’ખાન સર’ વાસ્તવમાં કોણ છે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : સરકારી નોકરી માટે તૈયારી કરનારા યુવકો ‘ખાન સર’ના વીડિઓ જૂએ છે. GS-જનરલ સ્ટડીઝ ઉપરના તેમના વીડિઓ માહિતીસભર અને દરેક પ્રશ્નોને આવરી લેનારા હોય છે. વચ્ચે વચ્ચે રમૂજી કોમેન્ટ/મુહાવરા/ કહેવતોનો ઉપયોગ કરવાથી દર્શકોને રસ પડે છે. તેમની શીખવવાની રીત બિલકુલ સરળ છે. પટણા ખાતે તેમની કોચિંગ સંસ્થાનું નામ ‘Khan sir GS research center’ છે. તેમાં એક સાથે 2000 યુવાનોને તાલીમ આપે છે. રોજે 10,000થી વધુ યુવાનો ભણે છે. યૂટ્યૂબ ચેનલ ઉપર તેમના 92 લાખથી વધુ સબ્સક્રાઈબર છે. તે કરન્ટ અફેર્સ અંગે પણ વીડિઓ બનાવે છે. તેમના વીડિઓ ઉપર લાખોમાં Views આવે છે. તે પોતાના કોચિંગ સેન્ટરમાં દરેક ધર્મના તહેવારો ઊજવે છે. તેમનું નામ ફૈઝલ છે. તે મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના છે. તેમના પિતા લશ્કરમાં હતા. તેમના મોટા ભાઈ આર્મીમાં છે. તેની ઉંમર 28 વર્ષની છે અને અપરણિત છે. લોકો તેને બીજા ડો. અબ્દુલ કલામ પણ કહે છે !

24 એપ્રિલ 2021 ના રોજ ખાન સરે એક વીડિઓ પાકિસ્તાન-ફ્રાન્સ સંબંધો અંગે બનાવ્યો. તેમાં પાકિસ્તાન ખાતેના ફ્રાન્સના રાજદૂતને પરત મોકલવા માટે વિરોધ પ્રદર્શન કરતો ફોટો હતો. તેમાં એક બાળક પણ હતો. તે બાળક વિશે ખાન સર કહે છે કે “આને શું ખબર હોય કે રાજદૂત શું હોય છે? અબ્બા કહે તેમ ન કરો. ભણવામાં ધ્યાન આપો; નહીંતર આખી જિંદગી પંચર કરવા પડશે અથવા ચારરસ્તે બેસીને મીટ કાપવું પડશે ! 18-19 પેદા થાય તો કોઈ વાસણ સાફ કરે, કોઈ બકરી કાપે, કોઈ પંચર બનાવે !” આ વીડિઓ ક્લિપ વાયરલ થતાં ટ્વિટર ઉપર ખાન સરનો વિરોધ શરુ થઈ ગયો. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે ‘ખાન સર તો કંગના રનૌતનું મેલ વર્ઝન છે !’ બીજા એક વીડિઓમાં સુરેશ અને અબ્દુલના નામના આધારે ‘હિન્દી સમાસ’ સમજાવતા ખાન સર કહે છે કે “સુરેશે વિમાન ઉડાડ્યું મતલબ કે સુરેશ વિમાન ચલાવી રહ્યો છે; અને અબ્દુલે વિમાન ઉડાડ્યું મતલબ વિમાનને ઉડાવી દીધું !”

આ પણ વાંચો – માર મારવાનો અધિકાર કોણે આપ્યો? : તારાપુર પોલીસની વાનના ડ્રાઇવર અને કોન્સ્ટેબલે ટ્રકના ડ્રાઇવર, ક્લિનરને માર માર્યા

કેટલાંક ’ટ્વિટરજીવી’ઓએ ખાન સરની એક વીડિઓ ક્લિપ શોધી કાઢી. તેમાં ખાન સર કહે છે કે “મારુ અસલી નામ ખાન નથી, પણ અમિત સિંહ છે ! હું શરુઆતમાં એક કોચિંગ ક્લાસમાં ભણાવવા ગયો ત્યારે માત્ર 6 વિદ્યાર્થીઓ હતા; બીજે દિવસે 40-50 થઈ ગયા; પછી 150ની સંખ્યા થઈ ગઈ. કોચિંગ ક્લાસના સંચાલકને લાગ્યું કે આ શિક્ષક બીજે જતો રહેશે તો વિદ્યાર્થીઓ પણ તેની સાથે જતા રહેશે. તેથી મારું નામ કે ફોન નંબર કોઈને નહીં જણાવવા તેમણે મને કહ્યું. વિદ્યાર્થીઓ મને GS ટીચર કહેતા હતા. પાછળથી કોચિંગ સંચાલકે મારુ નામ ખાન સર કરી દીધું !” આ ક્લિપ ટ્વિટર ઉપર વાયરલ થતાં ખાન સર ઉપર લોકો તૂટી પડ્યા. ખાન સરે સ્પષ્ટતા કરી હતી કે “મેં અત્યાર સધી 10 હજાર કલાક સુધી ભણાવ્યું છે. તેમાં કોઈને 20 સેકન્ડની ક્લિપથી સમસ્યા હોય તો તેનો મતલબ એ છે કે તે હકીકતથી દૂર છે ! એ ક્લિપમાં 10 મિનિટ પહેલા અને 10 મિનિટ બાદનો હિસ્સો જોવો જોઈએ. કેમકે અડધું સત્ય પૂરું જૂઠ કરતા ખતરનાક હોય છે !” મુસ્લિમ સમુદાય ગુસ્સામાં છે; તેમની દલીલ છે કે ખરું નામ અમિત સિંહ છે તો ‘ફૈઝલ ખાન’નો મુખવટો શામાટે ધારણ કરેલ છે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *