ગુનેગાર કોણ? પંદર દિવસના બાળકને સાડા પાંચ લાખમાં વેચાતું લીધું !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવા ગુનાઓ બનતા હોય છે. ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં ભૂલકાઓની ચોરી કરતી ગેંગ પોલીસે પકડી છે. 12 મે 2021ના રોજ, લોનીમાં રહેતી ફાતીમાએ પોલીસમાં ફરિયાદ કરેલ કે “બપોરના 12:00 વાગ્યે એક પુરુષ અને એક મહિલા મારા ઘેર આવેલ; તેમણે ભાડે મકાન લેવાની વાત કરી હતી. વાતવાતમાં તેમણે મને નશીલો પદાર્થ આપી દીધો અને મારા પંદર દિવસના પુત્રને લઈને જતા રહ્યા !”

પંદર દિવસના બાળકનું અપહરણ થતાં પોલીસ સક્રિય બની. બાળકને શોધવા SSP અમિત પાઠકે ટીમ બનાવી. દરમિયાન માહિતી મળી કે લખનઉના આલમબાગમાં રહેતા આલોક અગ્નિહોત્રી પાસે બાળક છે. પોલીસે આલોકને એરેસ્ટ કરી, બાળકનો કબજો લીધો. આલોકે કહ્યું કે “લગ્ન બાદ કોઈ સંતાન ન હતું. એટલે આ બાળક દિલ્હીના અશ્મિત કૌર અને તેના પતિ ગુરમિત પાસેથી સાડા પાંચ લાખ આપીને વેચાતું લીધું છે !” પોલીસે અશ્મિત અને ગુરમિતને દિલ્હીમાંથી ઝડપ્યા. અશ્મિતે કહ્યું કે “મારો નંબર એક વેબસાઈટ ઉપર છે. જેમને બાળકોની જરુર હોય તે ફોન કરીને સંપર્ક કરે છે. અમારી ગેંગમાં 14 માણસો છે. અમે બાળકો ઉપલબ્ધ કરાવીએ છીએ !” પોલીસે ગેંગના 11 ઈસમોને ઝડપી લીધાં છે અને 3 ફરાર છે.

આ પણ વાંચો – સુરત, અઠ્વા લાઇન્સ પોલીસ સ્ટેશનની ઘટના – જામીનદાર સાથે પોલીસની ગેરવર્તણૂક – વીડિયો વાયરલ

સવાલ એ થાય છે કે ગુનેગારો પૈસા માટે ક્રાઈમ કરે; પરંતુ સાડા પાંચ લાખ રુપિયા આપીને બાળકની ખરીદી કરનાર આલોક શામાટે લાચાર બન્યો હશે? સમાજ વાંઝિયાપણાનું મહેણું મારતો હોય; તેથી આલોકે આ પગલું ભર્યું હશે? ગુનેગાર કોણ? બાળકને વેચનાર? ખરીદનાર? કે સમાજ? શું સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા આવા ગુનાઓનું ઉદ્દભવ સ્થાન નથી?rs

Leave a Reply

%d bloggers like this: