દેશભક્તિનો ઢોલ સતત પીટનાર સરકારની આ કેવી દેશભક્તિ? દેવિન્દર સિંહ સામે NIAએ 90 દિવસમાં ચાર્જશીટ કેમ ન કર્યું?

રમેશ સવાણી, ભૂતપૂર્વ IPC ઓફીસર : જાન્યુઆરી 2020માં હિજબુલ મુજાહિદીનના આતંકવાદી નવીદ બાબૂ અને તેના સાથીદારને લઈ જતા જમ્મુ-કાશ્મીર પોલીસના DySP દેવિન્દર સિંહને રંગે હાથ DIG અતુલ ગોયલે ઝડપી લીધેલ. આતંકી નવીદ બાબૂએ ઓક્ટોબર-નવેમ્બર 2019 માં જમ્મુ-કાશ્મીરના ન હોય તેવા 11 શ્રમિકોની હત્યા કરી હતી ! તે વોન્ટેડ હતો અને માહિતી આપનાર માટે 20 લાખના ઈનામની સરકારે જાહેરાત કરી હતી ! દેવિન્દર સિંહ ઉપર આરોપ હતો કે આતંકવાદીઓને પોતાના ઘેર જમ્મુ લઈ ગયેલ અને રાત્રે છૂપાવી રાખેલ ! દેવિન્દર સિંહને 13 જાન્યુઆરી 2020 ના રોજ પોલીસે એરેસ્ટ કરેલ. નવીદ બાબૂની પૂછપરછ બાદ દેવિન્દર સિંહના ઘરમાં પોલીસે રેઈડ કરતા AK-47 રાયફલ અને 2 પિસ્તોલ મળી આવી હતી ! પરંતુ તપાસ એજન્સી NIAએ 90 દિવસમાં ચાર્જશીટ ન કર્યું એટલે કોર્ટે તેને જામીન પર છોડી મૂકેલ. NIAએ જુલાઈ- 2020માં UAPA-Unlawful Activities Prevention Act હેઠળ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરેલ. તેમાં દેવિન્દર સિંહ સાથે પાંચ આરોપીઓ છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે 14 ફેબ્રુઆરી 2019 ના રોજ હિજબુલ મુજાહિદીનના આતંકવાદીઓએ હુમલો કરેલ; જેમાં CRPF ના 40થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. આખો દેશ હચમચી ગયો હતો. હિજબુલ મુજાહિદીનના કાવતરાખોરોની સાથે DySP દેવિન્દર સિંહના સંબંધો હતા તે બાબત શંકા ઉપજાવે તે સહજ છે. સવાલ એ છે કે દેવિન્દર સિંહ; 11 શ્રમિકોની હત્યા કરનાર હિજબુલ મુજાહિદીનના આતંકી નવીદ બાબૂને ક્યાં લઈ જતો હતો?

Devendra Singh

20 મે 2021ના રોજ દેવિન્દર સિંહને પાલીસ ખાતામાંથી બરતરફ-ડિસમિસ કરવામાં આવ્યો છે. સરકારે દેવિન્દર સિંહને પોલીસમાંથી કાયમી ધોરણે રાષ્ટ્રહિતમાં ઈન્કવાયરી કર્યા વગર કાઢી મૂક્યો તે પગલું બરાબર છે. બંધારણના આર્ટિકલ-311 (2 B) હેઠળ આવું પગલું લઈ શકાય છે. દેવિન્દર સિંહ સામે ખાતાકીય ઈન્કવાયરી કરવામાં વિલંબ થાય તેમ હોય ત્યારે રાષ્ટ્રહિતમાં કોઈ પણ કર્મચારીને આર્ટિકલ-311 (2 B) હેઠળ બરતરફ કરી શકાય છે.

આ પણ વાંચો : હાઈકોર્ટે ગંભીર ગેરરીતીની ટીકાઓ કરેલ છે તેવા પોલીસ અધિકારીઓને પ્રમોશન. વાલજીભાઈ પટેલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો છે કે “સરકારે આતંકવાદીઓને સાથ આપવાના ગુનાના આરોપી દેવિન્દર સિંહને જાણીજોઈને છોડી મૂકેલ છે; જ્યારે કાશ્મીરીઓને ત્યાં સુધી દોષી માનવામાં આવે છે જ્યાં સુધી ખુદને નિર્દોષ સાબિત ન કરે !” પરંતુ દેવિન્દર સિંહ સામેનો કોર્ટ કેસ બંધ કર્યો નથી; માત્ર તેમને ડિસમિસ કરવા માટે ઈન્કવાયરી કરવાની જરુર નથી તેમ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 20 મે 2021ના પોતાના હુકમમાં જણાવેલ છે. ‘ઈન્કવાયરી’ અને ‘કેસ’ વચ્ચે તફાવત છે. સૌથી મોટો સવાલ એ છે કે આવો ઈતિહાસ ધરાવનાર દેવિન્દર સિંહ સામે NIAએ 90 દિવસમાં ચાર્જશીટ કેમ ન કર્યું? શામાટે તેને જામીન ઉપર છૂટવાનો મોકો આપવામાં આવ્યો? દેશભક્તિનો ઢોલ સતત પીટનાર સરકારની આ કેવી દેશભક્તિ?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *