૩૧ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ‘માધવ’ ફિલ્મનું ટાઈટલ સોંગ ‘માધવ આવે છે’ લોન્ચ કરવામાં આવ્યું

નેલ્સન પરમાર : તારીખ ૩૧ ઓગસ્ટ ને વિધ્ન હરતાં ગણેશજીના શુભ પ્રસંગ ગણેશ ચતુર્થીનાના ખાસ દિવસે અમદાવાદમાં હેતલ ઠક્કર નિર્મિત નવી આવી રહેલી ગુજરાતી ફિલ્મ ‘માધવ’ નું ટાઇટલ સોંગ લોકો મધ્યે મુકવામાં આવ્યુ, લોકોએ પણ આ ગીતને સીટીઓ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું, ત્યાં હાજર લોકોને ગીત વિશે પુછતાં જણાવ્યું હતું કે, દમદાર, ધમાકેદાર ગીત હતું, સાંભળીને ઝુમી ઉઠ્યા હતાં., આમ હાજર લોકોએ ગીતના ભરપુર વખાણ કર્યા હતા સાથે જણાવ્યું હતું કે, બોલિવૂડ કે સાઉથની ફિલ્મોમાં જે સુપરહીટ ગીતો હતો છે એની સમકક્ષ ‘માધવ આવે છે’ ગુજરાતી ગીત છે, જે ખરેખર આનંદની વાત છે કે, ગુજરાતી ફિલ્મોમાં આ રીતે ધમાકેદાર ગીતો સાંભળવા મળશે, વધું લોકો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગીતનું મ્યુઝીક ઘણું આકર્ષણ અને કર્ણ પ્રિય છે, ગીતને છેલ્લે સુધી સાંભળવા મજબૂર કરે એવું ગીત છે‌, મ્યુઝીક વીડીયો, એડીટીંગ બધું સરસ છે, દર્શકો હવે આખી ફિલ્મ જોવાની આશા રાખી રહ્યા છે, ફિલ્મનું ગીત આટલું સરસ છે તો ફિલ્મ કેટલી સરસ હશે એમ હાજર લોકો વાતો કરતા હતાં.

Madhav નું આખું સોંગ સંભાળવા અહી ક્લિક કરો : https://youtu.be/bDU4tpC696w

૧૪ ઓક્ટોબરે રીલીઝ થઇ રહેલી ગુજરાતી પોલીસ ફિલ્મ ‘માધવ’ નું ટાઈટલ સોંગ ‘માધવ આવે છે’ આજરોજ ૩૧ ઓગસ્ટ ગણેશ ચતુર્થીના રોજ લોકો સમક્ષ લાવવામાં આવ્યું ત્યારે ખૂબ આનંદની વાત છે કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈક નવીન રીતે ધમાકેદાર પ્રમોશન સાથે લોકો મધ્યે ફિલ્મને લઈ જઈ રહ્યા છે. ખાસ કે, હાલના સમયમાં સત્તત ચર્ચામાં રહેલી અને લોકો પણ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે એવી ગુજરાતી ફિલ્મ ‘માધવ’ આગમી ૧૪ ઓક્ટોબર ના રોજ રીલિઝ થઈ રહી છે ત્યારે આજરોજ ૩૧ ઓગસ્ટે ફિલ્મનું ટાઈટલ સોંગ પ્રકાશિત કરવામાં આવ્યું, ત્યારે સોંગમાં મ્યૂઝિક મેહુલ સુરતી એ આપ્યું છે, જેને ગાયું છે જાણીતાં સિંગર ક્રિતીદાન ગઢવીએ જે ગીતનાં લેખક છે પ્રાર્થ તરપરા અને એ ગીતમાં પરફોર્મન્સ ફિલ્મના મુખ્ય નાયક હિતુ કનોડિયા કર્યો છે, અને ગીતના કોડિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તા છે. આવા અનેક લોકોના સહયોગથી બનેલું આ ગીત ‘માધવ આવે છે’ એ કોઈ બોલીવુડ કે સાઉથની ફિલ્મ કરતા જરાય ઓછું નથી, ગીતનું મ્યુઝીક, શબ્દો, ડાન્સ એ તમને કોઈ સાઉથ કે બોલીવુડ ફિલ્મોના સુપરહીટ ગીતનો અહેસાસ કરાવશે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ રીતે અને આટલું સરસ રીતે ફિલ્મનું ટાઈટલ સોંગ બનવું એ મોટી ઘટના છે એમ કહી શકાય, ખરેખર ‘માધવ’ ગુજરાતી ફિલ્મોને એક નવી દિશા તરફ લઈ જશે એમ લાગી રહ્યું છે. આવું કેમ કહી રહ્યો છું તો એ તમે આ ગીત જોશો એટલે સમજી જશો.!

ગુજરાતી ફિલ્મો જે રીતે હરણફાળ ભરી રહી છે અને નવા નવા શિખરો સર કરી રહી છે તે જોતાં ગુજરાતી સિનેમાનો સુવર્ણ કાળ નજીક હોય એવું દેખાઈ રહ્યું છે. નવા નવા વિષયોને લઈને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાની ફિલ્મો હવે બની રહી છે અને પ્રેક્ષકો દ્વારા તેને હંમેશા વધાવી લેવામાં આવી છે, ત્યારે ગુજરાતી ફિલ્મો માટે છેલ્લા પાંચ વર્ષથી સતત ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ – જીફા નું સફળ આયોજન કરનાર હેતલ ઠક્કર દ્વારા બનાવવામાં આવેલી જેસ પ્રોડક્શનની પ્રથમ ગુજરાતી પોલીસ ફિલ્મ માધવ નો ફર્સ્ટ લુક ૨૧ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો. હેતલ ઠક્કર આ ફિલ્મ દ્વારા પોતાનું ડેબ્યુ ડિરેક્શન કરી રહ્યા છે.

ફિલ્મની વાત કરીએ તો, ફિલ્મમાં કલાકારોમાં, હિતુ કનોડિયા સાથે અન્ય કલાકારોમાં મેહુલ બુચ, વિશાલ શાહ, સલોની શાહ, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, અતુલ લખાણી, તુષાર દવે, ધરતી વાઘેલા, કૌશિક વ્યાસ, હિતેશ ઠક્કર, આકાશ ઝાલા, સોનક વ્યાસ, નિસર્ગ ત્રિવેદી, આર જે લજ્જા, વિશાલ ઠક્કર, હિતાર્થ ઠક્કર, જીમી નંદા, રાજેશ ઠક્કર, વગેરે જેવા કલાકારો જોવા મળશે. ખાસ કનોડીયા પરીવારે ગુજરાતી સિનેમાને હંમેશા માટે સિંહફાળો આપ્યો છે. એટલે જ ફિલ્મના ડિરેક્ટર હેતલ ઠક્કર અને ક્રિએટિવ ડિરેક્ટર વિવેક ઠક્કર દ્રારા ફિલ્મના મુખ્ય અભિનેતા હિતુ કનોડિયાને “Iconic Star” નું બિરુદ આપ્યું છે. વધુમાં હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મ આવાનરી ૧૪ ઓક્ટોબરના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે.

14 ઓક્ટોબરે રીલીઝ થઇ રહેલી મસ્ત મજાની પોલીસ ગુજરાતી ફિલ્મ ‘માધવ’ ફિલ્મનું ટાઇટલ સોંગ ગઈકાલે ગણેશ ચતુર્થી ના શુભ અવસરે લોકો સમક્ષ મુકવામાં આવ્યું, ગીત એટલું ધમાકેદાર હતું કે, ઓડિયન્સે પણ સીટીઓ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. ગીત જોઈને લાગી રહ્યું છે કે, ફિલ્મ પણ જોરદાર જ બની હશે, કારણ કે, ગીતમાં જે મ્યુઝીક, ડાન્સ, સાઉન્ડ, શબ્દો, કેમેરા ઈફેક્ટ, બધું જ ખૂબ મસ્ત લાગે છે, આ ગીત તમને કોઈ બોલીવુડ કે સાઉથની ફિલ્મોના સુપરહીટ ગીતની યાદ અપાવશે, સાથે એક ખૂબ જ જાણીતું ગીત છે એની પણ યાદ આપવાશે, એ તો તમે ગીત જોશો ત્યારે જ સમજી શકશો.! 

માધવની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ.! 💐🎥

https://youtu.be/UsSsylQlpbY

©️ નેલ્સન પરમાર – 7874449149

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *