ઉત્તરપ્રદેશની ‘વેક્સિનેશન ડ્રાઈવ’ની જાહેરખબર ગુજરાતમાં કેમ?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર :  ઉત્તરપ્રદેશ સરકારે 28 જુલાઈ 2021ના રોજ, ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ની ગુજરાત એડિશનમાં પૂરા ફ્રન્ટ પેજ સહિત બે પેજમાં ‘વેક્સિનેશન ડ્રાઈવ’ની જાહેરખબર આપી છે. અમદાવાદ જ નહીં, મુંબઈથી કોચી સુધીની એડિશનમાં આ જાહેરખબર છે. ઉત્તરપ્રદેશ સરકાર ‘Protect Uttar Pradesh’ એવું ગુજરાત/મુંબઈ/કોચીમાં શામાટે કહેતી હશે? એનો અર્થ શું થાય? શું સરકાર પણ ગાંજો પીતી હશે?

આ પણ વાંચો : મમતાના પ્રહાર- ઇમરજન્સી કરતા પણ ગંભીર સ્થિતિ, વિપક્ષ સાથે આવ્યુ તો 6 મહિનામાં પરિણામ, સોનિયા ગાંધી સહિત અનેક સાથે મુલાકાત

જાહેરખબરમાં CM યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન પોતે વેક્સિન લેતા હોય તેવી તસ્વીર છે. સેકન્ડ પેજનું મથાળું છે-‘Winning Against all Odds’ યાદ કરો ઉત્તરપ્રદેશમાં એપ્રિલ-મે 2021 દરમિયાન ICU બેડ/દવાઓ/ઈન્જેક્શન/વેન્ટિલેટર/ઓક્સિજન/ડોક્ટર્સ/મેડિકલ સ્ટાફની અછતના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા; ઠેરઠેર સ્મશાનોમાં લાશોની લાઈનો લાગી; ગંગામાં લાશો વહેતી મૂકી. દેશ-દુનિયામાં ભારતનું નામ ખરડાયું. ઉત્તરપ્રદેશ સરકાર જાહેર ખબરમાં કહી રહી છે કે કોરોના નિયંત્રણ માટે ‘UP મોડલ’ને global recognition-વિશ્વમાં માન્યતા મળી છે ! કેટલું જૂઠ ! સરકાર નાગરિકોના પૈસે ભારતના નાગરિકોને મૂરખ બનાવે છે ! શું આ ઉત્તરપ્રદેશના લોકોની મશ્કરી નથી?

2022માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે; પરંતુ ગુજરાત/મુંબઈ /કોચી વગેરેના મતદારો કંઈ મત આપવા ઉત્તરપ્રદેશ જઈ શકે નહીં; તો ઉત્તરપ્રદેશની બહાર ખોટો ઢંઢેરો પીટવાની જરુર શી? આ દેખાડો કરવાની જરુર એટલે છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓને ભૂલવાડી દેવા માંગે છે. જાહેરખબરી ગંગા વડે લોકોના મગજમાં અસત્ય ઠસાવવા માંગે છે. જૂઠનો સહારો લઈને/ ખોટો પ્રચાર કરીને સત્ય જાણવાનો લોકોનો અધિકાર સરકાર છીનવવા માંગે છે. જે સરકાર ખુદ આટલું અનૈતિક કામ કરતી હોય તે લોકોનું કલ્યાણ કઈ રીતે કરી શકે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *