TWITTERનું વલણ એવું કે, મોદી સરકારમાં તાકાત હોય તો અમારી સામે પગલાં ભરીને બતાવે.

નરેન્દ્ર મોદી સરકાર ‘ટૂલકિટ’ મુદ્દે બરાબર ફસાઈ છે. મોદી સરકારે ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સહિતના ભાજપના નેતાઓની ટ્વિટ પર ટ્વિટરે લગાવેલું ‘મેનિપ્યુલેટેડ ટ્વિટ’ ટેગ હટાવવા આદેશ આપ્યો હતો. ટ્વિટરે આ ફરમાનને ઘોળીને પી જઈ આ જ ટ્વિટ કરનારા ભાજપના વધુ પાંચ નેતાઓની ટ્વિટને ‘મેનિપ્યુલેટેડ ટ્વિટ’ જાહેર કરી દીધી છે. ભાજપના રાજ્યસભાના સભ્ય વિનય સહસ્રબુધ્ધે અને નેશનલ સોશિયલ મીડિયા ઈન-ચાર્જ પ્રીતિ ગાંધી સહિત પાંચ નેતાએ મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસે ‘ટૂલકિટ’ બનાવી હોવાનો આક્ષેપ કરીને ટ્વિટ કરી હતી. તેમણે નડ્ડા તથા સંબિત પાત્રાએ જે ડોક્યુમેન્ટ મૂક્યો હતો તે જ ડોક્યુમેન્ટ પણ જોડતાં ટ્વિટરે તેમને પણ લપેટમાં લઈ લીધા છે. વિશ્લેષકોના મતે, આ પગલું ભરીને ટ્વિટરે મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે કે, તમારામાં તાકાત હોય તો અમારી સામે પગલાં ભરીને બતાવો. મોદી સરકારે ટ્વિટરને ધમકી તો આપી પણ એ તેની સામે પગલાં ભરી શકે તેમ નથી તેથી તેની આબરૂનો ધજાગરો થઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કથિત રીતે ‘કોવિડ ટૂલકિટ’ કેસમાં દિલ્હી પોલીસ તરફથી માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરની ઓફિસ પર દરોડા પાડવાને લઈને મંગળવારના રોજ કહ્યું કે, સત્ય ડરતું નથી. રાહુલ ગાંધીએ હેશટેગ ટૂલકિટ સાથે ટ્વીટ કર્યું હતું કે, સત્ય ડરતું નથી

કોંગ્રેસ-ભાજપ વચ્ચે ચાલી રહેલા ટૂલકિટ વિવાદ વચ્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ટ્વિટરને એક પત્ર લખ્યો છે. દિલ્હી પોલીસે ટ્વિટરને પૂછ્યું છે કે, તેમને કયા આધાર પર ટૂલકિટને ખોટી ગણાવી હતી. આને સંબંધિત જવાબ તેમણે જણાવવામાં આવે કે જેથી આ મામલાની તપાસ આગળ વધી શકે. હાલમાં આ મામલાની તપાસ સ્પેશિયલ સેલ કરી રહી છે. સંબિત પાત્રાના આરોપોને ખોટા ગણાવી કોંગ્રેસે ભાજપના નેતાઓની સામે તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે યુથ કોંગ્રેસ તરફથી આ બાબતની ફરિયાદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ મામલામાં ટ્વિટરે ટૂલકિટને ખોટું ગણાવ્યું હતું. આ મામલાની તપાસ પોલીસ કરી રહી છે.

કોંગ્રેસે ટ્વિટરને લખ્યો પત્ર, કેન્દ્ર સરકારના 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની કરી માગણી

કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રીઓ વિરુદ્ધ મેનીપ્યુલેટેડ મીડિયા (Manipulated Media) નો ટેગ લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસે ટૂલકિટ કેસમાં આ તમામ મંત્રીઓની ટ્વીટને ટ્વિટરના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી કાર્યવાહીની માગણી કરી છે. કોંગ્રેસની યાદીમાં આ 11 મંત્રીઓના નામ સામેલ. કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓની યાદી ટ્વિટરને મોકલી છે તેમાં પિયુષ ગોયલ, ગિરિરાજ સિંહ, સ્મૃતિ ઈરાની, રવિ શંકર પ્રસાદ, પ્રહ્લાદ જોશી. ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ નિશંક, થાવરચંદ ગેહલોત, ડો.હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ સામેલ છે.

ટૂલકિટ કેસમાં તપાસ માટે ટ્વિટરની ઓફિસ પહોંચી હતી પોલીસ

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ટ્વિટરની ઓફિસ પર દરોડો પાડ્યો છે. હાલ મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલની ટીમોએ લાડો સરાય અને ગુરુગ્રામમાં એક સાથે દરોડો પાડ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની ટીમોએ ટૂલકિટ કેસની તપાસના સંદર્ભમાં સોમવારે સાંજે દિલ્હી અને ગુડગાંવમાં ટ્વિટર ઈન્ડિયાની ઓફિસો પર દરોડા પાડ્યા. અધિકારીઓએ કહ્યું કે, કથિત ‘કોવિડ ટૂલકિટ’ મામલે આ દરોડો પાડ્યો છે. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્પેશ્યલ સેલની બે ટીમો દિલ્હીની લાડો સરાય અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઈન્ડિયાની ઓફિસોમાં છે. તેમણે કહ્યું કે, તે ‘ટૂલકિટ’ મામલાની તપાસ સંદર્ભે હતા. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે કથિત ‘કોવિડ-19 ટૂલકિટ’ના સંબંધમાં એક ફરિયાદની તપાસ સંદર્ભે ટ્વિટરને નોટિસ મોકલી છે.તે સાથે જ ભાજપના નેતા સંબિત પાત્રાની એક સંબંધિત ટ્વીટને ‘હેરફેર’ના રૂપમાં વર્ગીકૃત કરવા માટે માઈક્રોબ્લોગિંગ સાઈટ પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે. અધિકારીએ સોમવારે કહ્યું કે, એવું લાગે છે કે ટ્વિટર પાસે કેટલીક એવી માહિતી છે, જે પોલીસ પાસે નથી.

Leave a Reply

%d bloggers like this: