કેટલાક સમાજ જ્ઞાતિ અને વર્ગમાં વેક્સિનને લઈને અંધશ્રદ્ધા છે જેથી તેઓ વેક્સિન લેવા જતા નથી. – નિતીન પટેલ

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આજથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં 18 થી 44ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણયને લઈ ઘણા વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. રાજ્યમાં મહત્તમ લોકોને કોરોના રસીકરણથી આવરી લઇ કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લેવાનો નિર્ધાર કરેલો છે. આ હેતુસર, રાજ્યના 18 થી 44 ની વય જૂથના લોકોને ત્વરાએ રસીકરણમાં આવરી લેવાના આયોજન રૂપે આજથી સમગ્ર રાજ્યના જિલ્લાઓ-તાલુકાઓમાં 1200 જેટલા વેક્સિનેશન સેન્ટર પરથી આ વયજૂથના યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : LGBT( સમલૈંગિકો )ના સમર્થનમાં રાહુલ ગાંધીએ પ્રાઈડ મંથની આપી શુભકામના, કહ્યુ – પ્રેમ તો પ્રેમ હોય છે.

ગુજરાતના નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગુજરાત ST નિગમના નવનિર્મિત બસ સ્ટેશન,ડેપો અને વર્કશોપનું ઈ-લોકાર્પણ તેમજ પાંચ બસ સ્ટેશન અને ડેપો વર્કશોપના આ-ખાતમૂર્હુત કર્યા છે. ત્યારે નીતિન પટેલે વેક્સિનેશનને લઈને નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. જેમા તેઓએ જણાવ્યું છે કે, કેટલાક સમાજ જ્ઞાતિ અને વર્ગમાં વેક્સિનને લઈને અંધશ્રદ્ધા છે જેથી તેઓ વેક્સિન લેવા જતા નથી. નીતિન પટેલે આજે વેક્સિનને લઈ જણાવ્યું છે કે, રાજયમાં કેટલાક લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે કે, જે પણ વેક્સિન લેશે તેને આગળ જઈને તકલીફ થવાની છે, અહીંયા દર્શન કરો અથવા તો બાધા રાખો જેથી કોરોના થશે નહી. આવી અફવા અને અંધશ્રદ્ધાના લીધે લોકો વેક્સીન લેતા નથી. આ બધી અફવાઓ ઓછા સમજુ અને ધાર્મિક રીતે વેક્સીનને બીજી રીતે જોતા હોય તેના આધારે આવી કાનભંભેરણી કરે છે. આ અપ્રચાર કરનાર લોકો સામે કાર્યવાહી કરાશે.

Leave a Reply

%d bloggers like this: