હાઈકોર્ટે ગંભીર ગેરરીતીની ટીકાઓ કરેલ છે તેવા પોલીસ અધિકારીઓને પ્રમોશન. વાલજીભાઈ પટેલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર

Council for Social Justice J-603 Shilalekh Flat, Shahibaug, Ahmedabad-380004 (M) 9426412600 

વાલજીભાઈ પટેલ :  એટ્રોસીટી ના કેસોમાં જેમની વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટે ગંભીર ગેરરીતીની ટીકાઓ કરેલ છે તેવા Dy.Sp. ફાલ્ગુની પટેલ, D.S.P. સચીન બાદશાહ અને . D.S.P. હસમુખ પટેલ, ને DSP,DIG અને એડીશનલ DGP ના પ્રમોશન

પ્રતિ, To, માનનીય શ્રી વિજયકુમાર રૂપાણી Hon. Chairman, મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય National Commission for SC સુવર્ણ સંકૂલ-1 ગાંધીનગર. Loknayak bhavan,khan Market,New Delhi.

આપ એક બાજુ ગુજરાતનાં વહીવટી તંત્રને પારદર્શક અને ભ્રષ્ટાચાર મૂક્ત બનાવવાની જાહેરાતો કરો છે. ત્યારે બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટે ગેરરીતીઓ કરવા બદલ જેમની વિરૂધ્ધ ગંભીર ટીકાઓ કરીછે તેવા દસ્તાવેજી પૂરાવાઓ રેકર્ડ ઉપર હોવા છતાં, આવા ઉચ્ચ સરકારી અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાને બદલે ગુજરાત સરકાર તેમને DIG, DSP, અને એડીશનલ DGP ના પ્રમોશન આપી રહી છે. તેનું કારણ શું? દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કરૂછું.

Valjibhai patel
પ્રતિકાત્મક તસવીર

(1) Dy.Sp. ફાલ્ગુની પટેલ બન્યા D.S.P.
તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના ભીમાસર ગામે દલિતોના વરઘોડાને રોકવાના બનાવમાં દલિતોને અપમાનિત કરતી ગાળો બોલતા વિડિયોના પ્રસારણથી ચર્ચામાં આવેલા DY.Sp. ફાલ્ગુની પટેલ વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ તા-06/01/2015ના રોજ ગંભીર ટીકાઓ કરતું જજમેન્ટ આપેલ છે. જજમેન્ટમાં વિગતો જણાવેલ છે કે, ખેડા જિલ્લાના માલાવાડા ગામમાં અનુસુચિત જાતિના મકાનો ઉપર તા-30/10/2014ના રોજ સવર્ણો એ પથ્થરમારો કરી તેમના ઘરોમાં તોડફોડ કરેલી. ત્યારે આ ફાલ્ગુનીબેન પટેલ ખેડા જીલ્લામાં એસ.સી./એસ.ટી. સેલના DY.Sp. હતા. તેઓ 18 આરોપીઓને લઈને માતરની કોર્ટમાં રજૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ તેમની ગાડી રોકી અને આ ધારાસભ્યે Dy.Sp. ફાલ્ગુની પટેલને હિન કક્ષાએ અપમાનિત કરી આરોપીઓને છોડી મૂકવા હુકમ કર્યો.. બીજે દિવસે અખબારમાં આ સમાચાર છપાયા. જેના આધારે આ ધારાસભ્ય વિરૂધ્ધ ફોજદારી ધારાની કલમ-186 હેઠળની કાર્યવાહી કરવાની માગણી કરતી ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશન દાખલ થઈ. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ નોટીસ કરી Dy.Sp ફાલ્ગુની પટેલને કોર્ટ રૂબરૂ હાજર થવા હુકમ કર્યો. તા-19/11/2014 ના રોજ ફાલ્ગુની પટેલ હાઈકોર્ટ રૂબરૂ હાજર થયા. અને નામદાર કોર્ટે બનાવ અંગે પૂછતાં ફાલ્ગુની પટેલ રડમસ ચહેરા સાથે ધારાસભ્યે તેમની સાથે કરેલ ગંભીર ગેરવર્તનની કોર્ટમાં કબૂલાત આપી બનેલ બનાવનું કોર્ટ સમક્ષ સંપૂર્ણ વર્ણન કર્યું. જે નામદાર હાઈકોર્ટે જજમેન્ટ ના પેરા નં-13 માં નોંધેલ છે.

Dy.Sp. ફાલ્ગુની પટેલનું કોર્ટ રૂબરૂ આપેલ સ્ટેટમેન્ટ .
જજમેન્ટ પેરા નં-13
Today when the matter is called out, Ms. Falguni Patel, the Deputy Superintendent of Police, kheda is personally present.
“ The Dy.Sp. ‘ CONFIRMS the ALLEGATIONS LEVELLED BY THE PETITIONER INTHIS PETITION AGAINST AN MLA ONE SHRI KESARISING SOLANKI. I PERMITTED THE Dy.Sp. TO EXPLAIN EXACTLY WHAT HAD TRANSPIRED ON THE FATEFUL DAY.
“ The Dy.Sp.submits that after the incident, around 18 persons arrested and they were being taken to the Matar court for their production before the Magistrate. The Dy.Sp. further submit that while on their way the police van was intercepted by the MLA Shri Kesarisinh Solanki and all the accused persons were asked to get down from the van, which was opposed by the Dy.Sp.. The Dy.Sp. further submits that the accused pearsons refused to get down from the van and at that point of time the MLA Shri Kesarisinh Solanki “ misbehaved very badly.” She submits that the MLA threatened her saying that the accused persons were his men and they could not have been rounded up like that. I inquired with the Dy.Sp., whwther such incident was reported by her to the District Superintendent of Police or not ? The Dy.Sp. states that She orally informed the District Superintendent of Police, however nothing is on paper.

“ If the allegation are believed to be true, it not only amount to behavious unbecoming of a Representative of the people but it would also constitute an offence under section 186 of the Indian penal code i.e. obstructing a public servant in discharge of his official duty. “

આમ સદર ધારાસભ્યનું કૃત્ય એક સરકારી અધિકારીને તેની કાયદેસરની સરકારી ફરજ બજાવવામાં અવરોધ કરવાનું હોઈ ફોજદારી ધારાની કલમ-186 હેઠળનો પ્રથમ દર્શિય ગુનો બને છે. અને આમ છતાં સદર ધારાસભ્ય વિરૂધ્ધ ફોજદારી ધારા હેઠળ કોઈ જ કાર્યવાહી ન થયેલ હોઈ કે કોઈ ગુનો નોંધાયેલ ન હોઈ તેની ગંભીર નોંધ લઈ નામદાર હાઈકોર્ટે આશ્ચર્ય અનુભવતા તેમના હુકમમાં લખેલ છે કે,
“ I fail to understand why the Dy.S.P. did not deem fit to immediately lodge a private complaint in the court of the Magistrate for the offence under Section 186 of the Indian penal code.”
નામદાર હાઈકોર્ટે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, અને ડી.એસ.પી સચિન બાદશાહ, ને મુદ્દતમાં હાજર થવા હુકમ કર્યો. અને ધારાસભ્ય, D.S.P.તેમજ Dy.Sp. ફાલ્ગુની પટેલ બધા જ મુદ્દતે કોર્ટમાં હાજર થયા. અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ તેમજ ફાલ્ગુની પટેલ એ હાઈકોર્ટ સમક્ષ તેમની લેખિત એફીડેવિટો ફાઈલ કરી. જેમાં ચોંકાવનારી બાબત એ છે કે, . આ લેખિત એફીડેવીટમાં Dy.Sp. ફાલ્ગુની પટેલ એ નામદાર કોર્ટ સમક્ષ તા-19/11/2014 ના રોજ ધારાસભ્ય વિરૂધ્ધ ગેરવર્તન કર્યાના જે આક્ષેપો કરતી જુબાની આપેલી તેમાંથી આ ફાલ્ગુની પટેલ ફરી ગયા. અને પોતાની લેખિત એફીડેવીટ્મા જણાવ્યુ કે, ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીએ તેમની સાથે કોઈ જ અસભ્ય વર્તન કરેલ નથી. Dy.Sp. ફાલ્ગુની પટેલે હાઈકોર્ટ સમક્ષ નોંધાવેલ નિવેદનમાથી ફરી જઈ, અને કોર્ટ સમક્ષ તદ્દન ખોટી લેખિત એફિડેવીટ કરી ને સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્યને બચાવી લીધા. જેની નામદાર હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી.

High Court of Gujarat
DY.Sp. ફાલ્ગુની પટેલ એ હાઈકોર્ટ સમક્ષ કરેલ કબૂલાત પછી . રજૂ કરેલ ખોટી એફિડેવીટ
જજમેન્ટ પેરા નં-16
“ However , the most shoking and unfortunate part of the matter is the affidavit –in -reply filed by the Deputy Superintendent of police, viz., MS. Falguni Patel. . In her affidavit-in-reply, She has inter-alia, stated as under:- …
“ I , Falguni Patel , daughter of Shree Rameshbhai Patel, aged 31 years.–
(6) I say that enroute to Matter, the convoy that had left from Limbasi Police Station was at the roundabout of Traj village , met by a car approaching from the direction of Matar (towards Limbasi). One Shri Kesarisinh Jesingbhai Solanki , who was in the said car ,got down and requested to speak with the undersigned deponent. The said Shri Kesarisinh Jesingbhai Solanki informed the undersigned deponent at Limbasi Police Station . The said Shri Solanki stated that he had been informed by his persons in Limbasi that the accused (being respondent nos.6 to 23) ,had been arrested based on false complaints and without any investigation. He asked the accoused persons to get down from the police van but, the undersigned deponent resisted the same demands of the said Shri Solanki and informed him to refrain from interfering in performance of duty of a government servant. Therefore the said Shri Solanki did not insist on the said demand , The said Shri Solanki, in a high pitched voice alleged that the accused persons had been falsely arraigned in the offence and that proper in ivestigation should have been conducted before arresting the accused. The undersigned deponent informed the said Shri Solanki that she was doing her duty and, that the accused persons had been arrested after proper preliminary investigation. Thereafter , the said Shri Solanki got back into his car and drove away on the highway towards Limbasi village. The police convoy with the accused persons left for matter. “
(7) Thereafter, the accused persons were produced before the Hon’ble JMFC, Matar at around 6.00 pm.
(8) “ I say that in view of the fact that the events took place in the spur of the moment, and though the events were Not Serious and further were without any consequence or repercussion, the undersigned deponent deemed it appropriate to informally informher immediately higher officer, i.e. the superintendent of police (SP), Kheda-Nadiad, and did the same . The SP inquired as to whether the undersigned deponent desired to register a formal complaint, the issue ,not being a serious one , the undersigned deponent expressed her unwillingness to lodgea formal complaint.”
આમ તા-19/11/2019 ના રોજ રડમશ ચહેરા સાથે હિંમત પૂર્વક ખૂલ્લી કોર્ટ માં ધારાસભ્ય કેશરીસિંશ સોલંકી વિરૂધ્ધ તેમની સાથે ખૂબજ ગંદીરીતે અસભ્ય વર્તન કર્યાનું સ્ટેટમેન્ટ આપનાર Dy.Sp. ફાલ્ગુની પટેલને થોડાક દિવસો બાદ સરકાર ના અને ઉચ્ચ અધિકારીના દબાણ હેઠળ ફરી જતાં જોઈ, તેની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટ ના જસ્ટિસ પારડીવાલા તેમના જજમેન્ટ માં લખે છે કે,
જજમેન્ટપેરા-17
“ Thus, it appears that on 19 th November, 2014 the “ Dy.Sp. was bold enough to make a statement in the open court that the MLA shri kesharisinh Solanki had misbehaved With her very badly a span of few days, the tables turned and the Dy.Sp. now says that nothing of that sort had happened on the fateful days. There is nothing unusual about the same, It appears that on account of some pressure from the Government or from her superiors, the officer has softened her stance, which is not befitting an honest and a courageous Police officer.”
કોઈ રાજ્ય સેવક ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટમાં ખોટી જુબાની આપી અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરે એ ફોજદારી ધારાની કલમ-191,192,193,અને 201 મુજબનો ગંભીર પ્રથમ દર્શિય ફોજદારી અને શિસ્તભંગ નો પણ ગુનો બને છે. એટલું જ નહીં, Dy,Sp. ફાલ્ગુની પટેલ વિરૂધ્ધના આવા ગુનાના દસ્તાવેજી પૂરાવાઓ સરકારી દફતરે હાજર હોવા છતાં, તેની સામે પગલાં ભરવાના બદલે ગુજરાત સરકાર આવા ગંભીર ગુનાના આરોપી Dy.Sp. ફાલ્ગુની પટેલને પ્રમોશન આપી Dy.Sp માંથી D.S.P. બનાવી દે છે. કારણ કે, આ ફાલ્ગુની પટેલે સત્તાધારી ભાજપના એક ધારાસભ્યને કોર્ટ સમક્ષ ખોટી એફીડેવીટ કરી ગુનામાથી બચાવી લીધા છે. માનનીય રૂપાણી સાહેબ, શું આપણે આને પારદર્શક અને ભ્રષ્ટાચાર મૂક્ત વહીવટ ગણીશું ખરા કે?? જજમેન્ટ ની નકલ સામેલ છે॰

Falguni patel DYSP
(2) D.S.P. ગોધરા સચિન બાદશાહ બન્યા D.I.G.
કાયદો કોરાણે મૂકીને રાજકારણીયાઓના કહેવા મુજબ કામ કરવા ટેવાયેલા સચિન બાદશાહનો ઈતિહાસ પણ પહેલાથી ખરડાયેલો છે. Dy.Sp. ફાલ્ગુની પટેલના કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ કરેલ સચિન બાદશાહ વિરૂધ્ધની ટીકા પહેલા તેઓ વર્ષ-2011 માં ગોધરામાં D.S.P. તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે સંતરામપુર ના બોઈડીયા ગામની એક દલિત બહેનને શહેરાના કેટલાક રાજકારાણીયાઑ ઉપાડી ગયા અને તેને 10 દિવસ સુધી જુદા જુદા ફાર્મ હાઉસમાં ફેરવી સત્તાધારી ભાજપના 3 ઉચ્ચ રાજકીય આગેવાનો સહિત 11 લોકોએ આ દલિત બહેન પર બળાત્કાર કર્યો. અને 10 દિવસ બાદ રાત્રે 9 વાગે આ બહેન ને સંતરામપુરમા ફેંકી દીધા. આ દલિત દીકરી જેમ તેમ કરી સંતરામપુર પોલીસ સ્ટેશન પર પહોંચી. અને સંતરામપૂરના ફરજ પરના PSI એ દલિત બહેનની સ્થિતી જોતાં ઝીરો નંબરથી તેમની ફરિયાદ નોંધી લીધી. આ નોંધાયેલ FIR માં પહેલા ત્રણ આરોપી શહેરાના ભાજપના જાણીતા રાજકીય આગેવાનો હતા. શહેરાના ભાજપના નેતાને આ ખબર પડી અને તેમણે ભાજપના મહિલા પાંખના પ્રમુખ સિધ્ધિબેન જોષીને ને કેટલીક બહેનો સાથે પોલીસ સ્ટેશન પર મોકલી અને આ મહિલાઓ રાત્રે 10 વાગે દલિત બહેનને સંતરામપુર પોલીસ સ્ટેશનમાથી ઉપાડી ગયા. એટલે સંતરામપુર પોલીસ સ્ટેશનના PSI એ પોલીસ સ્ટેશન ડાયરીમાં છોકરીને ઉપાડી જવાની નોંધ કરી ઝીરો નંબર થી નોંધાયેલ ફરિયાદ રાત્રે એક વાગે શહેરા પોલીસ સ્ટેશન પર મોકલી આપી. અને શહેરા પોલીસ સ્ટેશનના ફરજ પરના PSO એ આ FIR તેમના રજીસ્ટર માં નોંધી લીધી. શહેરાના ભાજપના નેતાએ શહેરા પોલીસ સ્ટેશનના ફરજ પરના PSI ને સંતરામપુરમાં નોંધાયેલ FIR માંથી ભાજપના ત્રણ આગેવાનોના નામ કાઢી નાંખવાનો હુકમ કર્યો. એટલે PSI અવરદાન ગઢવીએ સંતરામપુરમા નોંધાયેલ ઝીરો નંબરની FIR ને પોતાના રજીસ્ટર માંથી ફાડી નાખી ફેંકી દીધી. અને શહેરા પોલીસ સ્ટેશનમાં નવેસરથી બીજી ફરિયાદ રજીસ્ટર કરી. જેમાં ભાજપના ત્રણ આગેવાનોના નામ બદલી નાંખવામાં આવ્યા અને તેમાં એ ત્રણ આગેવાનોના નામને બદલે અન્ય ત્રણ ના નામ લખી નાંખ્યા. અને દલિત બહેન તેમના કબજામાં હતી એટલે તેની સહી નવી ફરિયાદમાં લઈ લીધી. આ બધું જ કારસ્તાન પકડાઈ ગયું. આવા પ્રથમ દર્શિય ગંભીર ફોજદારી કેસમાં DSP સચિન બાદશાહે આરોપી PSI અને ASI સામે ફોજદારી ગુનો નોંધવાને બદલે, આવા ગંભીર ફોજદારી ગુનાના કૃત્ય ને વહીવટી ભૂલમાં ફેરવી દઈ આ પોલીસ અધિકારીનો રૂપિયા “3000 (ત્રણ હજાર) દંડ અને બે ઈન્ક્રિમેન્ટ બંધ કરી કેસને રફે દફે કરી નાંખ્યો.” અમોને આ ખબર પડી. એટલે આ બધા જ દસ્તાવેજો સાથે કાઉન્સીલ ફોર સોશ્યલ જસ્ટિસને નામે અમે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી અને અમારી દસ્તાવેજી રજૂઆતને ધ્યાને લઈ માનવ અધિકાર પંચે PSI અને ASI વિરૂધ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવાનો હુકમ કર્યો. એટલે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો. અને પીએસઆઇ તેમજ ASI ની ધરપકડ કરી જેલમાં મૂકાયા.હાલ કેસ ચાલે છે. પણ આમાં મુખ્ય આરોપી DSP સચીન બાદશાહ સામે કોઈ જ કાર્યવાહી ન થતાં, અમે ગુજરાત પોલીસ કંપ્લેઈન ઓથોરીટી માં DSP સચીન બાદશાહ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી અને ગુજરાત પોલીસ કંપ્લેઈન ઓથોરીટી એ DSP સચિન બાદશાહને કસૂરવાર ઠેરવી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવા સરકારને હુકમ કર્યો.

DSP સચિન બાદશાહ વિરૂધ્ધ થયેલ હૂકમ . હુકમ તા-28/09/2016
અરજદાર શ્રી વાલજીભાઈ પટેલ અમદાવાદ.
“ તત્કાલિન એસ.પી ગોધરા શ્રી સચિન બાદશાહે શહેરા પોલીસ સ્ટેશનના કસૂરદાર પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ જે તે સમયે તત્કાલ ફોજદારી પગલાં . લીધા નથી તે પૂરતી તેમની ક્ષતિ છે. તેમની આ ક્ષતિ બાબતમાં તેઓ . સામે વહીવટી/ખાતાકીય રાહે યોગ્ય પગલા લેવા અંગે ઓથોરીટીની ભલામણ સરકારશ્રીને મોકલવી. “
આમ સદર DSP સચિન બાદશાહ વિરૂધ્ધ પગલાં ભરવાનો હુકમ હોવા છતાં, ઉપરાંત DY.Sp. ફાલ્ગુની પટેલના કેસમાં પણ ગુજરાત હાઈકોર્ટે તા-16/01/2015 ના રોજ DSP સચિન બાદશાહ વિરૂધ્ધ ધારાસભ્યને બચાવવાના કૃત્ય બદલ ગંભીર ટીકા કરતું જજમેન્ટ આવેલ હોવાના દસ્તાવેજી પૂરાવાઓ રેકર્ડ પર હોવા છતાં, આ રાજકારણીયા ના કહ્યાગરા DSP સચિન બાદશાહને DSP માંથી DIG નું પ્રમોશન મળી ગયું. હવે આવા કાયદાને કોરાણે મૂકીની કામ કરવા ટેવાયેલા આવા DIG ના શાસનમાં કાયદો અને વ્યવસ્થા કેટલા તટસ્થ અને સલામત રહેશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી.
(3) DSP વલસાડ હસમુખ પટેલ બન્યા એડીશનલ DGP
વર્ષ- 2000માં હસમુખ પટેલ DSP તરીકે વલસાડ જીલ્લામાં ફરજ બજાવતા હતા .ત્યારે વલસાડ તાલુકાનાં ચીખલા ગામમાં એક અનુસુચિત જાતિના મીનાક્ષીબેન ગામમાં રેશનીગની દુકાને તા-6/5/2000 ના રોજ કેરોશીન લેવા ગયેલા. આ દુકાનદાર કાળા બજાર કરતો હોઈ તેની વિરૂધ્ધ આ દલિત બહેનના પતિએ ફરિયાદ કરેલી અને તેની સામે કેસ દાખલ થયેલ. આ દાઝ રાખી દુકાનદારે દલિત મહિલા ઉપર હુમલો કર્યો. જેના એટ્રોસીટી કેસમાં આ દુકાનદાર આરોપીને ફોજદારી ધારાની કલમ-506(2)માં 2 વર્ષ ની સજા, કલમ-504 માં 6 માસની સજા, -કલમ-323માં 6 માસની સજા, કલમ-336માં 1 માસની સજા, અને એટ્રોસીટી એક્ટ-હેઠેળ 3 વર્ષની સજાનો હુકમ થયો.આમ કુલ-6 વર્ષ અને એક માસની સજા થઈ. જે સામે દુકાનદારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે DSP હસમુખ પટેલ અને DY.Sp. મલેક વિરૂધ્ધ તપાસમાં દાખવેલ બેદરકારીને કારણે ફોજદારી ધારાની સજા કાયમ રાખી એટ્રોસીટી એક્ટ હેઠળની સજા માફ કરી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો. અને નામદાર કોર્ટે જજમેન્ટમાં DSP હસમુખ પટેલ અને DY.Sp. મલેક વિરૂધ્ધ ગંભીર ટીકા કરી.

જજમેન્ટ પેરા નં-6
“ So far as offence under the Atrocities Act is concerned, it is required to be investigated by an officer no below the rank of Dy.Sp. as mandate by Rule 7 of the Scheduled Caste and Scheduled Tribe ( prevention of Atrocites) Rules-1995 Perusal of the evidence of Haidarbhai Rahimbhai Malek , PW-6 who was at the relavent time working as Dy,Sp. Surat Rural has stated in his examination –in-chief that the entire invstigation investigation including the arrest of the appellant was done by Maheshkumar Babulal Nayak, PW-7 who was PSI in valsad Rural Police Station.
જજમેન્ટ પેરા નં-7
“ In view of the above, when admittedly the investigation is not done by an officer the ramk of Dy.Sp.,the investigation qua officer punishable under the Atrocities Act stand vitiated and the appellant could not have been convicted for having committed offence under section-3 (1) (X) of the Atrocities Act. Accordingly, their conviction under the Atrocities Act. Stands vitiated”
જજમેન્ટ પેરા નં-8
“ So far as the offence punishable under section-323,336,504 and 506 (2)of the IPC and their evidences are consistent and from their respective evidence, the participation of the appellant in the incident is proved by the prosecution. Not only that all the all the material witnesses have very clearly stated role played by the appellant . I am therefore of the view that their conviction under section-323,336,504 and 506(2) of the IPC does warrant any interference.

Vijay rupani

આમ સદર અધિકારીઑ વિરૂધ્ધ હાઈકોર્ટની ગંભીર ટીકાઓ હોવા છતાં તેમને પ્રમોશન આપવામાં આવેલ છે. DSP હસમુખ પટેલ અને Dy.Sp. મલેક સામે કાર્યવાહી કરવા સરકારમાં માગણી કરવા છતાં સરકાર આ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરતી ન હોઈ, અમોએ આ DSP, DY.Sp. અને PSI વિરૂધ્ધ વલસાડની કોર્ટ માં તા-16/09/2019ના રોજ એટ્રોસીટી એક્ટ ની કલમ-4 હેઠળ ફોજદારી કેસ દાખલ કરેલ છે. જે સુનાવણી ઉપર છે. પણ ગુજરાત સરકાર કોઈ જ કાર્યવાહી કરતી નથી. અને આ પોલીસ અધિકારીઓને રક્ષણ આપે છે.
ગુજરાત સરકારના વહીવટી કુશાસનના બે શિરમોર કિસ્સા છે. મંત્રીશ્રી ચુડાસમા ની ધોળકાની ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી ઈલેક્ષન પીટીશનમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સરકાર પાસે માહિતી માગે છે કે, ચૂંટણી પંચના આદેશનો અમલ કરી ખલનાયક ડેપ્યુટી કલેક્ટર ધવલ જાની વિરૂધ્ધ સરકાર દ્વારા શું પગલાં ભરાયા? ત્યારે ગુજરાત સરકાર આવા દોષિત ધવલ જાની વિરૂધ્ધ પગલાં ભરવાને બદલે ડેપ્યુટી કલેકટરમાંથી એડીશનલ કલેક્ટરનું પ્રમોશન આપે છે. જ્યારે બીજી બાજુ ધ્વજ વંદન કરતાં ધારાસભ્યના ખૂનીને સુપ્રીમ કોર્ટે કરેલ જન્મટીપ ની સજા જેલોના IG બારોબાર માફ કરી દે છે. આવું ડીંડવાણૂ જોતાં તો લાગે છે કે, પાકિસ્તાનમાં લશ્કર પ્રભૂત્વ ધરાવે છે ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટ નોકરશાહી નો સિક્કો ચાલે છે.
સૌથી મોટો ગંભીર પ્રશ્ન તો એ છે કે, ગુજરાત સરકાર જેની સૌથી વધુ સંભાળ લેવાનો દાવો કરે છે. એવા છેવાડાના અશ્પૃશ્ય દલિત સમાજ ઉપર થતાં અત્યાચારના કેસોમાં જ આરોપીઓને નિર્દોષ છોડાવવા માટે આ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી ગંભીર ગુન્હાહિત ગેરરીતીઓ કરે છે. ત્યારે માનનીય મુખ્ય મંત્રી સાહેબ, અમે આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે, ગુજરાત સરકાર દલિત સમાજ વિરૂધ્ધ ગુન્હાહિત કૃત્યો કરતાં આવા અધિકારીઓ સામે પગલાં ભરવાને બદલે તેમને પ્રમોશન આપી આપની ગુજરાત સરકાર પ્રજાને અને સરકારી વહીવટી તંત્રને શું સંદેશ આપવા માંગે છે એ જણાવશો ખરા કે ??
બિડાણ-બધા જ દસ્તાવેજી પૂરાવાઓ. આપનો વિશ્વાસુ

અમદાવાદ (વાલજીભાઈ પટેલ)
( સેક્રેટરી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *