બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, વીજળી પડતા બે પશુઓના મોત.

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે અચાનક વાવાઝોડું આવ્યું હતું. બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યુ હતું. મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હતા. ભાદર ગામે પશુઓને બાંધવાનું ઢાળીયું પડતાં એક ગાયનું મોત થયું છે. તો ભારે પવનના કારણે બાજરી સહિત અનેક પાકો ઢળી ગયા છે. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી અનેક મકાનોના પતરા ઉડ્યા છે. દિયોદરના મોજરું ગામે ભારે પવનથી રહેણાંક મકાનોને નુકસાન થયું છે. દિયોદર સહિત અનેક પંથકમાં ખેતીના પાકોને નુકશાન પહોંચ્યું છે. બનાસકાંઠામાં ગત રાત્રે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જો કે, વીજળી પડવાનો બનાવ બન્યો હતો જેમાં ખેતરમાં વીજળી પડતા એક પશુઓનું મોત થયું છે.

આ પણ વાંચો – પત્રકાર વિનોદ દુઆને સુપ્રીમ કોર્ટની રાહત, ભાજપના નેતાએ કરેલ દેશદ્રોહનો કેસ રદ કર્યો

બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ગત મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, ભાદર ગામે પશુઓને બાંધવાનું ઢાળીયું પડતાં એક ગાયનું મોત થયું છે. તો ભારે પવનના કારણે બાજરી સહિત અનેક પાકો ઢળી ગયા છે. બનાસકાંઠા ભાભર તાલુકાના ખારા ગામે તોફાની વરસાદ સાથે વિજળી પડતા ખેતરમાં બાંધેલ 2 ભેંસોના મોત થયા છે અને એક ભેંસ ઘાયલ થઈ છે. તો બીજી તરફ, બનાસકાંઠાના માર્કેટયાર્ડમાં પડેલ માલ વરસાદને કારણે પલળી ગયો હતો.

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે 3 અને 4 જૂને ગુજરાતમાં ચોમાસાની આગાહી કરી હતી. તે મુજબ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. સાબરકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો છે. તો પંચમહાલમાં પણ વરસાદ નોંધાયો.

Leave a Reply

%d bloggers like this: