વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની ત્રીજી આવૃત્તિની એટલાન્ટા, જ્યોર્જિયા,અમેરિકા ખાતે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત

વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) તેની 3જી આવૃત્તિનું એટલાન્ટા, જ્યોર્જિયા, અમેરિકા ખાતે આયોજન કરી રહ્યું છે. આ સિનેમેટિક કલ્ચરલ ફેસ્ટિવલને ગુજરાત ટુરીઝમ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યું છે. બે વર્ષના અંતરાલ પછી, IGFFની 20મી મેના રોજ ગ્રાન્ડ રેડ કાર્પેટ ઈવેન્ટ સાથે ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. ઓપનીંગ સેરેમનીમાં એટલાન્ટાના જાણીતા હસ્તીઓ, મહાનુભાવો, ગુજરાતી સમુદાય અને ગુજરાતી ફિલ્મ જગતના સભ્યો હાજર હતા. શ્રી માઈક મેસન – મેયર પીચટ્રી કોર્નર્સ, ડૉ. સ્વાતિ કુલકર્ણી – કોન્સ્યુલ જનરલ ઑફ ઈન્ડિયા, એટલાન્ટા, IGFF 2022ના અધ્યક્ષ – ડૉ. નરેશ પરીખ તથા IGFFના સ્થાપક શ્રી કૌશલ આચાર્ય હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે રેડ કાર્પેટ પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ હાજર રહ્યા હતા. જાણીતા ફિલ્મ નિર્માતા અને IGFF ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમેશ શુક્લા, ફેસ્ટિવલ જ્યુરી મેમ્બર ગોપી દેસાઈ અને જય વસાવડા સહિત અન્ય સેલિબ્રિટીઓ જેમ કે ઈશાની દવે, પૂજા ઝવેરી, ચેતન ધાનાણી, દેવકી, ફિલ્મ નિર્માતા નિરજ જોષી હાજર રહ્યા હતા.

IGFF

પ્રથમ દિવસે એટલાન્ટાના 1000 થી વધુ ગુજરાતી સમુદાય આ પ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના સાક્ષી બનવા માટે હાજર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ પ્રશંસનીય ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ ફેસ્ટીવલની ઓપનીંગ ફિલ્મ હતી અને ફિલ્મના લેખક-દિગ્દર્શક પાન નલિન પણ આ પ્રસંગે રેડ કાર્પેટ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા.

IGFF અગાઉ વર્ષ 2018 માં ન્યુ જર્સી ખાતે અને વર્ષ 2019 માં લોસ એન્જેલસ અને ન્યુ જર્સીમાં યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં બંને વર્ષમાં 5000 થી વધુ પ્રેક્ષકોએ હાજરી આપી હતી અને તેઓનો અદભૂત પ્રતિસાદ મળ્યો હતો.

IGFF

21મી અને 22મી મે દરમિયાન ફેસ્ટીવલમાં સીલેકટ થયેલી ફિલ્મો દર્શાવવામાં આવશે. લોકલ કમ્યુનીટી અને પ્રેક્ષકો ફિલ્મોની સ્ક્રીનિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે તેમજ 22મી મેના રોજ એટેલ કે ફેસ્ટીવલના અંતિમ દિવસે એવોર્ડ સમારોહ સાથે ગ્રાન્ડ ક્લોઝિંગ નાઈટ યોજાશે. IGFF દરેક ઓફીશીયલ કોમ્પીટીશન કેટેગરી માટે એક વિશિષ્ટ ગ્રાન્ડ પ્રાઈઝ વિજેતા પસંદ કરશે, જે સ્પર્ધાનું સર્વોચ્ચ અને સૌથી પ્રખ્યાત સન્માન છે. ગુજરાતી ફિલ્મ ‘21મી ટિફિન’ ફેસ્ટીવલની કલોઝિંગ ફિલ્મ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *