‘ મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી અને કેવાં સંજોગોમાં ‘

 નેલ્સન પરમાર : તમને થશે મે મેજિસ્ટ્રેટ અને જજ એમ બન્ને અલગ અલગ કેમ લખ્યું, આપણે સામાન્ય બોલચાલમાં જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઇયે છીયે. બન્ને ને એક જ ગણતાં હોઇએ છીએ આપણે એવુ માનીયે છીયે કે જજ કે મેજિસટ્રેટ એટલે ન્યાયાધીશ પરંતું એવું નથી. આ બન્ને અલગ અલગ છે. મેજીસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજીસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય. મેજીસ્ટ્રેટ બે પ્રકારના હોય જેમા ૧) જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને ૨) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ. જજને ગુજરાતીમા ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. આ એક આખો અલગ વિષય છે. એટલે એ બાબતે વધારે માહિતી નથી આપતાં. આપણે વાત કરી રહ્યા છીએ ફરીયાદ કરવા બાબતે.

¶ આપણાં ને એમ લાગે કે કોર્ટ જઈશું એટલે ન્યાય મળી જશે, સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. બધે જ ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણ પર કામ થાય છે. કોર્ટ પણ એમાંથી બાકાત નથી. તાલુકા કક્ષાના જજ હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય. દરેક પર સવાલ ઉઠે છે. જો સુપ્રીમ કોર્ટના જજ ને રાજ્યસભાની પદવી મળતી હોય તો એ લેવા આ જજ કેટલું ખોટું કરતાં હશે એ વિચારી શકાય, કાયદા વિરોધમાં, સરકારની તરફેણમાં કામ નહીં કરતા હોય એમ કોઈ કહીં શકે? આવું નીચલી અદાલતોની પણ હાલત છે. જજ, મેજિસ્ટ્રેટ નિરપેક્ષ હશે એમ કહેવું અઘરું હોય છે. ક્યાક આમાં કેટલાક જજ ડરપોક હોય છે કે, લાંચ રૂશ્વત લેતા હોય છે. કે પછી બીજી કોઈ લાલચમાં આવી ખોટા ચુકાદા આપતાં હોય કે કોઈને હેરાન કરતાં હોય છે. આમાં હેરાન તો નાનાં અને સામન્ય માણસોને જ થવું પડતું હોય છે.

¶ કેવાં સંજોગોમાં જજ અને મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરીયાદ ન કરી શકાય:

જજ અથવા મેજિસ્ટ્રેટ કોઈ ચુકાદો આપે, કોઈ હુકમ જાહેર કરે, ચુકાદો એક પક્ષનાં તરફી હોય અને એક પક્ષનાં વિરોધમાં હોય, કે પછી તમને લાગે કે આ જજ કે મેજિસ્ટ્રેટમાં આ વિષયનું નોલેજ નથી, કશી ખબર પડતી નથી, તો આવાં કોઈ સંજોગોમાં તમે એ જજ કે મેજિસ્ટ્રેટની વિરુદ્ધ ફરીયાદ ન કરી શકો, હા તમને ચુકાદાથી વાંધો હોય તો, ચુકાદા વિરુઘ્ધ, રીવ્યુમાં, અપીલમાં, રીવજનમાં કે પછી જે પણ કાયદામાં જોગવાઇ છે એમ ઉપલી અદાલતમાં એ ચુકાદાને પડકારી શકો છો પણ જો ચુકાદો તમારી વિરુદ્ધમાં આવે છે તો એ આધાર પર તમે જજ કે મેજિસ્ટ્રેટની વિરુદ્ધ ફરીયાદ ન કરી શકો.

¶ કેવા સંજોગોમાં ફરીયાદ કરી શકાય.

સૌથી મહત્વનુ છે કે, જજ કે મેજિસ્ટ્રેટનુ વર્તન, વ્યવહાર એક તરફી હોય, એટલે કે બાયસ વ્યવહાર હોય, એમનુ વર્તન ન્યુટ્રોલ ન કહી શકાય એવું હોય, જેમ કે, તમારી વાત મુકવાનો મોકો આપવામાં ન આવતો હોય, તમને બોલતાં અટકાવી દેતા હોય, તમારી વાતને ગંભીરતાથી ન લેતા હોય, તમારી સાથે મિસબિહેવ કરતાં હોય, એક પક્ષને મદદ કરતાં હોય એમ લાગતું હોય, તમને વારેઘડીએ રોકટોક કરવામાં આવતી હોય, શું કહેવા માંગું છું એ તમે સમજી શકો છો ને, જાણી જોઈને તમને હેરાન કરતા હોય ને એમનું વર્તન એક તરફી હોય, એક પક્ષને આડકતરી રીતે મદદ કરતા હોય, કાયદામાં જોગવાઇ છે તમને તમારી વાત મૂકવા પૂરતી તક આપવામાં આવે પણ જો એમ ન થતું હોય, તમને તમારી વાત મુકવા મોકો ન મળ્યો હોય, એવું કોઈ વર્તન જે કાયદાકીય નથી, તમને લાગે છે કે, આમાં ન્યાય નહીં મળે, કે એક તરફી ચુકાદો આવશે, આવું વર્તન એકવાર નહીં પણ વાંરવાર થાય ત્યારે, અને તમને લાગે છે કે, આ અન્યાયી વલણ છે. ત્યારે તમે એ જજ કે મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરીયાદ આપી શકો છો.

¶ જજ – મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરીયાદ ક્યાં આપવી?

હાઈકોર્ટમાં રજીસ્ટર વિજિલન્સ કરીને એક ડિપાર્ટમેન્ટમાં હોય છે. ત્યાં તમે આ જજ – મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ આપી શકો છો, અને જો કોઈ હાઈકોર્ટ જજ દ્વારા જ આવું વર્તન કરવામાં આવે તો ચીફ જસ્ટિસને ફરીયાદ કરી શકો‌ છો. આજ રીતે સુપ્રીમ કોર્ટમાં પણ.

¶ ફરીયાદ કેવી રીતે આપવી :

– ફરીયાદ તમારે લેખીતમાં જ આપવી જેમાં એક અરજી લખવી જેમાં તમારું નામ, સરનામા જેવી તમારી જરૂરી માહિતી લખવાની
– કંઈ કોર્ટમાં કેસ છે અને જજ – મેજિસ્ટ્રેટ કોણ છે એનું નામ અને હોદ્દો લખવો.
– કેસની પુરી વિગત, ક્યાં કેસમાં ફરીયાદ કરો છો.
– તમારી સાથે થયેલ વ્યવહારની પુરી વિગત, કારણો સાથે રજુઆત.
– જે પણ એવિડ્યન્સ, સબુત, ગવાહ, જે પણ પુરવા હોય એ જોડવા
– આ બધા સાથે એક એફીડેવીટ ફરજિયાત આપવું પડશે.
– આટલું કરીને ફરીયાદ કરી દો, પરીણામ મળશે

© નેલ્સન પરમાર
૭૮૭૪૪૪૯૧૪૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *