લોકોના આંસુ પાણી; બાદશાહના આંસુ મોતી?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર: સોશિયલ મીડિયા ઉપર વીડિઓ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના બલરામપુર ખાતે 29 મે 2021ની સાંજે બે વ્યક્તિઓએ કોરોના દર્દીનું શબ રાપ્તી નદીના પુલ ઉપરથી નદીમાં ફેંક્યું હતું; એક વ્યક્તિએ PPE કિટ પહેરી હતી. પોલીસે શબ ફેંકનાર સામે ગુનો દાખલ કર્યો છે. મૃતક પ્રેમનાથ મિશ્રનું મોત સિધ્ધાર્થનગર જિલ્લા હોસ્પિટલમાં 28 મે ના રોજ થયું હતું.

સવાલ એ છે કે પરિજનોને; પોતાના સ્વજનનો દેહ નદીમાં શામાટે ફેંકવો પડે છે? પરિજનોને શામાટે વિવશ થવું પડે છે? અંતિમવિધિનો ખર્ચ ભોગવી ન શકે; એવી કંગાળ આર્થિક સ્થિતિ ઊભી કરનાર સરકારની કોઈ જવાબદારી હોય કે નહીં? શબ નદીમાં ન ફેંકાય તે માટે પોલીસ કેસ કરવાથી આ પ્રવૃતિ અટકી જશે? લોકો બીજો રસ્તો શોધશે. ગંગા નદીને જ શબવાહિની બનાવી દેશે; કેટલાંને એરેસ્ટ કરશો?

આ પણ વાંચો – ઈમરજન્સીમાં એલોપથીનો જોટો જડે એમ નથી અને આ તકલીફોમા આયુર્વેદ શ્રેષ્ઠ છે – ડો. મિતાલી સમોવા

ઉકેલ શું? મહામારીના સમયે જિલ્લા તંત્રએ અંતિમવિધિની વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર મેડિકલ સ્ટાફ/બેડ/દવાઓ-ઈન્જેક્શન/ઓક્સિજન/વેન્ટિલેટર વગેરે સુવિધાઓ નાગરિકોને ન આપી શકે; પણ અંતિમવિધિની વ્યવસ્થા તો કરી શકેને?રડવાથી સમસ્યાનું સમાધાન ન થાય. બાદશાહ આંસુ સારે છે; લોકો રડી રહ્યા છે. લોકોના આંસુ પાણી; બાદશાહના આંસુ મોતી?rs

Leave a Reply

%d bloggers like this: