ભારતને ક્રિકેટમાં વર્લ્ડ કપ અપવનાર આદિવાસી યુવાનને અન્યાય કેમ? ઈન્ટરનેશનલ ક્રિકેટર કડીયા કામ કરવા મજબુર

  • ભારતને ક્રિકેટમાં વર્લ્ડ કપ અપવનાર આદિવાસી યુવાનને અન્યાય કેમ? ઈન્ટરનેશનલ ક્રિકેટર કડીયા કામ કરવા મજબુર

નેલ્સન પરમાર : ભારતને વર્લ્ડ કપ અપાવનાર બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી નરેશ તુમડા કડીયા કામ, શાકભાજી વેચવા અને મજૂરી કરવા મજબુર. સરકાર માટે આ શરમજનક ન કહેવાય? વડાપ્રધાને 25 જુલાઈ 2021ના રોજ માસિક રેડિઓ કાર્યક્રમ ‘મન કી બાત’માં કહ્યું હતું કે ‘નેશન ફર્સ્ટ, ઓલવે ફર્સ્ટ !’ રાષ્ટ્રનું નામ ઊંચી કરે તેને બિરદાવવા જોઈએ. પણ આ શું ગુજરાત સરકાર આ શું કરી રહી છે ગુજરાતનો આ ખેલાડી વર્લ્ડ કપ અપાવનાર છે છતાં એની આ હાલત ને સરકાર તમાશો જુએ, ખરેખર આ શરમજનક વાત ન કહેવાય? શું નેશન ફર્સ્ટ આ રીતે બન્ને? સરકાર માટે દેશના ખેલાડીઓની કોઈ વેલ્યુ જ નહીં? શું આવું વર્તન આપણાં જાણીતાં ક્રિકેટરો સાથે કરશે સરકાર? આ લોકોને આર્થિક સહાય કેમ નહીં? ઘણાં બધાં સવાલ છે. જવાબ કંઈ નથી?

Cricket world cup Naresh tumda

¶ જાણીતાં ક્રિકેટરોને કરોડોના ઈનામ ને ઘણું બધું, અને બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી લાવી છતાં આ હાલત કેમ?

આપણે જોઇએ છીએ કે આપણી ત્યાંની પ્બલિક ક્રિકેટ પાછળ ગાંડી છે. ભારતની રાષ્ટ્રીય રમત આમ તો હોકી છે પણ સૌથી વધું ક્રેઝ ક્રિકેટનો છે. લોકો ગાંડાની જેમ ક્રિકેટ જુએ છે. સરકાર આ ક્રિકેટરો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. બીસીસીઆઇ જેવી સંસ્થાઓ આ લોકોને પગાર, પેન્સન આપે છે. અને બીજીબાજુ જોઈએ તો બ્લાઇન્ડ ક્રિકેટની દુનિયામાં અનેક સર્ટિફિકેટ અને મેડલ નરેશ તુમડાએ હાંસિલ કર્યા છે. 20થી વધુ ટ્રોફી હાંસલ કરનાર નરેશ તુમડા પાસે પોતાના ઘરમાં પોતે મેળવેલી ટ્રોફી મુકવાની જગ્યા પણ નથી. પોતાના દાદીને મળેલા આવાસમાં નરેશ તુમડા પોતાની ટ્રોફી મુકવા મજબૂર બન્યો છે. સરકાર આર્થિક સહાય કરે અથવા સરકારી કોટા અંતર્ગત નોકરી આપે તેવી માંગ પણ કરી છે. પણ હજી સુધી કોઈ મદદ નથી મળી નવસારીના વતની નરેશ તુમડા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ચીમ તરફથી રમ્યો છે. વર્લ્ડ કપ 2018માં 3 મેચ બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018માં વિશ્વ વિજેતા એવી ભારતીય ટીમનો સભ્યો હતો. નરેશ તુમડા ફાઇનલમાં બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. બ્લાઇન્ડ ખેલાડીઓ માટે રમતા વર્લ્ડ કપના સભ્યએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વર્ષ 2018ની વિજેતા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય નરેશ તુમડા મદદ માંગવા મજબૂર છે. દેશ માટે ગૌરવ મેળવનાર, દેશને ગૌરવ અપાવનાર નરેશ તુમડા આર્થિક રીતે પરેશાન રહે છે. ક્યારેક શાકભાજી વેચે છે, તો ક્યારેક કડીયા કામ તો ક્યારેક છુટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સરકારથી મદદ માંગી છે પણ હજુ સુધી મદદ મળી નથી.

Naresh tumda

¶ નરેશ તુમડા કોણ છે?

દુબઇના શારજહામાં યોજાયેલા દિવ્યાંગ વલ્ડકપ ક્રિકેટ ફાઇનલમાં નરેશ તુમડાએ ઓલ રાઉન્ડ દેખાવ કરી 18 બોલમાં 40 રન બનાવી ભારતીય ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વાંસદા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા ખાટાઆંબા ગામનો વતની નરેશ તુમડા એકદમ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. દુબઇના શારજહા ખાતે યોજાયેલા દિવ્યાંગ ક્રિકેટમાં પાકિસ્તાનને હરાવી ભારતની ટીમ વર્લ્ડકપ જીત્યો હતો. જેમાં ફાઇનલ મેચ જીતવામાં મહત્વનો ભાગ ભજવનાર વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામનો વતની અને દિવ્યાંગ ક્રિકેટર નરેશ બાલુ તૂમડા પણ હતો. જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણાં ભારતનું નામ રોશન કર્યું છે એવાં નરેશની હાલત ખુબ જ દયનીય છે. આદિવાસી હોવાથી લોકોને પણ તેની સ્ટોરીમાં રસ હોય એમ લાગતું નથી, આર્થિક સહાય અને સરકારી કોટામા નોકરી માટે ત્રણવાર રજુઆત કરી ચુક્યા છે. મૂખ્યમંત્રી થી લઈ રાજ્યપાલ સુધી આ બાબતે રજુઆત કરી છે પણ હજુ સહાય મળી નથી, આપણાં માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી ને કાને હજું આ વાત પહોંચી હોય એમ લાગતું નથી, છેવટે નરેશે પોતાનું અને પરીવારનું પેટ ભરવા પહેલાં ખેત મજૂરી પછી શાકભાજી વેચવું અને હવે હાલના સમયમાં વાંસદા નજીક કડીયા કામ કરી રહ્યો છે. કેટલું દુ:ખદ કહેવાય કે દેશ માટે આટલું કરવા છતાં આપણે એને કંઈ આપી શક્યા નહી. આવો આપણે હવે જાણીએ છીએ તો આપણાંથી બનતી મદદ કરીએ, મારા ધ્યાનમાં એક મિત્રએ આ વાત લાવી હતી જે હું આપ સક્ષમ મુકી રહ્યો છું. નરેશભાઈ સાથે વાત કરી છે તેઓ હાલ કડીયા કામ કરે છે એમ જણાવ્યું છે. આવો આપણા સહુની ફરજ બને છે કે આપણે નરેશને મદદ કરીએ. મદદ કરવા માટે આપણે એક હેઝ ટેગ ચલાવીએ, કે પછી કાગળ લખીએ , વાયરલ કરીએ, જેથી આ વાત સરકાર સુધી પહોંચે, આપણે મદદમા ફક્ત સરકારને સહાય કરવા મજબુર કરવાની છે. હું ગુજરાતના તમામ ધારાસભ્યો, અને સિલીબ્રટીઓને ને પણ કહું છું કે આ બાબતે જે પણ થાય એ ઘટતું કરે.

 

Photo Gallery : જેમણે એ સમયે વિશ કરી હતી. 

#NareshTumdahelp

© નેલ્સન પરમાર
૭૮૭૪૪૪૯૧૪૯

¶ Reference Link

Leave a Reply

%d bloggers like this: