Bharat Nai : વાતો અને યાદો આ શબ્દો બંને પરસ્પર સંકળાયેલા છે અને જો વાત વાતો ની આવે તો એની વાતજ ન થાય, પર જો વાત એક એવી જગ્યા ની આવે જે આપણે રોજિંદા જીવન માં ઘણી ઉપયોગી છે અને જેના લીધે તો આપણે તો ખ્યાલ આવે સાથે આપણા જેવા ઘણા લોકો ને પણ ફાયદો થાય છે ( અહીં વાત Traffic Single ની History વિશે નથી અને તો તમારે જાણવું હોય તો Google પર જાણી શકો છો )
શહેર ની સવાર માં ચા અને ટ્રાફિક ની જોરદાર દોસ્તી છે કારણ કે સવારે તમે ઓફિસ કે પછી પોતાના ધંધે જાઓ ત્યારે તમારી પહેલી મુલાકાત તો ટ્રાફિક સિગ્નલ જોડે થાય અને સાથે એવા લોકો સાથે પણ થાય કે જેને તમે જાણતા ના હોય અને આ સવાંદો ના ખાલી સારા પણ ખરાબ પણ થાય છે જેમકે કોઈ પાછળ બિનજરૂરી હોર્ન મારે અને બિનજરૂરી તમારા વાહન કરતા આગળ આવે તો સ્વાભાવિક વસ્તુ છે તકરાર થાય પણ ક્યારેક સારું પણ બનતું હોય છે જેમકે તને કોઈ કામ માટે જતા હોય અને ટ્રાફિક સિગ્નલ પર એજ વિષય ને લાગતા મળી જાય તો યાર તમારું કામ નીકળી જાય ! અને સમય પણ બચે, પણ મોટાભાગ ના લોકો તો ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય અને ખાલી ટાઇમ જોયા કરે કે ક્યારે સેકન્ડો પૂરી થાય અને ક્યારે આપણે જઈએ પણ શું જાય ! , આગળ બીજો ટ્રાફિક સિગ્નલ આવી જાય અને ત્યાં તો ઊભા રહેવું જ પડે બાકી તો નિયમો નુ ઉલ્લંઘન થઈ જાય અને એતો આપણે કરાય નહિ, પણ આપણે હવે વાત કરવી જ પડે, અને હવે સવાલ એ છે કે તમને ટ્રાફિક સિગ્નલ પર વાતો કરવી ગમે ખરી ? અને જો હા હોય તો કારણ જણાવજો અને ના હોય તો પણ ?
– Article Written by Bharat Nai