શું આ વર્ષે રથયાત્રા નિકળશે? સરકાર પરમીશન નહીં આપે તો મંદિરના ટ્રસ્ટી કોર્ટ જશે?

અમદાવાદ : દરવર્ષની જેમ અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવતું હોય છે. આ પૂજન બાદ 3-4 દિવસમાં રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવતું હોય છે. 12મી જુલાઈએ નીકળતી રથયાત્રા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમદાવાદમાં નીકળતી પારંમપારિક રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાના તૈયારી 2 મહિના પહેલાં જ શહેર પોલીસ શરૂ કરી દે છે, પરંતુ ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે રથયાત્રા કાઢી શકાય તેમ ન હોવાથી પોલીસ પણ રથયાત્રાને લઈને નિશ્ચિંત હતી. પરંતુ આ વર્ષે એકાએક અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રથયાત્રાના આખા રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું. શહેરમાં આગામી 12 જુલાઈએ આવતી અષાઢી બીજે પારંમપારિક રીતે રથયાત્રા નીકળતી હોય છે. જો કે ગત વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રાની પરંપરા તૂટી હતી આ વર્ષે રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે હજુ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસ ગત વર્ષની જેમ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ અને મ્યુનિ. અધિકારીઓએ સોમવારે રથયાત્રાના રૂટ, ભયજનક મકાનો, તૂટેલા રસ્તાની સમીક્ષા કરી હતી. જો કે પોલીસ બંદોબસ્ત સ્કીમ સહિતની તૈયારી શરૂ કરી દીધી છે.

પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રૂટ પરના તૂટેલા રસ્તા રિપેર કરવા, નડતરરૂપ દબાણ, ભયજનક મકાન તથા ઝાડની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પોલીસે ધાબા પોઇન્ટ, સીસીટીવી કેમેરા લગાવવા સહિતની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરાઈ છે. આ સાથે અગાઉ રથયાત્રામાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારી, કર્મચારીઓની યાદી બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમો પાળી શકશે કે કેમ સહિતના મુદ્દે પોલીસ અધિકાતીઓએ મિટિંગ શરૂ કરી દીધી છે. કોરોનાને કારણે હાલમાં પણ રાજ્યનાં અનેક મંદિરો બંધ છે. આ સાથે જાહેર ધાર્મિક મેળાવડા અને તહેવારોની જાહેર ઉજવણી પર પણ પ્રતિબંધ છે. તો પછી રથયાત્રા કાઢવા માટે કેવી રીતે મંજૂરી મળી શકે એવી ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો – ખેડા જીલ્લા કલેક્ટર આઇકે પટેલ વય નિવૃત થયા, વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા બહુમાન

ગતવર્ષની વાત કરીએ તો કોરોના મહામારીના કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ઇતિહાસમાં પ્રથમ વાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. પણ હવે આ વર્ષ જોવાનું રહેશે કે, શું નિર્ણય લેવાય છે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. જ્યારે ગુજરાત હાઇકોર્ટ તરફથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં પણ જવાની તૈયારી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને સરકારે પ્રતિબંધો સાથે કેટલીક છૂટછાટો પણ ક્યાંક આપેલી જોવા મળી રહી છે. ત્યારે ગત વર્ષે કોરોના મહામારી ખૂબ જ પ્રસરી રહી છે. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેનાથી અનેક લોકોની લાગણીઓ દુભાઈ હતી. ત્યારે આ વર્ષે સરકાર ચોક્કસ નિયમોને આધીન રથયાત્રા નીકળી શકે તેવું પ્રયોજન કરી શકે છે. રથયાત્રામાં માત્ર કેટલાક ખલાસી ભાઈઓને પરમિશન આપીને રથયાત્રા 2 તરફ પોલીસ કોર્ડન કરીને નીકાળી શકાય છે. જેથી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા ગણતરીના કલાકોમાં પરિપૂર્ણ થઇ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર શું નિર્ણય કરે છે.

Leave a Reply

%d bloggers like this: