શું નાગરિકોએ જ માર ખાવાનો છે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : છત્તીસગઢના સૂરજપુર જિલ્લા કલેક્ટર રણબીર શર્મા લોકડાઉનનું પાલન થાય છે કે નહીં તેનું ચેકિંગ કરવા 22 મે 2021ના રોજ સવારના 11:00 વાગ્યે બહાર નીકળ્યા હતા તે દરમિયાન એક યુવક દેખાયો. તેનું નામ અમન મિત્તલ હતું. અમને કહ્યું કે પોતે હોસ્પિટલમાં દાદી માટે ટિફિન લઈને ગયો હતો અને પોતે બ્લડ ટેસ્ટ કરાવી ઘેર જઈ રહ્યો છે. અને બ્લડ ટેસ્ટની પહોંચ બતાવી. છતાં કલેક્ટરે અમનનો મોબાઈલ છીનવીને રોડ ઉપર ફેંકી દીધો અને અમનને એક થપ્પડ ઝીંકી.પછી સાથેના પોલીસ પાસે અમનને દંડા મરાવ્યા ! આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રહલી કસબામાં એક શરમજનક ઘટના બની. 17 મે 2021ના રોજ એક મહિલા તેની નાની દીકરી સાથે શાકભાજી ખરીદવા બહાર નીકળી હતી. તેણે માસ્ક પહેર્યો ન હતો. કોરોના કર્ફ્યૂ હતો. ત્રણ-ચાર પોલીસે તેને પાઠ ભણાવવા મારી, વાળ પકડીને ઢસડી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં પોલીસે બચાવ કર્યો કે “એ મહિલાને પોલીસની જીપમાં બેસાડીને ખૂલ્લી જેલમાં મોકલવાની હતી પરંતુ મહિલાએ જીપમાં બેસવાનો વિરોધ કર્યો હતો; અને તેણે એક મહિલા પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો !”

આ પણ વાંચો – ટાટા સ્ટીલ કંપની દ્વારા કર્મચારીઓ માટે મોટી જાહેરાત, કોરોનામાં મરનાર કર્મચારીના પરીવારને ૬૦ વર્ષ સુધી પગાર

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં 21 મે 2021ના રોજ, સાંજે 17 વર્ષના કિશોર પોતાના ઘર પાસે શાકભાજી વેચી રહ્યો હતો. પોલીસે તેને લોકડાઉનનો ભંગ સબબ માર મારતા-મારતા પોલીસ સ્ટેશન લઈ ગઈ; જ્યાં તેનો જીવ નીકળી ગયો ! છત્તીસગઢની ઘટનામાં મુખ્યમંત્રીએ 23 મે 2021 ના રોજ, સવારે 10:21 વાગ્યે ટ્વીટ કરીને કહ્યું કે ‘આ બેહદ દુખદ અને નિંદનીય ઘટના છે. કોઈ પણ અધિકારીનું આ પ્રકારનું આચરણ સ્વીકાર્ય નથી. આ ઘટનાથી ક્ષુબ્ધ છું. અને હું યુવક અને તેમના પરિજનો પાસે ખેદ વ્યક્ત કરું છું.’ મુખ્યમંત્રીએ કલેક્ટરની તત્કાળ બદલી પણ કરી નાખી. પરંતુ એ કલેક્ટરને કોઈ શિક્ષા થશે? મધ્યપ્રદેશની ઘટનામાં પોલીસ સામે કોઈ પગલાં ન લેવાયા. નાની બાળકીની હાજરીમાં તેની માતાને માર પડે, એ દ્રશ્ય જ કંપાવી દે છે. ઉત્તરપ્રદેશની ઘટનામાં સ્થાનિક લોકોના ઉહાપોહના કારણે બે પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ ઉપર FIR થઈ છે. સવાલ એ છે કે કોરોના ગાઈડલાઈનના ભંગ સબબ ગરીબો ઉપર જ અત્યાચાર ગુજારવાનો છે? જ્યારે સત્તાપક્ષની ચૂંટણીસભાઓમાં ખૂલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હતો ત્યારે પોલીસે/કલેક્ટરે/ચૂંટણીપંચે શામાટે કોઈ પગલાં લીધા ન હતા? શું નાગરિકોએ જ માર ખાવાનો છે?rs

Leave a Reply

%d bloggers like this: