‘ગુજરાત મોડેલ’માં મફત શિક્ષણ/આરોગ્યની સુવિધાઓ કેમ નથી?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : નેતાનું ઓછું શિક્ષણ સમસ્યાઓ સર્જે છે અને બરાબર શિક્ષિત નેતા સમસ્યાને હલ કરે છે; તેનું ઉદાહરણ દિલ્હીની કેન્દ્ર સરકાર અને દિલ્હીની રાજ્ય સરકારે પૂરું પાડ્યું છે. જે પક્ષ મફત શિક્ષણની અને મફત આરોગ્ય સેવાની વ્યવસ્થા કરે તેને ધન્યવાદ આપવા પડે. સરકાર ભણેલી હોય અને એની દાનત હોય તો કેટલો ફરક પડે તેનો દાખલો દિલ્હી રાજ્ય સરકારનો છે.

રાજ્ય સરકારે દિલ્હીના લોકોને શિક્ષણ/આરોગ્ય સેવા મફત આપી. અકસ્માતમાં લોકો વ્યાજે પૈસા લઈને સારવાર કરાવે છે. પૈસાના અભાવે કાયમી અપંગતા ભોગવે છે. ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિ વેદના જુદી જ હોય છે. એટલે રાજ્ય સરકારે એક્સિડેન્ટ પોલીસી બનાવી. દિલ્હી રાજ્યની સીમામાં કોઈ વાહન અકસ્માત થાય અને કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત બને તો તેની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. જે વ્યક્તિ, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડે તેને રાજ્ય સરકાર 5000નું ઈનામ આપે છે; આ પ્રોત્સાહનના કારણે લોકો મદદ માટે આગળ આવે છે; જેથી ઘાયલ વ્યક્તિનો જીવ બચી શકે છે. રાજ્યના સૈનિક/પોલીસ/ફાયર બ્રિગેડના કર્મચારી/હોમગાર્ડ/ કોરોના વોરિયર/એમ્બ્યુલન્સના ડ્રાઈવર/સફાઈ કર્મચારીનું ચાલુ ફરજે અવસાન થાય તો તેમના પરિવારને 1 કરોડની સન્માન રાશી રાજ્ય સરકાર આપે છે. ગરીબ /મધ્યમવર્ગને રાહત રહે તે માટે 200 યુનિટ વીજળી મફત આપે છે. કોઇ નાગરિકને સરકારી કચેરીઓમાંથી કોઈ પ્રમાણપત્ર/ડોક્યુમેન્ટ/દાખલાઓ જોઈતા હોય તો માત્ર 50 રૂપિયાની ફી ચૂકવીને દિવસ-5/10 દિવસમાં ઘેરબેઠાં મેળવી શકાય તેવી સુવિધા રાજ્ય સરકારે કરી છે. દિલ્હીની બસમાં વિદ્યાર્થીઓ માટે/મહિલાઓ માટે મુસાફરી મફત છે. એક પત્રકારે દિલ્હીના CMને પૂછ્યું કે મફત મુસાફરીનો ખર્ચ ક્યાંથી કાઢો છો? CMએ જવાબ આપ્યો કે ‘ગુજરાતના મુખ્યમંત્રીએ 200 કરોડનું વિમાન ખરીદ્યું છે પોતાના પ્રવાસ માટે; મેં વિદ્યાર્થીઓ/મહિલાઓના મફત પ્રવાસ માટે 195 કરોડ ફાળવ્યા છે !’ ટૂંકમાં દાનત હોય તો રસ્તો નીકળે.

આ પણ વાંચો : ‘આપ’ ના પ્રદેશ યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે ઉપરી નેતાઓની ગુલામીથી કંટાળી આપી દીધું રાજીનામું – વીડીયો

સવાલ એ છે કે ‘ગુજરાત મોડેલ’માં આવી સુવિધાઓ કેમ નથી? ગુજરાતમાં રબ્બર સ્ટેમ્પ મુખ્યમંત્રી આવી સુવિધાઓ આપવાનો વિચાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે?rs

Leave a Reply

%d bloggers like this: