વિરાટ-અનુષ્કાએ પાંચ દિવસમાં પાંચ કરોડ રુપિયા ફંડ એકત્ર કર્યું. NGO દ્રારા કરશે મદદ

કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ, સમાજસેવકો અને કેટલાંક સેલિબ્રેટ લોકો પણ મદદે આવી રહ્યા છે. આપણે આગળ જોયું કે, સોનું સુદ એ ઘણી મદદ કરી અને હજું પણ કરી રહ્યો છે હવે દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા સામે આવ્યાં છે અને એમણે શરુ કરેલા ડોનેશન કેમ્પેઈનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. વિરાટ અને અનુષ્કાએ જાહેર કર્યુ હતુ કે, અમારુ લક્ષ્ય સાત દિવસમાં સાત કરોડ રુપિયા એકઠા કરવાનુ છે. સુપર સ્ટાર દંપતિએ તેની શરુઆત પોતે બે કરોડ રુપિયા આપીને કરી હતી. જોકે હવે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને પાંચ જ દિવસમાં તેમણએ પાંચ કરોડ રુપિયા એકત્રિત કર્યા છે. હવે બે દિવસમાં આ ટાર્ગેટ પુરુ કરવા માટે તેમને બીજા બે કરોડ રુપિયાની જરુર છે.

આ પણ વાંચો – લો બોલો….! પીએમ કેર ફંડથી ફરિદકોટ મોકલવામાં આવેલા 80માં 71 વેન્ટિલેટર્સ ખરાબ નીકળ્યાં

આ રકમને વિરાટ તથા અનુષ્કા એક એનજીઓને આપશે.જેમાંથી જરુરિયાતમંદોને ઓક્સિદન, દવાઓ અને વેક્સીનેશન માટે મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં ચારે તરફ લોકો બેહાલ હોવાથી અનુષ્કા શર્માએ પોતાનો જન્મ દિવસ પણ સેલિબ્રેટ નોહોતો કર્યો. અનુષ્કાએ કહ્યુ હતુ કે, લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સેલિબ્રેશન યોગ્ય નથી. આમ આ સેલીબ્રટી કપલ લોકોને મદદ કરવા આગળ આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *