ઓલિમ્પિક ખેલોમાં ક્રિકેટ કેમ નહીં?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ભારત 1900થી Olympic Games માં ભાગ લે છે. ટોકિયો ઓલિમ્પિકમાં [23 જુલાઈ 2021 – 8 ઓગષ્ટ 2021] પ્રથમ વખત 7 મેડલ મેળવ્યા છે. ભારતના લોકો ગૌરવ અનુભવે તે સ્વાભાવિક છે. 2012 માં લંડન ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા હતા. 41 વરસ પછી આ વખતે પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો ! 1980માં ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 2008માં અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વસતિના પ્રમાણમાં મેડલ બહુ જ ઓછા ગણાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે દેશો આર્થિક રીતે સધ્ધર છે; તે દેશો ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતે છે ! USA-113; ચીન-88; જાપાન-58 અને બ્રિટને-65 કુલ મેડલ હાંસલ કર્યા; જેમાં અનુક્રમે 39/ 38/ 27/ 22 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે !

સવાલ એ છે કે ભારતને ગોલ્ડ મેડલ જીતવાની તક છે તે ક્રિકેટની રમતને, (Twenty20) ઓલિમ્પિકમાં શામાટે સામેલ કરવામાં આવતી નથી? ટોકિયો ઓલિમ્પિકમાં કરાટેની રમતને સામેલ કરવામાં આવી હતી; તો ક્રિકેટ કેમ નહીં? 2008માં બેઝબોલની રમત સામેલ કરવામાં આવી હતી. 1896 માં પ્રથમ વખત ઓલિમ્પિક ખેલ શરુ થયેલ તે સમયે ક્રિકેટ તેમાં સામેલ હતી; પરંતુ કોઈ ટીમ હાજર ન રહેતા ક્રિકેટને રદ કરી હતી. 1900ની ફ્રાન્સ ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ સામેલ હતી. કઈ રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવી તેનો નિર્ણય પહેલા IOC-ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ કમિટી કરતી હતી; પરંતુ 2020થી આ કામ યજમાન દેશની ઓલિમ્પિક આયોજન સમિતિ કરે છે. 2024માં ઓલિમ્પિક ખેલનું આયોજન પેરિસમાં થશે; અને 2028માં ઓલિમ્પિકનું આયોજન લોસ એન્જેલિસમાં થવાનું છે. ફ્રાન્સ અને અમેરિકા ક્રિકેટ રમતું નથી; તેની પાસે આ રમત માટે સુવિધાઓ પણ નથી. ICC-ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 2028ની ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરાવવા પ્રયાસ કરે છે. ICCએ ઓલિમ્પિક કમિટી પણ બનાવી છે. ઈંગ્લેન્ડનું જે દેશો ઉપર શાસન હતું તે દેશો જ ક્રિકેટની રમત રમે છે. ક્રિકેટના એક અબજથી વધુ ફેન છે; તેમાં 92% ફેન ભારત/પાકિસ્તાન/બંગલાદેશ/શ્રીલંકામાં છે !

Indian cricket

ઓલિમ્પિકમાં ક્રિકેટ રાખવામાં આવે તો BCCI-Board of Control for Cricket in Indiaની સત્તા ઉપર કાપ આવે. ઓલિમ્પિક મેચમાં પ્રસારણના હક્ક તેમની પાસે ન રહે તેથી આવક ગુમાવવી પડે ! ક્રિકેટનું પોતાનું શેડ્યુલ હોય છે, પોતાના પ્રાયોજક હોય છે, પ્રસારણ અધિકાર હોય છે. આયોજકોને આવક થાય છે. BCCI/ England and Wales Cricket Board / Australian Cricket Board શામાટે આ જતું કરે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *