વડોદરાના વકીલોએ કોર્ટ સંકુલ ખાતે ગેજેટની હોળી કરી હતી. અને કાળો કાયદો પાછો ખેચો..તેવા સુત્રોચાર

અહેવાલ દિવ્યભાસ્કર : લો કમીશન દ્વારા એડવોકેટ એકટમાં સુધારાનો કાયદો કેન્દ્રએ પસાર કર્યો છે. જે અંગેનું ગેઝેટ જારી થતા વકીલોના અસ્તીત્વ પર ખતરો હોવાનું જણાવી વડોદરાના વકીલોએ કોર્ટ સંકુલ ખાતે ગેજેટની હોળી કરી હતી. અને કાળો કાયદો પાછો ખેચો..તેવા સુત્રોચાર સાથે કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.

વકીલોનેનુકસાનકર્તા કાયદો : વડોદરા વકીલ મંડળ દ્વારા આજે ઈન્ડીયન બાર કાઉન્સિલ દ્વારા એડવોકેટ એકટની કલમ-49 એ -1 અને એ-બીમાં જે કોઈ વકીલ ઈન્ડિયન બાર કાઉન્સિલ સામે કે રાજયોના કોઈપણ બાર કાઉન્સિલ સામે તેમજ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જસ્ટીસ સામે કે તેમના તાબા હેઠળ આવેલ ડિસ્ટ્રીકટ તાલુકા લેવલના જસ્ટીસ સામે અપમાનજનક ટીપ્પણી કરે અને આ ટીપ્પણી પ્રીન્ટ મીડિયા કે પ્રેસ મીડિયામાં પ્રસારીત કરે તેવા વકીલ સામે એડવોકેટ એકટની કલમ 35 અને 36 હેઠળ સનદ રદ કરવા માટેનો ગેજેટ બહાર પાડેલ છે. તે વકીલાતના પ્રોફેશન સાથે જોડાયેલા વકીલોને નુકશાનકર્તા હોય,જેના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે આજે ગેઝેટની હોળી કરવામાં આવી હતી.

 આ પણ વાંચો : આપણને બીજા તીર્થરાજ નહીં મળે ! – રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર

વકીલોએ કાળો કાયદો પાછો ખેંચવા માગ કરી હતી.
વકીલોએ કાળો કાયદો પાછો ખેંચવા માગ કરી હતી.

વકીલાતના પ્રોફેશનને અસર : વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યુ હતું કે, ઈન્ડિયન બાર કાઉન્સિલ અને તમામ રાજયોની બાર કાઉન્સિલ વકીલોની માતૃ સંસ્થા છે. આ બંને સંસ્થામાં અરનેસ્ટકુમાર વિ. બિહારનું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટ 498-એ ની કલમમાં આરોપીઓને નુકશાન થતુ હતુ. તેથી આ કલમ પુરતુ જ ઈન્વેસ્ટીગેશન કરી ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં લાવવા તેના બદલે તમામ પોલીસ સ્ટેશનોમાં અને રાજય સરકારના ગૃહ ખાતા દ્વારા સાત વર્ષ સુધીની સજાવાળા તમામ કેસોમાં પોલીસ સ્ટેશનમાં જામીન આપી છોડી દેવાનો જે નિર્ણય કરેલ છે. તેનાથી પોલીસ ખાતામાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધી ગયુ છે. વકીલાતના પ્રોફેસનમાં જોડાયેલા વકીલોને સીધુ જ નુકશાન થઈ રહ્યુ છે.

જજમેન્ટનું ખોટું અર્થઘટન :હાલમાં નેશનલ લીગલ સર્વીસ ઓથોરીટી દ્વારા વર્ષમાં ચાર લોક અદાલત રાખીને વકીલોની ગેરહાજરીમાં પણ કેસોનો નિકાલ કરવામાં આવે છે. આથી વકીલાતના પ્રોફેસનમાં જોડાયેલા વકીલોને ખુબ જ મોટું નુકશાન થયેલ છે. માટે ઈન્ડીયન બાર કાઉન્સીલ અને ગુજરાત બાર કાઉન્સીલે અરનેસ્ટ કુમાર વરસીસ સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટનું ખોટું અર્થઘટન થયેલ છે. તેને અટકાવવા માટે પગલા લે અને લોક અદાલતમાં વકીલોની સંમતી સિવાય કેસો નીકાલ કરવાની પદ્ધતી બંધ કરવા માટે નેશનલ લિગલ સર્વિસ ઓથોરીટીને માહીતગાર કરે અને હાલમાં આ ગેઝેટ પસાર થઈ ગયા બાદ જે તેની સામે વાંધા સુચનો માંગેલ છે તે ડ્યુ પ્રોસેસ ઓફ લો પ્રમાણે ડીફેકટીવ ગણાય જેથી આ ગેઝેટ તાકીદે પરત ખેંચવા પણ વકીલોની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *