ગુજરાતમાં પત્રકાર બિચારો કેમ છે ? – જિજ્ઞેશ કાલાવડિયા ( રાષ્ટ્રિય અધ્યક્ષ, ABPSS )

– જિજ્ઞેશ કાલાવડિયા : ગઈકાલે કલોલ નપાનાં ચીફ ઓફિસરે એક પત્રકારનું બૂમ સરાજાહેર કેમેરા સામે તોડી નાખીને સમગ્ર પત્રકાર આલમ ને અપમાનિત કરી તેને આયનો બતાવ્યો છે. ગુજરાતમાં અવારનવાર આ પ્રકારે પત્રકારો ને અપમાનિત કરવાની કે તેના પર જુઠ્ઠા કેસો લગાવી તેને પરેશાન કરવાની ઘટનાઓ સતત બનતી રહે છે પરંતુ આમછતાં પત્રકારો ક્યારેય સંગઠીત થઈને તેનો યોગ્ય પ્રતિકાર કરી શકતા નથી. ગુજરાતમા મોટા ભાગના પત્રકારો કોઈ જ સંગઠ્ઠન સાથે જોડાયેલાં નથી. બીજા રાજયોમાં પત્રકારો કોઇને કોઇ પત્રકાર સંગઠ્ઠન સાથે જોડાયેલાં હોય તેને મજબૂત કાયદાકીય અને સંગઠનાત્મક સુરક્ષા કવચ મળતું હોય છે. બીજું ગુજરાત નાં પત્રકારો પોતાને ચોથી જાગીર તરીકે પ્રસ્થાપિત કરી શક્યા નથી પરંતુ સતત સરકારી અધિકારીઓ નાં ઓછાયા માં જ રહે છે. પોતાનાં સ્વમાન નાં ભોગે અધિકારી અને નેતાઓ ની જી હજૂરી કરતાં ઘણા પત્રકારો આવા સમયે પત્રકારો ને સાથ આપવાને બદલે અધિકારીઓ કે નેતાઓની પડખે ઊભા રહેતા જોવા મળે છે. બીજું અખબાર અને ચેનલ માલિકો ખરા ટાણે પત્રકારો ની પડખે ઊભા રહેવાને બદલે હાથ અધ્ધર કરી દેતા હોય છે. આ તમામ કારણો થી ગુજરાત નું પત્રકારત્વ દિન પ્રતિદિન માયકાંગલું બનતું જાય છે. ABPSS ની સ્થાપના ગુજરાત માં થઈ હોવા છતા આજે તે અન્ય રાજયોમાં વધું મજબૂત છે અને તાકાતથી પત્રકારો નાં હક ની લડાઈ લડી રહ્યું છે જે ગુજરાતમા જોવા મળતું નથી. હજુ સમય છે સમજી જાવ.. આજે જે ઘટના તમારાં ભાઈ સાથે ઘટી છે તે કાલે તમારી સાથે પણ ઘટી શકે છે. તમે રાત દિવસ જેની ચાપલૂસી કરો છો તે કોઈ તમને બચાવવા નહી આવે, જો તમે પત્રકાર સંગઠ્ઠન સાથે જોડાયેલાં હશો તો તે જ તમારી વ્હારે આવશે. ABPSS ની આપ સૌને અપીલ છે કે અમારી સાથે આવો.. અમે તમારી સાથે ગમે તેવી મુશ્કેલ ઘડી માં ઊભા રહીશું.. પરંતુ તમે જો સંગઠન ની પોસ્ટ પણ શેર કરવાની તસ્દી ન લેતા હોવ કે તમારાં અખબાર/ચેનલમાં સંગઠ્ઠન નાં સમાચારો કે ગતિવિધિઓ ને સ્થાન ન આપતાં હોવ તો પછી રોજ આવી ઘટનાઓ માટે તૈયાર રહેવુ.

__જિજ્ઞેશ કાલાવડિયા
રાષ્ટ્રિય અધ્યક્ષ
ABPSS
9825020064

Leave a Reply

%d bloggers like this: