વોટ્સએપ સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં આઈટી નિયમો પર રોક લગાવવાની માંગ.

વોટ્સએપે ભારત સરકાર વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે. જેમાં આજથી લાગુ થતા નવા આઈટી નિયમો પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. વોટ્સએપે ભારત સરકાર પર આ કેસ મંગળવાર 25મેએ ફાઈલ કર્યો છે. મેસેન્જર એપના કહેવા પ્રમાણે નવા નિયમો યુઝર્સની પ્રાઈવસી પર અસર કરી શકે છે. વોટ્સએપ તરફથી ભારત સરકાર વિરૂદ્ધ દિલ્હીમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં વોટ્સએપે સરકારને બુધવારથી જાહેર થનારા રેગ્યુલેશંસને ના લાગુ કરવાની માંગ કરી છે. નવા નિયમ હેઠળ સરકારે ફેસબુકની માલિકીના હક ધરાવતી કંપનીને પ્રાઇવેસી રૂલ્સ પાછળ હટવા કહ્યુ છે. આ કેસમાં દિલ્હી હાઇકોર્ટને એમ જાહેર કરવા કહેવામાં આવ્યુ છે કે નવા નિયમમાંથી એક ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલી ગુપ્તતાના અધિકારનું ઉલ્લંઘન છે. આવુ એટલા માટે કારણ કે નવા નિયમ અનુસાર, જ્યારે સરકાર માંગ કરે તો સોશિયલ મીડિયા કંપનીઓએ કોઇ સૂચના સૌથી પહેલા શેર કરનારાની ઓળખ કરવી પડે છે.

કાયદા અનુસાર, વોટ્સએપને માત્ર તે લોકોની ઓળખ જણાવવાની છે, જેમની પર ખોટી જાણકારી શેર કરવાનો વિશ્વસનીય આરોપ છે પરંતુ વોટ્સએપનું કહેવુ છે કે તે આમ નથી કરી શકતા. વોટ્સએપ અનુસાર, તેમના મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ એટલે કૂટ ભાષામાં હોય છે, તેમનું કહેવુ છે કે નવા નિયમનું પાલન કરવા માટે તે મેસેજ મેળવનારાઓ માટે અને મેસેજને સૌથી પહેલા શેર કરનારાઓ માટે એન્ક્રિપ્શનને બ્રેક કરવુ પડશે. દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી એપના પ્રવક્તાએ કહ્યું કે, ‘મેસેન્જીંગ એપના ચેટને ટ્રેસ કરવા માટે કહેવું વોટ્સએપ પર મોકવામાં આવેસા દરેક મેસેજનું ફિંગરપ્રિન્ટ રાખવા સમાન છે. જે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને તોડી દેશે અને લોકોની પ્રાઈવસીના રાઈટ્સને ખતમ કરી દેશે.’ વોટ્સએપ સતત સિવિસ સોસાયટી અને દુનિયાભરના નિષ્ણાંતોની સાથે એ વસ્તુઓનો વિરોધ કરે છે જે તેના યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરે છે. પ્રવક્તાએ કહ્યું કે, ‘આ વચ્ચે અમે લોકોને સેફ રાખવાના ઉદ્દેશથી વ્યાવહારિક સમાધાનો પર ભારત સરકારની સાથે એન્ગેજ રહીશું. જેમાં વેલિડ લીગલ રિક્વેસ્ટનો જવાબ પણ આપીશું.’

આ પણ વાંચો – બ્લેક ડે : દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા, ફરી વિરોધ તેજ કરશે અન્નદાતા

હજુ સુધી આ ખબર નથી પડી કે કોર્ટ આ અરજી પર ક્યારે સુનાવણી કરશે. સંવેદનશીલતાને જોતા પોતાની ઓળખ જાહેર કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. વોટ્સએપના પ્રવક્તાએ આ મામલે નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. જોકે, આ કેસ ભારત સરકારના ફેસબુક, ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલા ટકરાવને વધારી શકે છે.

ભારત સરકારના નવા આઇટી નિયમોનું પાલન કરીશું : ફેસબુક

ફેસબુકે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તે ભારત સરકારની ઓનલાઇન કન્ટેન્ટને રેગ્યૂલેટ કરવાની જે નવી નીતિ છે તેનુ પાલન કરવા માટે અમે તૈયાર છીએ. કેન્દ્રની નવી નીતિનું પાલન ન થાય તો સોશિયલ મીડિયા સાઇટ સામે કાયદેસરના પગલા લેવામાં આવી શકે છે. ફેસબુકના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતંુ કે આઇટી નિયમોનું પાલન થાય તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ. આ મામલે અમારી ચર્ચા જારી છે અને જે પણ અડચણો છે તેને દુર કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે 25મી મે અંતિમ તારીખ આપવામાં આવી હતી. જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા તે મુજબ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપએ મુખ્ય ફરિયાદી અિધકારીની નિમણુંક કરવાની રહેશે. ભારતમાં આ મામલે તેઓએ પોતાના અિધકારીઓને નિમવાના રહેશે. જેઓ વિવિધ ફરિયાદો અંગે જવાબદારી ઉઠાવશે. આઇટી મંત્રાલયના જણાવ્યા અનુસાર નિયમો લાગુ થયાના પહેલા જ દિવસે ફરિયાદ અિધકારીની નિમણુંક કરવાની રહેશે.

Leave a Reply

%d bloggers like this: