‘૨૬ મે’ થી શું ભારતમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે?

26 મે સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સરકારના નવા નિયમોનો અમલ નહી કરે તો સરકાર તેમને મળેલી ઈમ્યુનિટીને સમાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ યૂઝર આપત્તિજનક પોસ્ટ કે કોમેન્ટ કરે તો યૂઝરની સાથે સોશિયલ મીડિયા કંપનીની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. નવા નિયમોમાં ભારત સ્થિત કોમ્પ્લાયન્સ ઓફિસિઅલ્સની નિયુક્તિ તેમના નામ અને ભારત સ્થિત નંબરો આપવા, ફરિયાદ નિવારણ, વાંધાજનક કન્ટેન્ટ પર દેખરેખ, કમ્પ્લીયન્સ રિપોર્ટ અને વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ નિયમો 25 ફેૂબુ્રઆરી, 2021ના રોજ ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ત્રણ મહિનામાં આ નિયમોને અનુસરવાનો આદેશ કર્યો હતો. જેને ગેઝેટમાં પ્રકાશિત કરવામાં પણ આવ્યો હતો.

ભારત સરકાર ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક બે દિવસમાં બંધ કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. કારણ કે, હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે કેમ બંધ થઈ જશે? કેમ કે ડિજિટલ કન્ટેન્ટ ફિચરિંગને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે બનાવેલી આચારસંહિતા અને ત્રિ-સ્તરીય ફરિયાદ નિવારણના માળખાને અમલી બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે ડેડલાઈન 26મી મે ના રોજ પુરી થઈ રહી છે અને હજુ આ કંપનીઓએ કેન્દ્રના નવા નિયમોનું પાલન કર્યું નથી. તેવામાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ થઈ જશે? તેવો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. સમાચારની સાઈટ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ માટેના નિયમો ફેબ્રુઆરીમાં લાગુ કરવામાં આવ્યા હતા. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કંપનીઓ આ નિયમોને લાગું કરશે નહીં તો તેમની ઈન્ટરમિડિયેટરની ભૂમિકાને સમાપ્ત કરવામા આવી શકે છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ કરી શકાય છે.

આ પણ વાંચો : વિરમગામના કરકથલમાં મૂછો રાખવા બાબતે દલીત યુવક, પરિવાર પર જીવલેણ હુમલો

ભારતમાં સોશિયલ મિડિયા વેબસાઈટ એક ઈન્ટરમિડિયેટરની જેમ કામ કરે છે. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કે પોસ્ટ કરે તો પણ સોશિયલ મિડિયા કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી, કારણ કે તેને ભારત સરકાર તરફથી ઈમ્યુનિટી મળેલી છે.

શું હતાં નવા નિયમો?

 • સોશિયલ મીડિયા કંપનીઓએ ચીફ કમ્પલાયન્સ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે, જે દેશના કાયદાઓ અને નિયમોના પાલન માટે જવાબદાર હશે.
 • સોશિયલ મીડિયા કંપનીઓએ નૉડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે, જે દેશની કાયદો અને વ્યવસ્થા માટે કામ કરતી એજન્સીઓ સાથે સંકલનની કામગીરી કરશે તથા તે સાતેય દિવસ, ચોવીસેય કલાક ઉપલબ્ધ રહેશે.
 •  આ સિવાય ફરિયાદ નિવારણ માટે અધિકારીની નિમણૂક કરવાની રહેશે, નિયમોના ભંગ સંદર્ભે મળેલી ફરિયાદોનું નિવારણ કરશે તથા આ અંગે માસિક અહેવાલ પણ પ્રકાશિત કરવાનો રહેશે.
 • કંપનીઓએ 24 કલાકની અંદર વપરાશકર્તાની ફરિયાદ લેવાની રહેશે તથા 15 દિવસની અંદર તેનો નિકાલ કરવાનો રહેશે.
 • મહિલાઓની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી અશ્લીલ સામગ્રી, પ્રાઇવેટ પાર્ટ્સની તસવીરો કે જાતીય સંબંધની તસવીરો તથા કોઈના નામે અકાઉન્ટ બનાવવા જેવી બાબતોમાં ફરિયાદના 24 કલાકની અંદર કાર્યવાહી કરવાની રહેશે.
 •  જો કંપની દ્વારા કોઈ સોશિયલ મીડિયા યૂઝરની સામગ્રીને હઠાવવામાં આવે તો તેને કારણ આપવું પડશે અથવા તેને સાંભળવાના રહેશે.
 • સોશિયલ મીડિયા પબ્લિશરે જાતે નિયમન કરવાનું રહેશે, તેમની ઉપર કંપનીઓના સમૂહની નિયમન સંસ્થા હશે અને જરૂર પડ્યે સરકારી તંત્ર પણ નજર રાખશે.
 • સોશિયલ મીડિયા કંપનીઓએ વપરાશકર્તાના વૅરિફિકેશન માટે સ્વૈચ્છિક વ્યવસ્થા ઊભી કરવી.
 • ઓ.ટી.ટી. તથા ડિજિટલ ન્યૂઝ મીડિયાએ સ્વૈચ્છાએ પોતાના વિશેની માહિતી જાહેર કરવી પડશે, પરંતુ તે નોંધણી સ્વરુપે નહીં હોય.
 • ઓ.ટી.ટી. તથા ડિજિટલ પ્લૅટફૉર્મે ફરિયાદના નિવારણ માટેની વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.
 • ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મના નિયમન માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત જજ કે અન્ય વિખ્યાત હસ્તીના નેતૃત્વમાં સંગઠન બનાવવાનું રહેશે.
 • ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મો દ્વારા તેમની સામગ્રી માટે ઉંમરઆધારિત (13+, 16+) વર્ગીકરણ કરવાનું રહેશે તથા જે સામગ્રી 13 વર્ષથી ઉપરના લોકો માટે હોય, તેની ઉપર પેરેન્ટલ લૉક પણ રાખવાનું રહેશે.

Leave a Reply

%d bloggers like this: