નફરતી ચેનલ જોવાથી ફાયદો કોને? નુકશાન કોને?

રમેશ સવાણી, નિવૃત્ત આઇપીએસ અધિકારી : તમે કોઈ ગોદી ન્યૂઝ ચેનલ સતત જૂઓ તો તમારા મનમાં નફરત અવશ્ય ઊગી નીકળે ! તમે મુસ્લિમોને નફરત કરતા થઈ જાવ ! તમને વડાપ્રધાનમાં અવતારી પુરુષના દર્શન થવા લાગે ! તમારી દ્રઢ માન્યતા થઈ જાય કે મુસ્લિમોને સીધા કરવાનું કામ આ અવતારી પુરુષ જ કરી શકશે ! તમે કોઈ પણ અભણ કે વિદ્વાન માણસને અવતારી પુરુષની પ્રશંસા કરતા જૂઓ તો નક્કી જાણજો કે તે ભીતરથી મુસ્લિમ વિરોધી માનસિકતાથી પીડાતા હોય છે ! ગોદી ન્યૂઝ ચેનલ્સ તેમની માન્યતા દ્રઢ બને તેવા ખાતર સતત આપતી રહે છે. મુસ્લિમ વિરોધી માનસિકતાને ઈસ્લામોફોબિયા કહે છે. તેનો લાભ સત્તા પક્ષને જબરજસ્ત થાય છે. અમુક મુસ્લિમ નેતાઓ/મુલ્લાઓ ઝેર ઓકતા હોય છે, પરંતુ તેની સજા નિર્દોષ મુસ્લિમ મહિલાઓને આપી શકાય? ગોધરાના અમુક મુસ્લિમો હત્યારા હોય તો તેની સજા અમદાવાદના મુસ્લિમ મહિલાઓને/બાળકોને આપી શકાય? યતિ નરસિંહાનંદ/કાલીચરણ/સુરેશ ચૌહાણકેની નફરતી હરકતોની સજા મુસ્લિમો હિન્દુ મહિલાઓને આપી શકે? બિલકુલ નહીં, આ જંગલીપણું કહેવાય !

સોશિયલ મીડિયા પર Sulli Deals માં મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવવામાં આવતી હતી; તેની સામે પોલીસે કાર્યવાહી શરુ કરી તો Bulli Bai App ઉપર પણ મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવવાનું શરુ થયું. આ બન્ને એપ GitHub હોસ્ટિંગ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ એપ પર Fake Account મારફતે યૂઝર મુસ્લિમ મહિલાઓની તસ્વીરો સાથે ગંદી કોમેન્ટ કરે છે. મુસ્લિમ મહિલાઓની જાહેર હરાજી થાય છે. મુસ્લિમ મહિલાઓની તસ્વીર અપલોડ કરી Bulli Of The Day લખીને તેની વિશે ગંદીગંદી કોમેન્ટ લખી માનસિક બળાત્કાર કરવામાં આવે ! સતાપક્ષની ટ્રોલ્સસેના જે રીતે મા-બહેન વિશે ગંદી ગાળો આપે છે તેવું જ કામ આ એપ ઉપર થતું હતું ! દિલ્હી પોલીસે 5 જાન્યુઆરી 2022 ના રોજ ‘બુલ્લી બાઈ એપ’ના માસ્ટર માઈન્ડ નીરજ વિશ્નોઈને આસામના જોરહાટમાંથી એરેસ્ટ કરેલ છે. તેની ઉંમર 21 વરસની છે અને ભોપાલના વેલ્લોર ઈંસ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બી. ટેક (કોમ્પ્પુટર સાયન્સ)ના બીજા વર્ષમાં છે. તે શરમાળ અને શાંત સ્વભાવનો છે. નીરજના પિતા દશરથ બિશ્નોઈએ ચોંકાવનારી વાત કરી કે ‘મારો પુત્ર એક ન્યૂઝ ચેનલ જોતો હતો તેની ખરાબ અસર તેમના ઉપર પડી છે !’

વિચારો, એક એક શરમાળ અને શાંત સ્વભાવના વિદ્યાર્થીના મનમાં નફરતી ઝેર ભરનાર કોણ છે? તેમની કેરિયર બગાડનાર કોણ છે? નફરતી ગોદી ચેનલ્સ ! સત્તાપક્ષનો IT Cell ! યતિ નરસિંહાનંદ અને કાલીચરણ જેવા સાધુઓ ! ‘સુદર્શન’ જેવી ન્યૂઝ ચેનલ્સ ! સૌથી મોટો સવાલ એ છે કે ફાયદો કોને? અવતારી પુરુષને ! ચેનલ્સના માલિક કોર્પોરેટ મિત્રોને ! નુકશાન કોને? શાંત સ્વભાવના આપણા બાળકોને !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *