ગલાલિયાવાડ ( દાહોદ ) પ્રાથમિક શાળા શિક્ષકોનું અનોખું કામ :  વિદ્યાદાન ની સાથે વસ્ત્ર દાન‌ 

સતીષ પરમાર : એમ તો શિક્ષણ ને શિક્ષક તથા વિધાર્થી એ એકબીજા ના પૂરક છે. આ શિક્ષણ થકી જ સમાજ , સમાજ થકી દેશ બંને છે. ભણતરના જેવા બીજ વવાય એવા ફળ આવનાર દિવસોમાં રાષ્ટ્રને મળે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના ના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શક્ય નથી તેવા સમયે શિક્ષણ વિભાગ તથા માનવીય સરકાર શ્રી દ્વારા #ઓનલાઇન , ડીડી ગિરનાર, યૂ ટ્યૂબ , ફેસબુક, વ્હોટસએપ તથા ડિજીટલ માધ્યમો થકી શિક્ષણ અપાઈ રહ્યું છે. એવા સમયે દાહોદ જિલ્લામાં આવેલી દાહોદ તાલુકાની ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ના તમામ શિક્ષકો થકી બનતા પ્રયત્નો કરીને શિક્ષણ ને બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.

Dahod

~ આ સમગ્ર જિલ્લામાં ડિજિટલ માધ્યમ એટલા અસરકારક નથી સમગ્ર જિલ્લામાં એક સિઝન ખેતી થાય છે . મોટા ભાગે મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતો ગુજરાતનો આ જિલ્લો છે. કહેવાય છે કે આખા ગુજરાતમાં બનતી બિલ્ડીંગ હોય રોડ રસ્તા આ લોકો વગર શક્ય નથી. સરકારી ઈમારતો હોય કે ખાનગી બાંધકામ આ વિસ્તારના લોકો જોવાશે જ. તેઓના થકી જ આ મહાકાય શહેરો નિમૉણ પામ્યા છે. આર્થિક સ્થિતિ , ઓછા સંશાધનો તથા શિક્ષણ થી વંચિત રહ્યા છે. એના પણ ઘણા કારણો છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ એક જ છે શિક્ષણ..‌ સમગ્ર સમાજ માટે શિક્ષણ એ સૌથી વધુ આવશ્યક બાબત છે. આ ઉપરાંત જયાં બાળકો પાસે મોબાઈલ કે ટીવી જેવા માધ્યમ નથી ત્યાં અમે સૌ રૂબરૂ મુલાકાત કરી કોરોના ગાઈડ લાઈન નું પાલન કરાવીને શિક્ષણ આપવા પ્રયત્નશીલ છીએ. ઘણી વખતે આખા ફળિયામાં એક કે બે ટીવી હોય તો રિચાર્જ ના હોય , જો રિચાર્જ હોય તો અન્ય કોઈ કૌટુંબિક કે સામાજિક પ્રશ્ન હોય તેવા સમયે અમારી પાસે આ બધા પ્રશ્નો ના ઉકેલ માટે #ફળિયા શિક્ષણ કે #શેરી શિક્ષણ જ એક માત્ર રસ્તો બચે છે. ઘણી વખત તો ફળિયામાં રહેતા વાલીઓને શિક્ષક મિત્રો માટે ખૂબ માન હોય છે. તેઓ પ્રેમ ભાવ તથા આદરપૂર્વક શક્ય તમામ મદદ કરે છે. તો ગામના યુવાનો આવીને પણ જોતા હોય કે સાહેબ કેવી રીતે શું ભણાવે છે?? તેમની જિજ્ઞાસા ની સાથે વાતચીત કરીએ તો ઘણું બધું જાણવા મળે છે.

Dahod shala

~ #ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ના સૌથી દૂર એવા નદી ફળિયા માં આજ રોજ શેરી શિક્ષણ માટે શ્રી અમિતભાઈ શાહ, શ્રી સતીષ પરમાર તથા આદરણીય શ્રી રમેશભાઈ સંગાડીયા સાથે જવાનું થયું. આ તબક્કે આજુબાજુ ના છૂટા છવાયા ૨૪ ઘરો પૈકીના ૩૦ થી વધુ ધોરણ ૧ થી ૮ ના વિધાર્થી મિત્રો ને જ્ઞાન સેતુ સાથે શિક્ષણ આપવામાં આવ્યું. જેમાં ગણિત અમિતભાઈ શાહ દ્વારા, ગુજરાતી રમેશભાઈ સંગાડીયા દાદાએ તથા અંગ્રેજી તેમજ ધોરણ ૭ નું ગુજરાતી સતીષ પરમાર દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું. સવારના ૯:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધીમાં શૈક્ષણિક #માગૅદશૅન ,#લેખન , #પ્રશ્નોતરી તથા #ગૃહકાર્ય તપાસ્યું તથા શીખવ્યું . જેના પછીથી શ્રી #આસીફ ભાઈ દ્વારા છેક #મુંબઈ ના દાતાઓ દ્વારા આપવામાં આવેલા વસ્ત્રો છોકરાઓને આપવામાં આવ્યા. જે મુંબઈ થી આવ્યા બાદથી એના યોગ્ય વિતરણ વ્યવસ્થા તથા અન્ય સહાય બદલ ખુબ ખુબ આભાર જેમાં કુલ ૩૦ થી વધુ બાળકો ને તેમજ અન્ય વ્યક્તિઓ ને ઉપયોગી થઈ શકે તેવા વસ્ત્રો આપવામાં આવ્યા. જેનું વિતરણ શ્રી #રમેશભાઈ સંગાડીયા સાહેબ તથા શ્રી અમિતભાઈ શાહ ના માગૅદશૅન તેમજ સાથ સહકાર થકી શક્ય બન્યું . ભારતે હંમેશા વિશ્વને જ્ઞાન ની સાથે ધ્યાન તથા દાન નો મહિમા આપ્યો છે. આ એક વૈચારિક ને લોકહિત તથા જરૂરિયાતોને મદદરૂપ થવાના કાયૅ માં મને તથા મારા શાળા પરિવાર ના બાળકોને ભાગીદાર બનાવવા બદલ તથા અમને સાથ સહકાર તેમજ મદદરૂપ થવા માટે હું સમગ્ર શાળા પરિવાર, ગ્રામ પંચાયત તથા એસ એમ સી તેમજ આચાર્ય શ્રી તરફથી આદરણીય શ્રી #આસિફભાઈ તથા તેમની #સેવાભાવી ટીમનો હ્દય પૂવૅક આભાર વ્યક્ત કરી સાધુવાદ..

The Herat

~~~ ભવતુ સબબ મંગલમ્ ~~~
~~~ કમૅ એ જ ધર્મ.‌ ~~~
૧. એક સમયે ભૂખ્યા રહો પણ પોતાના સંતાનોને શિક્ષણ આપો. — ડોક્ટર બાબાસાહેબ આંબેડકર.

૨. દુનિયામાં જો કોઈ પરિવર્તન લાવવા માટે નું સૌથી શક્તિશાળી હથિયાર હોય તો તે શિક્ષણ છે. — નેલ્સન મંડેલા.

૩. શિક્ષણ ને શિક્ષક નું કામ સમાજ નું ઘડતર તથા રાષ્ટ્ર નિર્માણ નું છે.

૪. માનવ મૂલ્યો વગરનું શિક્ષણ નિરથૅક છે.
લેખન સંકલન

~~~~~~ સતીષ પરમાર ~~~~~
ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ.

Leave a Reply

%d bloggers like this: