માર મારવાનો અધિકાર કોણે આપ્યો? : તારાપુર પોલીસની વાનના ડ્રાઇવર અને કોન્સ્ટેબલે ટ્રકના ડ્રાઇવર, ક્લિનરને માર માર્યા

માહિતી મુજબ તારાપુર-વટામણ હાઈવે ઉપર એક હોટલ નજીક તારાપુર પોલીસવાનના ડ્રાઈવરે એક ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતા નાનકડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શુક્રવારના રોજ સવારના સુમારે વટામણથી તારાપુર તરફ આવી રહેલ એક ટ્રક ગિરનાર હોટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રકમાં વીડીયો કોલ ચાલુ હોઈ આ સ્થળે ઉભેલ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગઢવી અને પોલીસવાનના ડ્રાઈવર જગદીશભાઈ સોમાભાઈને તેઓનો વિડીયો ઉતારતા હોય તેવુ લાગતા ટ્રકનો પીછો કર્યો હતો. દરમ્યાન આ ટ્રકને તેઓએ હોટલ સુપ્રિમ આગળ અટકાવી હતી અને ટ્રકના ડ્રાઈવરનો ફોન ઝુટવી લઈ તપાસ કરતા કોઈ વીડીયો મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસવાનના ડ્રાઈવરે ટ્રકમાંથી લોખંડનો સળીયો કાઢી લાવી ટ્રકના ડ્રાઈવરને મારવા લીધો હતો. આ સમયે ટ્રકમાં સુઈ રહેલ ક્લીનર જાગી જતા આજીજી કરી રહેલ ટ્રક ડ્રાઈવરને છોડાવવા જતા તેને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. આખરે કોન્સ્ટેબલ દ્વારા આ ટ્રકને પોલીસ સ્ટેશન લઈ જવા જણાવાતા ડ્રાઈવર દ્વારા આનાકાની કરાતા જગદીશભાઈ તેઓ વિરૂધ્ધ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી ગયા હતા. બીજી તરફ વાયરલ થયેલ વીડીયોમાં ટ્રકના ડ્રાઈવરને હસમુખભાઈ વીડીયો ઉતારતા રોકે છે. તેઓ દ્વારા ટ્રકના ડ્રાઈવરને માસ્ક ન પહેર્યું હોવાનું જણાવી ફોન આંચકી લેવાનો કરે છે ત્યારે ટ્રકનો ડ્રાઈવર ટ્રક પોલીસ ઉપર ફેરવી દેવાની ધમકી આપતો હોવાનું જણાઈ આવે છે. બાદમાં પોલીસવાનનો ડ્રાઈવર જગદીશ આવીને ટ્રક ડ્રાઈવરનો ફોન લેવાનો પ્રયાસ કરે છે અને ટ્રકમાંથી સળીયો ખેંચતા ટ્રક ચાલવા લાગે છે. જેથી જગદીશભાઈ દ્વારા પથ્થર લઈ ટ્રક ઉપર મારતા હોવાનું દેખાય છે. આ ઝઘડામાં ટ્રકનો કાચ તુટી જવા પામે છે.

વાઈરલ વીડિયો –

 

તારાપુર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી હસમુખ ગઢવી તથા વાનના ડ્રાયવર જગદીશ સોમાભાઈ તારાપુર વટામણ હાઈવે પર માસ્કની કામગીરી કરી રહ્યા હતા. વટામણથી તારાપુર તરફ આવી રહેલી ટ્રકમાં ચાલકે મોબાઈલમાં વિડિયો ચાલુ રાખ્યો હતો. બંનેને ચાલક તેમનો વિડિયો ઉતારી રહ્યો હોવાનો વહેમ જતાં તેમણે ટ્રક ચાલકનો પીછો કરી હોટલ સુપ્રિમ પાસે તેને અટકાવ્યો હતો. અને ચાલકનો ફોન ઝુંટવી તપાસ હાથ ધરી હતી. જોકે, આ બાબતેે પોલીસકર્મીઓ અને ચાલક વચ્ચ માથાકુટ થઈ હતી. બનાવની જાણ થતાં ક્લીનર પણ વચ્ચે પડ્યો હતો. જેને પગલે પોલીસકર્મીઓએ તેમને માર માર્યો હતો. સમગ્ર બનાવ સંદર્ભે ટ્રક ચાલકે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેને માર માર્યો હતો. બીજી તરફ વાઈરલ વિડિયોમાં ચાલકે પણ પોતાની ગાડી પોલીસ પર ચઢાવી દેવાની ધમકી ઉચ્ચારતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

તારાપુરમાં થયેલી ઘટના બાબતે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તેણે જે સોશ્યલ મીડિયામાં વિડિયો વાઈરલ કર્યો છે તે બાબતની તપાસ થશે. ઉપરાંત, બંને પોલીસકર્મીઓની કામગીરી બાબતે પણ તપાસના આદેશ આપ્યા છે. – અજીત રાજીયાન, જિલ્લા પોલીસ વડા, આણંદ

Leave a Reply

%d bloggers like this: