પેગાસસ મામલે તપાસ પંચ રચનારું પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય, કેન્દ્રએ તપાસ પંચ ન રચતા અમે પંચની રચના કરીઃ મમતા

  • પેગાસસ મામલે તપાસ પંચ રચનારું પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય, કેન્દ્રએ તપાસ પંચ ન રચતા અમે પંચની રચના કરીઃ મમતા

પેગાસસ જાસૂસી મામલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ તપાસ પંચ રચવાનો આદેશ આપ્યો છે. આ તપાસપંચમાં બે નિવૃત્ત ન્યાયાધીશ સામેલ છે. તે પશ્ચિમ બંગાળમાં ફોન ટ્રેકિંગ, ફોન હેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપોની તપાસ કરશે. મમતાએ દિલ્હી જતા પહેલા કેબિનેટમાં આ નિર્ણય લીધો છે. મમતાએ જણાવ્યું હતું કે અમે ઇચ્છતા હતા કે પેગાસસ જાસૂસી કૌભાંડની તપાસ માટે કેન્દ્ર પંચ બનાવે, પરંતુ કેન્દ્ર કશું કરી રહ્યું નથી. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મદન લોકુર તેના વડા હશે. જ્યારે કોલકાતા હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિરમય ભટ્ટાચાર્ય બીજા સભ્ય હશે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે પેગાસસ માધ્યમથી કોર્ટ અને નાગરિક સમાજ સહિત બધા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અમને આશા હતી કે સંસદ દરમિયાન કેન્દ્ર એસસી નિરીક્ષણ હેઠળ તપાસ કરશે, પરંતુ તેમણે તે ન કર્યુ. પશ્ચિમ બંગાળ આ તપાસ પંચ શરુ કરનારું પ્રથમ રાજ્ય છે.

આ પણ વાંચો : સંજય રાઉતે ઉધ્ધવ ઠાકરેના જન્મ દિવસ પર કહ્યું દેશનુ નેતૃત્વ કરવા માટે સક્ષમ છે ઉધ્ધવ ઠાકર

મમતાએ જણાવ્યું હતું કે આ પેનલ તપાસ કરશે કે હેકિંગ કોણે કરી. તેમણે કેવી રીતે કરી અને લોકોનો અવાજ કેમ દબાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તપાસ આયોગ અધિનિયમ હેઠળ પેનલની રચના કરવામાં આવી રહી છે. દિલ્હી જતાં પહેલા કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મમતા બેનરજી આજે દિલ્હી પહોંચી ગઈ છે. તે ૨૮મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની છે. દિલ્હી જવા રવાના થતાં પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે મંત્રીમંડળની વિશેષ બેઠક બોલાવી. મમતા બેનરજી ૨૯ જુલાઈ સુધી દિલ્હી રહેશે. તે પોતાના પ્રવાસ દરમિયાન વિપક્ષી નેતાઓને પણ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *