ઈમરજન્સીમાં એલોપથીનો જોટો જડે એમ નથી અને આ તકલીફોમા આયુર્વેદ શ્રેષ્ઠ છે – ડો. મિતાલી સમોવા

ડો. મિતાલી સમોવા, અમદાવાદ : મને ખબર છે આ વિષય પર લખવા માટે હું થોડી મોડી છું અને અત્યાર સુધી તો વિવાદ ઓલમોસ્ટ શાંત પણ થઈ ગયો છે. છતાં મારે તમને કહેવું છે કે જો તમે એમ માનતા હોવ કે એલોપેથીના બિટાડીનની શોધ પહેલા ઝખમ રુઝાતા જ નહતા કે તૂટેલા હાડકાં સંધાતા નહતા અથવા બીજી બાજુ આયુર્વેદ દવાનુ સંજીવની નામ રાખી દેવાથી એ તમને મરેલા જીવતાં કરી દેશે, તો તમે બંને મૂર્ખ છો!

ઈમરજન્સીમાં એલોપથીનો જોટો જડે એમ નથી, એ સિવાય કેન્સર, ક્રોનિક કીડની ફેલ્યોર જેવી મોટી બિમારીઓમાં પણ તમારી પાસે એલોપથી સિવાય ઓપ્શન નથી. સામેપક્ષે સાધાની બિમારી, શરીર શોધન, ચામડી ના રોગ, સ્રીરોગો, પાચનને લગતી તકલીફોમા આયુર્વેદ શ્રેષ્ઠ છે. એ સિવાય ની લગભગ બધી નાની મોટી તકલીફો મા આયુર્વેદ ઘણું સારું રીઝલ્ટ આપે છે. પણ આપણે આયુર્વેદ ને લાંબા ગાળાની સારવાર પદ્ધતિ સુધી જ લિમિટેડ કરી છે. વૈધો, મોદીજીની આ એક વાત માનો, તમે પોતે તો પહેલા આયુર્વેદ મા માનો, પછી લોકો માનશે ને!

ભારતદેશમાં સરકારી કે પ્રાઇવેટ સિસ્ટમમાં સરેરાશ એક એમબીબીએસ ની સામે 2-3 આયુષ ડોક્ટર સેવા આપે છે. પછી એ એનઆરએચએમ હોય કે આરબીએસકે કે વનબંધુ કે અન્ય ભરતી કે પ્રાઈવેટ દવાખાનાઓ. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું આરોગ્ય આજે પણ મોટાભાગના આયુષ ડોક્ટર પર નભે છે, ત્યાં શહેરી વિસ્તારોમાં જનરલ પ્રેક્ટિસ લેવલે અને આઈસીયુમાં પણ આયુષ ડોક્ટરના જ સિક્કા પડે છે. જીપી કક્ષાએ આયુષ બહુ સારા કો ઓર્ડીનેટર સાબિત થાય છે. મોટાભાગની ફાર્મસીઓનો બિઝનેસ આ જીપી ના કારણે જ ધમધોકાર ચાલે છે એમ કહીએ તો ભૂલ નથી.

એક સમયે રામદેવની બિઝનેસ માઈન્ડ ના હું પણ વખાણ કરતી હતી, પણ એ પછી પતંજલિ ના પ્રોડક્ટ ના ખરા કન્ટેન્ટ જાણ્યા પછી મોહભંગ થયેલો. છતાં એલોપથી ફાર્મા સામે આયુર્વેદ ઝીક ઝીલે તો આજે પણ ગમે છે. હિમાલયા ફાર્મા ચૂપચાપ લિવ-52 જેવી દવા ને ટોપ એક્સપોર્ટેડ મેડીસિન બનાવે ત્યારે બારોબાર ગર્વ થાય છે.પણ કોઈ એલોપથી વિશે ઘસાતું બોલે ત્યારે દુઃખ પણ એટલું જ થાય. શું કામ આપણે બીજાને ઉતારી પાડ્યા વિના પહેલાના વખાણ નથી કરી શકતાં? આપણે ક્યાંક હીનભાવનાથી તો પીડાતા નથી થઈ ગયા ને?

Ayureved Vs allophoty

કોઈ પણ વિજ્ઞાન સમય રહેતાં અપડેટ થતું હોય છે, એક દિવસમા નહી. આયુર્વેદમાં ભૂતકાળમાં શ્રેષ્ઠ ચિકિત્સાઓ લખેલી છે, એ સર્વકાળ મહાન જ છે, પરંતુ એ સાધિત ચિકિત્સામા તમે આજની તારીખે તમારા વિદ્યાર્થીઓ ને કોન્ફિડન્સ ન આપી શકો તો તમને આયુર્વેદના અપમાન ના નામના છાજીયા લેવાનો કોઈ હક નથી રીસ્પેક્ટેડ સર કે મેડમ. એઝ સેઈમ એલોપેથી એ પણ એ ન ભૂલવું જોઈએ કે મેલેરિયાની ક્વીનાઈન હોય કે ગાઉટની કોલ્ચીસીન કે ડેન્ગ્યુ ની પપૈયા પાન ટીકડી ઘણી બાબતોમાં તેણે કુદરત ના જ આભારી જ રહેવાનું છે.

જોકરો કશું પણ બોલે તેનાથી એકેય વિજ્ઞાનને કશું તકલીફ પડવાની નથી. ખોટું વૈમનસ્ય ટાળો. આપણો અલ્ટિમેટ ગોલ દર્દીને તકલીફ મુક્ત કરવાનુ જ હોવું જોઈએ, આપણી મહાનતા સિદ્ધ કરવા કરતા વધુ !!!

ફ્રી સલાહ – જે ડોક્ટર તમને એવું કહે કે તમારી કોઈ પણ નાની મોટી તકલીફ માટે તમારી જીવનપધ્ધતિ કે ખાણીપીણી ની ટેવો જવાબદાર નથી, તેના ત્યાં ફરિ પગથિયાં ન ચડવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *