હેતલ ઠક્કર નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘માધવ’ ૧૪ ઓક્ટોબર રીલીઝ ડેટનુ ટ્રીજર સાથે પ્રમોશનની શરુઆત કરી

નેલ્સન પરમાર : ગુજરાતી ફિલ્મોમાં સહુ પ્રથમવાર કોઈ ફિલ્મના પ્રમોશનની શરુઆત આ રીતે થઈ હશે, ૧૪ ઓક્ટોબરે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ ‘માધવ’ ની જાહેરાત એક નવા જ અંદાજમાં થતી જોવા મળી, જીફા એવોર્ડનું સફળતા પુર્વક આયોજન કરનાર હેતલ ઠક્કરે ડિરેક્ટર કરેલી આ ફિલ્મને જરા હટકે રીતે ઓડિયન્સ મધ્યે લઈ જવા માંગતાં હોય એવું લાગી રહ્યું છે.

https://youtu.be/X6cbhCK8u-0

ગુજરાતી ફિલ્મો હવે એકપછી એક સિનેમાઘરોમાં નવા રૂપરંગ, અને નવા કોન્સેપ્ટ સાથે રજૂ થઈ રહી છે, દિગ્દર્શકો અને કલાકારો નવી વાતો લાવી રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મો માટે છેલ્લા પાંચ વર્ષથી સતત જાણીતાં ગુજરાતી ફિલ્મ આઈકોનિક એવોર્ડ ( જીફાનું ) સફળ આયોજન કરનાર હેતલ ઠક્કર ખુદ ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર તરીકે એન્ટ્રી કરી રહ્યા છે. એમણે ડિરેક્ટ કરેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘ માધવ’ જેની રીલીઝ ડેટ ૧૪ ઓક્ટોબર આજરોજ જાહેર કરી દીધી છે.

ગુજરાતી ફિલ્મ દર્શકો સુધી પહોંચે એ માટે ફિલ્મોના પ્રમોશન અને માર્કેટિંગમાં હવે ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો પણ રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે જેથી ગુજરાતી ફિલ્મો પ્રેશકો સુધી પહોંચી શકે, અને વધુમાં વધુ ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં જોવાય. આ જ પ્રકારની ગુજરાતી ફિલ્મ જેમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયા સાથે આવી રહી છે જે પોલીસ ઓફિસરના નવા જ અવતારમાં જોવા મળશે ફિલ્મનુ નામ “માધવ” છે. જેમાં હિતુ કનોડિયા સાથે અન્ય કલાકારોમાં મેહુલ બુચ, વિશાલ શાહ, સલોની શાહ, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, અતુલ લખાણી, તુષાર દવે, ધરતી વાઘેલા, કૌશિક વ્યાસ, હિતેશ ઠક્કર, આકાશ ઝાલા, સોનક વ્યાસ, નિસર્ગ ત્રિવેદી, આર જે લજ્જા, વિશાલ ઠક્કર, હિતાર્થ ઠક્કર, જીમી નંદા, રાજેશ ઠક્કર, વગેરે જેવા કલાકારો જોવા મળશે. ખાસ કનોડીયા પરીવારે ગુજરાતી સિનેમાને હંમેશા માટે સિંહફાળો આપ્યો છે. એટલે જ ફિલ્મના ડિરેક્ટર હેતલ ઠક્કર અને ક્રિએટિવ ડિરેક્ટર વિવેક ઠક્કર દ્રારા ફિલ્મના મુખ્ય અભિનેતા હિતુ કનોડિયાને “Iconic Star” નું બિરુદ આપ્યું છે. વધુમાં હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મ આવાનરી ૧૪ ઓક્ટોબરના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે.

© નેલ્સન પરમાર – ૭૮૭૪૪૪૯૧૪૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *