દિલીપકુમારના અવસાન વેળાએ નફરતની ઉલટી કરનારા કોણ છે?

રમેશ સવાણી , ભુતપૂર્વ IPS ઓફીસર: ફિલ્મ અભિનેતા દિલીપકુમારનું અવસાન 7 જુલાઈ 2021 ના રોજ સવારના 7 વાગ્યે 98 વર્ષની ઉંમરે થયું. એમનું મૂળ નામ યૂસુફ ખાન હતું. અભિનેત્રી અને પ્રોડક્શન હાઉસના માલિક દેવિકા રાણીએ તેમનું નામ બદલીને દિલીપકુમાર કર્યું હતું. તેઓ સેક્યુલર હતા. ફિલ્મફેર એવોર્ડ/દાદા સાહેબ ફાળકે એવોર્ડ/ભારત-પાકિસ્તાનના નાગરિક સન્માન મેળવાર આ કલાકારને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી. પરંતુ આ પ્રસંગે કેટલાંક લોકોના મગજમાં છૂપાયેલ નફરતનું ઝેર બહાર નીકળી આવ્યું ! સત્તાપક્ષના માનીતા પત્રકાર અને સુદર્શન ન્યૂઝ ચેનલના માલિક સુરેશ ચોવ્હાણકેએ દિલીપકુમારના અવસાનના સમાચાર મળતાં તરત જ ટ્વીટ કર્યું : “દિલીપકુમારના નામથી પ્રસિધ્ધિ, પૈસા અને પ્રતિષ્ઠા મેળવી; એ નામ અનુસાર અગ્નિસંસ્કાર થશે કે યુસુફ ખાન નામ અનુસાર દફનવિધિ થશે?” વિચારો; કેટલી હલકટ માનસિકતા ! આ ટ્વીટ ઉપર કટ્ટરવાદીઓએ ઝેર ઓક્યું : [1] અહીંથી જ લવ જેહાદ અને બરબાદીની શરુઆત થઈ હતી ! [2] ઘણા અફસોસ સાથે કહેવું પડે છે કે મૃત્યુના સમાચાર સાંભળી અમને કોઈ દુ:ખ નથી થયું ! [3] ચાલો એક તો આતંકવાદીઓને સાથ આપનાર ઓછો થયો ! [4] આમ તો જાજા દિવસ રહી ગયો ! [5] નસિરુદ્દીનના શુભ સમાચાર ક્યારે આવે છે?

સવાલ એ છે કે દિલીપકુમારના અવસાન વેળાએ નફરતની ઉલટી કરનારા કોણ છે? નફરતી ઝેર ઓકનારા સત્તાપક્ષના ભક્તો છે. IT Cell/ગોદી મીડિયા ભક્તોને એવું ખાતરપાણી આપે છે કે તેઓ માણસ મટી રોબોટ બની ગયા છે ! એમનું કામ મુસ્લિમ સમુદાય પ્રત્યે ઝેર ઓકવાનું છે; લિન્ચિગ કરવાનું છે; કોમી દંગા કરાવવાનું છે ! RSSના વડા મોહન ભાગવત કહે છે કે “હિન્દુ-મુસ્લિમ એકતા; આ પ્રકારના શબ્દની જરુર જ નથી; બન્ને એક જ છે !” જો હિન્દુ-મુસ્લિમ એક જ હોય તો શામાટે તમે નફરત ફેલાવનારાઓને રોકતા નથી? સવાલ એ છે કે કોમી ઝેર ફેલાવનારાઓને દેશના વડાપ્રધાન કેમ અટકાવતા નથી? તેમની સામે કાનૂની પગલાં કેમ લેવાતા નથી? સત્તાપક્ષનું IT Cell કેવું અને કેટલું નફરતી ઝેર ફેલાવે છે; એનો ખ્યાલ હોવા છતાં RSSના વડા અને વડાપ્રધાન ચૂપ કેમ છે? મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી, સત્તા મેળવવાની અને સત્તામાં ટકી રહેવાની યુક્તિએ દેશને બરબાદી તરફ ધકેલી દીધો છે; એનો કોઈ એહસાસ થાય છે કે નહીં?

આ પણ વાંચો : મંત્રીમંડળમાં ફેરફાર એ તો નિષ્ફળતા છૂપાવવાનો મેકઅપ છે !

એક ટ્વિટર યુઝરે સુરેશ ચોવ્હાણકેને ચોપડાવ્યું કે “અમે સમજતા હતા કે તમે બેકાર માણસ છો; પરંતુ લોકો તમારું ટ્વીટ વાંચીને તમને હલકાથી પણ ઉપરની શ્રેણીમાં મૂકશે ! જ્યારે ગંગામાં લાશો તરતી હતી ત્યારે ક્યાં હતા? તે સમયે કેમ ન પૂછ્યું કે એ લાશોને દફનાવી જોઈએ કે સળગાવવી જોઈએ?”rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *