વહીવટીતંત્ર ના સહકાર થકી વડોદરામાં મસ્જિદને બનાવી દીધી કોવિડ હોસ્પિટલ

વડોદરા – કોરોના વાઇરસે વધુ એક વખત દેશમાં માથું ઊંચક્યું છે. અને ગુજરાત સહિત વડોદરાને કોરોનાએ ભરડામાં લીધું છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. શહેરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે શહેરની વાડી જહાંગીરપુરા મસ્જિદ ખાતે બરોડા હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત 50 બેડની સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 20 ઓક્સિજન બેડ અને 30 નોર્મલ બેડનો સમાવેશ કરાયો છે. હાલ તેમાં 27 પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વધુમાં જોઈએ તો, દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. એવામાં વડોદરા શહેરમાંથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અહીં એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી તેમની અહીં સારવાર કરવામાં આવી રહી છે. મસ્જિદના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓક્સિજન અને પથારીઓની અછતના કારણે મસ્જિદને કોવિડ હોપ્સિટલમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. રમઝાન મહિનામાં લોકો માટે જે સારું થઇ શકતું હતું તે હું કરી રહ્યો છું.

જહાંગીરપુરા મસ્જિદ ઉપરાંત દારૂલ ઉલૂમમાં પણ 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાના સંચાલકોએ વહિવટીતંત્ર સાથે મળીને આ વ્યવસ્થા કરી છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના દર્દીની ઝડપથી સંખ્યા વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડી ગયા છે. આ મુશ્કેલ ઘડીમાં લોકોની મદદ માટે ઘણા ધાર્મિક સ્થળ આગળ આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે વડોદરામાં જ સ્વામીનાયારણ મંદિરમાં 500 બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોરોના દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે છે અને જરૂર પડતાં તેમને ઓક્સિજન પણ આપવામાં આવે છે.

Leave a Reply

%d bloggers like this: