક્તો જ નહીં; બુધ્ધિશાળી લેખકો/પત્રકારો/પ્રોફેસર પણ કેટલું ઝેર ઓકે છે તેનો નમૂનો પ્રોફેસર મધુ કિશ્વરે પૂરો પાડ્યો છે ! તેમણે 25 જુલાઈ 2021ના રોજ ટ્વીટ કરેલ તેમાં દાનિશ સિદ્દિકીને જિહાદી કહેલ છે ! Twitterએ આ Tweetને નિયમભંગ કરનારું છે, તેમ કહ્યું. મધુ કિશ્વરના ટ્વીટનો પત્રકાર સાક્ષી જોશી અને વિનોદ કાપડીએ વિરોધ કરેલ છે; પ્રત્યેક નાગરિકોએ વિરોધ કરવો જોઈએ. પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર ભારતીયને જિહાદી/આતંકવાદી કહીને નફરતી ઝેર ઓકનાર મધુ કિશ્વરને વડાપ્રધાન શામાટે છાવરતા હશે? મુસ્લિમ હોય એટલે આતંકવાદી? પ્રોફેસર આવું વિચારે? શું આ રીતે ‘નેશન ફર્સ્ટ’ બનશે?rs

Leave a Reply

Your email address will not be published.