ટ્વિટરનો યુ ટર્ન: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનાં ટ્વિટર હેન્ડલને ફરીથી કર્યું વેરિફાઇ

ઉપરાષ્ટ્રપતિના અંગત હેન્ડલમાંથી બ્લૂ ટિકને દૂર કરવાનું મોટું કારણ પ્લેટફોર્મ પરની તેમની નિષ્ક્રિયતા હતી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, ‘વેંકૈયા નાયડુનું વ્યક્તિગત અકાઉન્ટ 6 મહિનાથી નિષ્ક્રિય હતું અને હવે તેનું બ્લૂ ટિક હટાવી લેવાઇ છે.’ આ અંગે ભારતીય જનતા પાર્ટી મુંબઇના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વિટર પર એક અનેક સવાલો ઉઠાવ્યાં છે. તેમણે તેને ‘ભારતના બંધારણ પર હુમલો’ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે, નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ નવીનતમ મામલો વિવાદને વધુ વધારી શકે છે.ટ્વિટરના અનુસાર કોઇ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ કોઇપણ નોટિસ આપ્યા વિના હટાવી શકાય છે. જો કોઇ એકાઉન્ટના યૂઝરનેમ બદલી શકાય છે અથવા એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે અથવા પછી કોઇ વ્યક્તિ પોતાના પદ પર રહેતો નથી, તેના માટે તેનું એકાઉન્ટ વેરિફાઇ કરવામાં આવે છે તો બ્લૂ ટિક બેજ હટાવી શકાય છે. આ ઉપરાંત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ ત્યારે પણ હટાવી શકાય છે જ્યારે કોઇ વારંવાર ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમાં હિંસા માટે ઉશ્કેરવા, ગાળો ભાંડવી, હિંસાને ગ્લોરિફાઇ કરવી, ફેક ન્યૂઝ ફેલાવવા અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડવું વગેરે સામેલ છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પોલિસી અનુસાર, ટ્વિટર ક્યારેય પણ કોઇ વ્યક્તિના બ્લૂ ટિક બેજ હટાવી શકે છે. ટ્વિટર વ્યક્તિની પોઝિશન વિશે ધ્યાન આપતું નથી. બ્લૂ ટિક બેજથી ખબર પડે છે કે એકાઉન્ટ વેરિફાઇડ છે અને સમાજ માટે તે મહત્વપૂર્ણ વ્યક્તિનું એકાઉન્ટ છે. તમને જણાવી દઇએ કે ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇ કરાવવા માટે એકાઉન્ટ એક્ટિવ, વાસ્તવિક અને સમાજ માટે કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિનું હોવું જોઇએ. ટ્વિટર અત્યારે 6 પ્રકારના એકાઉન્ટ છે. તેમાં સરકારી કંપનીઓ, બ્રાન્ડ્સ, એનજીઓ, ન્યૂઝ ચેનલો, પત્રકારો, મનોરંજન અને રમતગમત સાથે સંકળાયેલા લોકો, એક્ટિવિસ્ટ, ઓર્ગેનાઇઝર્સ અને બીજા મહત્વપૂર્ણ લોકોના એકાઉન્ટ સામેલ છે.

આ પણ વાંચો – રાજદ્રોહ અને લોકશાહી; એ ઓક્ઝીમોરોન છે !

ટ્વિટરે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વિટર હેંડલથી બ્લૂ ટિક બેજને હટાવી દીધું. તેનાથી ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ વધી શકે છે. ટ્વિટરના અનુસાર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ એકાઉન્ટ ઇનએક્ટિવ હોવાથી હટાવવામાં આવ્યું છે. જોકે કેટલાક ટ્વિટર યૂઝર્સે એવા સ્ક્રિનશોટ શેર કર્યા છે, જેના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બૈજ 1 વર્ષથી વધુ સમયથી ઇનએક્ટિવ હોવા છતાં હટાવવામાં આવ્યા નથી.

Leave a Reply

%d bloggers like this: