જન્મનો દાખલો ન હોય તેમને સોંગદનામુ કરવું પડશે – RTE પ્રવેશ બાબતે

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ( RTE) અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે જન્મતારીખ જરૂરી છે. તેના માટે જન્મનો દાખલો ખુબ જ મહત્વનો દસ્તાવેજ ગણાય છે. જે વિદ્યાર્થીનો જન્મનો દાખલો ન હોય તો તેમના વાલીઓએ ફિક્સ ફોર્મેટમાં સોગંદનામુ જમા કરાવવાનું રહેશે. આ સોગંદનામામાં વાલીએ તમામ વિગતો ભરીને રજૂ કરવાની રહેશે. જો સોગંદનામામાં જણાવેલી વિગતો ખોટી હોવાનું જણાશે તો વાલી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરાશે અને વિદ્યાર્થીનો પ્રવેશ પણ રદ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. અગાઉ સોગંદનામામાં અનેક ક્ષતિઓ રહેતી હોવાથી હવે નક્કી કરેલા ફોર્મેટમાં જ તે રજૂ કરવા માટે સુચના અપાઈ છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે. જો કે, ઘણા વાલીઓ પાસે બાળકનો જન્મનો દાખલો ન હોય તેવા કિસ્સામાં વાલીઓ દ્વારા સોગંદનામુ આપવામાં આવતું હતું. પરંતુ તેમાં ભુલો રહી જતી હોવાનું ધ્યાને આવતા આ વખતે સરકારે ફિક્સ ફોર્મેટમાં જ વાલીઓને સોગંદનામુ રજૂ કરવા માટે સુચના આપી છે. દરવર્ષે સોગંદનામાના લઈને થતા વિવાદો ટાળવા માટે પણ વિભાગ દ્વારા ફોર્મેટ તૈયાર કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો : “દીકરી” – સાક્ષી ઉપાધ્યાય

જન્મનો દાખલો ન હોય તેવા વાલીઓએ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ફોર્મેટ મુજબ જ સોગંદનામું રજુ કરવાનું રહેશે. જો, કોઈ વાલી દ્વારા પ્રવેશ માટે ખોટું સોગંદનામુ બનાવી રજૂ કર્યું હોવાનું ધ્યાને આવશે તો તેવા વાલીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. ઉપરાંત વિદ્યાર્થીનો પ્રવેશ પણ રદ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવામાં વાલીઓને યોગ્ય સાવચેતી રાખવા માટે પણ સુચના અપાઈ છે. જો ફોર્મ ભરવામાં ભુલ કરેલી હોવાનું જણાશે તો પણ ફોર્મ રદ કરવામાં આવશે. ઉપરાંત ફોર્મની સાથે આનુષાંગિક પુરાવા પણ અપલોડ કરવાના રહેશે. આ પુરાવા અપલોડ કરતી વખતે પણ વાલીઓએ ધ્યાન રાખવાનું રહેશે અને તમામ પુરાવા યોગ્ય રીતે દેખાય તે રીતે અપલોડ કરવાના રહેશે. એક વાર ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી પુર્ણ થયા બાદ વાલી દ્વારા તેમાં કોઈ સુધારો કે ફેરફાર કરી શકાશે નહીં અને ભુલ ભરેલા ફોર્મ હશે તો તે ચકાસણી વખતે રદ કરાશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

%d bloggers like this: