ગુજરાતનાં જાણીતાં એવાં સુપ્રસિદ્ધ મિમિક્રી આર્ટિસ્ટ અને એન્કર મીનુંબેન બારોટ

અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર ( ગાંધીનગર ) : ૨૧મી સદી એટલે ટેક્નોલોજીથી બદલવા તરફ જવાની સદી અને આવાં સમયમાં કુરિવાજો, અંધશ્રદ્ધાઓ આ બધાંથી છુટકારો મેળવવાની ઉત્તર તક. છતાંય ક્યાંક ને ક્યાંક સ્ત્રીભૂણ હત્યા, મહિલાઓ શોષણ સમાજમાં અવાર-નવાર થતું હોય છે. તોય આવાં કપરાં સમયમાં અનેક સંકટો વિકટ પરિસ્થિતિ વચ્ચે મહિલાઓ માટેનું એક ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતનાં કલોલ શહેરનાં મિમિક્રી આર્ટિસ્ટ મીનુંબેન બારોટ.

નાનપણથી જ મમ્મીનો ઘણો જ સાથ-સહકાર મળ્યો. ક્યારેક ક્યારેક તો મીનુંબેન ની જાણ બહાર એમનાં માતા-પિતા સ્પર્ધામાં નામ લખાવી દેતાં. મીનુંબેન ને નાનપણથી જ ભજનો સાંભળવાનો ઘણો શોખ હતો.કોઈપણ જગ્યાએ સ્પર્ધાઓમાં બધાંની વચ્ચે ગાવામાં, બોલવામાં શરમ અને સંકોચ દૂર થઈ ગયેલ. સ્કુલની સાથે-સાથે આજુબાજુ માં પણ જ્યારે કોઈ ગરબા કે સ્વાધ્યાય હોય ત્યારે મીનુંબેન ને ચોક્કસથી આમંત્રણ મળતું. ક્યારેય સામેવાળા ની અનુકૂળતા ન હોય અને મીનુંબેન આવાં પ્રકારનાં કાર્યક્રમોમાં ના જઈ શકે તો ત્યાં તેમની ઉણપ વર્તાતી. બધાંની વચ્ચે મીનુંબેન ને ઘરકામ, ભણતર અને પોતાની કળા, આ બધાંયને કંઈ રીતે યોગ્ય સમય આપવો એ બરોબર શીખી લીધું હતું.

Mini barot

ભણતર પૂરું થયાં બાદ લેબ ટેક્નેશિયન તરીકે નોકરી ચાલું કરી. હવે મીનુંબેનને માથે લોકોનાં લોહીને પણ ઓળખવાની જવાબદારી હતી. આ બધી જ જવાબદારીઓ વચ્ચે મીનુંબેન નાં લગ્ન થયાં. લગ્નજીવનની સાથે-સાથે ઘરકામ, ટેક્નેશિયન ની જોબ. આ બધાંની વચ્ચે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ટેલિવિઝન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ભાભીજી ઘર પર હૈ, ડોરેમોન વગેરે કાર્ટૂન, ફિલ્મો, સિરિયલો જોતાં અને નાનપણની આદત મુજબ મિમિક્રી કરતાં. ધીમે-ધીમે પોતાનાં કળાની ઓળખ થઈ અને વધારે રસપ્રદ લાગ્યું. પણ, આ બધું જ ઘરની ચાર દીવાલો વચ્ચે હતું. મીનુંબેન નાં પરિવારે એમની બધી જ કળાને અને એમનાં સપનાઓને પારખી લીધાં હતાં.

મીનુંબેન ની આ ધગસ જોઈને એમનાં પરિવારજનો એ એમની આ કળાને લોકો સુધી પહોંચાડવા માટે સલાહ આપી. દરેકનાં સાથ-સહકાર અને સહયોગથી ધીમે ધીમે નાનાં સ્ટેજ પ્રોગ્રામથી લઈને મોટાં કાર્યક્રમો સુધી પરર્ફોમન્સ કરવાં લાગ્યાં તથા સમગ્ર ગુજરાતભરમાં મીનુંબેન ( જુનિયર દયાબેન ) નાં નામથી જાણીતાં થયાં. જુનિયર દયાબેન નાં નામથી ફેમસ થયેલાં મીનુંબેન અલગ-અલગ પ્રકારનાં કલાકારોની અને કાર્ટૂનની મિમિક્રી કરે છે. જેમકે… ડોરેમોન, સીનચેન, નોબીતા, છોટાભીમ, દિપિકા પાદુકોણ, કંગના રાણાવત, લતા મંગેશકર, આશા ભોંસલે, અંગુરી ભાભી વગેરે… બધાંના આશિર્વાદ થી થોડાં વર્ષો પહેલાં જ મીનુંબેન એ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નાં સિરિયલમાં દયાભાભી નાં રોલ માટે એપ્લાય કર્યુ છે.

સાથે આ હતાં મીનુંબેન બારોટ. જેમણે ગુજરાતનાં તથા ગુજરાતની બહારનાં અનેક નામાંકિત કલાકારો સાથે કામ કર્યુ છે. મીનુંબેન ને ઘણાં એવોર્ડ્સ સાથે સર્ટિફિકેટ પણ અલગ-અલગ કેટેગરીમાં પ્રાપ્ત કરેલ છે. મહિલાશક્તિ નું એક ઉત્તમ ઉદાહરણ એવાં સુપ્રસિદ્ધ મિમિક્રી આર્ટિસ્ટ અને એન્કર શ્રી મીનુંબેન બારોટ ને હું મિલાપ ટાટારિઆ ટાઇગર ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *