મહિલાઓ સાથે પરિવારના સભ્યો દ્વારા જ અનેક વખત પજવણી કરવામાં આવતી હોય છે, આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ પણ છે, ત્યારે વધુ એક ઘટના સુરતમાં બની છે. જ્યા 37 વર્ષીય પરિણીતા મોપેડ પર પોતાના ઘરે જતી હતી, ત્યારે રસ્તામાં સસરાએ તેને ઊભી રાખી કહ્યું, હતું કે ચલ બેઠ ગાડી મેં, મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ, મેરા લાડકા તુજે નહીં રખેગા, તું મેરે પાસ રહે, તું મુજે ખુશ રખ, તો મેં તેરે સારે શોખ પુરે કરૂંગા. તો બીજી તરફ પતિએ પણ વીડિયો કોલ કરી શર્ટ કાઢી કેટલા પૈસા જોઈએ તેવી વાત કરી, 200 અને 2 હજારની નોટો ફેંકી સમાજમાં બદનામ કરી નાખવાની તથા આત્મહત્યા કરવી પડશે તેવી ધમકી આપી હતી. જેને પગલે પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : રાકેશ અસ્થાનાની નિયુક્તિ વિરૂદ્ધ દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો
અડાજણ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર સુરતના પાલ ગૌરવ પથ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલા વર્ષ 2002માં સિલાઇ કામ કરતી હતી ત્યારે તેને કપડા સિવડાવવા આવતી પ્રિયંકા જૈનના ભાઇ જીતેન્દ્ર જૈન સાથે પ્રેમસબંધ બંધાયો હતો. જોકે જીતેન્દ્રના પરિવારના સભ્યો આ સબંધ સ્વીકારશે નહિ તથા લગ્નનો પણ સ્વીકાર નહીં કરે તેથી બંનેએ ફેબ્રુઆરી 2005 માં ઘરેથી ભાગી જઇ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પરિવારથી અલગ રહેતા હતા, બાદમાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. દારૂ પીવાની કુટેવ હોવાથી જીતેન્દ્ર સતત પરણિતાને મારઝુડ કરી ત્રાસ આપતો હતો, જેથી તે 2014માં પિયરમાં રહેવા ચાલી ગઇ હતી, તથા તેને જ કારણે પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ પણ નોંધાવી હતી. બાદમાં જીતેન્દ્ર મુંબઇ રહેવા જતો રહ્યો હતો, જયાં જેસીકા પંચાલ નામની મહિલા સાથે તેને લગ્ન કરી લીધા હતા.
પોતાના પર થયેલા કેસથી ગુસ્સે ભરાયેલા જીતેન્દ્રએ પરણિતાને વિડીયો કોલ કરી અર્ધનગ્ન હાલતમાં ઉભા રહી 200 અને 2000ની નોટ બતાવી હતી, સાથે આવ મારી પાસે એમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા, આ સાથે એમ પણ કહ્યું હતું કે હું તને એટલી બદનામ કરીશ કે તારે આપઘાત કરી લેવો પડશે, એવી ધમકી આપી હતી. જો ત્યારે પરણિતાએ બદનામી ડરથી કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે ગત માર્ચ મહિનામાં તે જ્યારે મોપેડ પર જઇ રહી હતી ત્યારે એલ.પી. સવાણી રોડ પર કારમાં આવેલા તેના સસરા તખતમલ જૈને તેને અટકાવી કહ્યું હતું કે ચલ બેઠ ગાડી મેં, મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ, મેરા લાડકા તુજે નહીં રખેગા, તું મેરે પાસ રહે, તું મુજે ખુશ રખ, તો મેં તેરે સારે શોખ પુરે કરૂંગા, તું કોર્ટ મેં મેરા કુછ બિગાડ઼ નહીં પાએગી, તું કુછભી કરલે હમ કોર્ટમેં હાજીર હી નહીં હોંગે, પુલીસ ભી હમારે ખિસ્સેમેં હૈ, આ સાથે જ તેમના પુત્રના અપહરણની પણ ધમકી આપી હતી. જેથી પરણિતાએ પતિ અને સસરા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે તપાસ શરુ કરી છે.