અમદાવાદના રાકેશ ગોસ્વામીની વિશ્ર્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં રાષ્ટ્રીય કારોબારી મેમ્બર તરીકે નિમણૂક

વિશ્વ ગુજરાતી સમાજ એ છેલ્લાં 33 વર્ષ થી વિશ્વ ના 125 દેશોમાં વસતા ગુજરાતીઓ નું નેતૃત્વ કરતી સંસ્થા છે. ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી તેના મુખ્ય સંવર્ધક તરીકે સેવા આપે છે. અત્યારે હાલ આદરણીય શ્રી સી.કે પટેલ સાહેબ આ સંસ્થા ના પ્રમુખ પદે થી તેનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમણે આટલા વર્ષો માં સૌ પ્રથમવાર યુથ વિંગ ની રચના કરી ને સૌ પ્રથમ કન્વીનર તરીકે શ્રી પૌરસ પટેલ ની નિમણૂક કરી ને યુવાનો ની શક્તિ ને વિશ્વસ્તર પર ઉજાગર કરવા માટે ની તક આપી છે.ત્યારે આ સંસ્થા ના માધ્યમથી વિશ્વભર માં વસતા ગુજરાતી યુવાનો ને સામાજિક સમરસતા ના ઉદેશ્ય સાથે પોતાની લીડરશીપ કરવા, સત્ય ની સાથે રહી ને સમાજ અને રાષ્ટ્રનિર્માણ ના કાર્યો કરી ને વિશ્વભરમાં ગુજરાતીઓ નું ગૌરવ વધારતા રહેવા માટે કાર્ય કરે છે.

Rakesh goswami

વર્ષ 1989 થી એટલે કે છેલ્લા 33 વર્ષો થી વિશ્વના હાલમાં 133 દેશોમાં ગરવા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા કે જેના મુખ્ય સંવર્ધક તરીકે હાલના માનનીય વડાપ્રધાન અને તે સમયે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી કે જેમણે દેશ વિદેશ માં ભારત નો ડંકો વગાડ્યો છે એવા ગુજરાત ના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સેવા આપેલ છે તેવી આંતરાષ્ટ્રીય સંસ્થા —વિશ્વ ગુજરાતી સમાજ ના માનનીય પ્રમુખ શ્રી સી.કે. પટેલ જી એ Youth Wingના બાહોશ કન્વીનર ભાઈ સમાન Paurash Patel સાથે ચર્ચા કરી આ બાબતે શ્રી આકાશ પટેલ Akash Patel દ્વારા સંગઠન કો-ઓર્ડીનેટર ની જવાબદારીના ભાગરૂપે સંકલન ની ભૂમિકા ભજવીને વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગમાં રાષ્ટ્રીય કારોબારી મેમ્બર તરીકે રાકેશ ગોસ્વામીની નિમણુક કરી છે તે બદલ રાકેશભાઈ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને રાષ્ટ્રના વિકાસની યાત્રામાં સહભાગી થઈ જનસેવાના મંત્ર સાથે અને વિશ્વ આખા માં વસતા ગુજરાતીઓ ની સેવા કરવાનો જે મોકો આપે મારી નિમણુક થકી આપ્યો છે એ બદલ અમે આભારી છીએ. વિશ્વ ગુજરાતી સમાજ ના દરેક લક્ષ્યાંક પર સક્રિયતાથી કામગીરી કરીને સંસ્થાને દરેક પ્રકારે યોગદાન આપવા કટિબદ્ધ છીએ.

Rakesh goswami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *