કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી ( અટકાવ, પ્રતિબંધ અને નિવારણ ) અધિનિયમ ૨૦૧૩

પારૂલ મહિડા, અમરેલી : કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અને જાતીય શોષણ વાત કરીએ તો ઘણાં અભ્યાસો મુજબ 40 થી 60 ટકા મહીલાઓ કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અને જાતીય શોષણ ભોગ બને છે. પરંતુ પોતાની ઈજ્જત સાથે જોડી દેવાની માસિકતાના પરિણામે આ ગુનાનો ન્યાય માંગવો મહિલાઓ માટે મુશ્કેલ બને છે.ઉપરાંત પોતાના વ્યવસાય સાથે આજીવિકા જોડાયેલ હોય જેથી જો ન્યાયિક માળખું ના હોય તો મહિલાને પોતાનો વ્યવસાય છોડવો પડે અથવા તો જો વ્યવસાય ના છીડી શકવા મજબૂર હોય તો ચૂપચાપ સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી.

ભારતમાં પહેલીવાર આ વાતનો સ્વીકાર તા. 13-8-1997ના રોજ સુપ્રિમ કૉર્ટના – writ petition (criminal) nos. 666-70 of 1992, Vishaka & Ors. Vs State of Rajasthan & Ors.- વિશાખા જજમેન્ટ તરીકે જાણીતા ચુકાદામાં કરવામાં આવ્યો. આ ચુકાદાથી પ્રથમ વખત કામના સ્થળે થતી જાતીય હિંસાને કાયદાનું સ્વરૂપ મળ્યું અને આ જ ચુકાદામાં ભારતની સંસદને આ અંગે કાયદો બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. આ અધિનિયમ ઘડવા પાછળ એક રાજસ્થાન સરકારના ‘મહિલા વિકાસ કાર્યક્રમ’ના મહિલા કાર્યકર ભંવરીદેવી સાથે બનેલ ઘટના કે જેમાં ભંવરીદેવી પોતાના ગામમાં થતા બાળલગ્ન અટકાવી એમનો વિરોધ કરેલ ત્યાંરે ગામના સરપંચ તથા ગામમાં વર્ચસ્વ ધરાવતા જ્ઞાતિના માથાભારે આગેવાનો દ્વારા ભંવરીદેવી ઉપર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવેલ.પ્રામાણિકપણે પોતાની ફરજ બજાવીને બાળલગ્નના કાયદાનું પાલન કરાવવાના પ્રયત્ન બદલ સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી આ સ્ત્રી-કાર્યકરને રાજસ્થાન સરકાર તરફથી કોઈ મદદ તો ના મળી, પરંતુ દિવસો સુધી તેના કેસમાં એફ.આઈ.આર. પણ નોંધવામાં ન આવી. રાજસ્થાન અને ત્યારબાદ દેશભરનાં સ્ત્રી-સંગઠનોના ટેકાથી આ કેસ ચાલ્યો. ભંવરીદેવીને ટેકો આપનાર ‘વિશાખા’ નામની સંસ્થાએ સુપ્રિમ કૉર્ટમાં કેસ દાખલ કર્યો અને માગણી કરી કે કામના સ્થળે થતી જાતીય સતામણી અને શોષણ રોકવાની જવાબદારી માલિકોની છે. આ કેસના ચુકાદામાં જાતીય સતામણી રોકવાનું માળખું અને ગાઈડલાઈન સુપ્રિમ કૉર્ટે જાહેર કર્યા અને તમામ કામનાં સ્થળોએ ‘જાતીય સતામણી વિરોધી સમિતિ’ની રચના કરવા હુકમ કર્યો. આ વર્ષો દરમ્યાન સુપ્રિમ કૉર્ટના ચુકાદાનો અમલ ખૂબ ઓછા કામનાં સ્થળોએ કર્યો છે અથવા અધકચરો જ કર્યો છે. ઉપરાંત, આપણા દેશમાં 90 ટકા કરતાં વધારે સ્ત્રીઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તેમના માટે કામના સ્થળની વ્યાખ્યા અલગથી કરવી પડે. વિશાખા જજમેન્ટના અમલ માટેના પ્રયત્નો દરમ્યાન અનેક મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા. તે અંગે દેશભરનાં સંગઠનોએ વખતો વખત ચર્ચાઓ કરી કાયદાના ખરડા બનાવ્યા અને તેને મંજૂર કરાવવા સરકારનાં વિવિધ ખાતાઓ, મંત્રીઓ સાથે મંત્રણા કરી, દબાણજૂથ ઊભું કર્યું, રજૂઆતો કરી, એમ સતત પ્રયત્નો બાદ આ કાયદો અસ્તિત્વમાં આવ્યો છે. આમ, ન્યાયી સમાજની રચના માટે “The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal)” અધિનિયમ – 2013 ખૂબ મહત્ત્વનો બની જાય છે.

Parul mahida

“The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal)” અધિનિયમ- 2013માં વિશાખા જજમેન્ટની જેમ જ ભારતના બંધારના 14 તથા 15 હેઠળના સમાનતાના અધિકાર, કલમ-21 હેઠળના ગૌરવપૂર્વક જીવન અને સ્વતંત્રતાના અધિકાર તેમ જ કલમ 19(1)(જી) હેઠળ કોઈ પણ વ્યવસાય કે ધંધો કરવાના મૂળભૂત અધિકારો ઉપરાંત, માનવ અધિકારોના જતન માટે ભારત સરકારે સહી કરેલા ‘સીડો’ – Convention on Elimination of All Forms of Discrimination Against Women (CEDAW) જેવા આંતરરાષ્ટ્રીય કરારોનો આધાર લેવામાં આવ્યો છે.

કાયદાની મુખ્ય જોગવાઈઓ.

◆ કામકાજનું સ્થળ એટલે શું?

● જ્યાં મહિલાઓ કામ કરતી હોય તેવું કોઈ પણ સ્થળ.દા.ત.સંસ્થા,વિભાગ,ફેકટરી,કચેરી,રહેણાંક,શાળા-કોલેજ,હોસ્પિટલ, ખેલકૂદનું સ્થળ,પરિવહન સેવા.
● અસંગઠિત ક્ષેત્રમાં સેવા આપતાં, ઉત્પાદન કરતા કે વેચાણ કરતા સેલ્ફ એમ્પ્લોઈડ કામદારો કે એવાં કામનાં સ્થળો જ્યાં કામદારોની સંખ્યા 10 કરતાં ઓછી હોય તે તમામને આ કાયદો લાગુ પડશે.

◆ જાતીય સતામણી એટલે શું?

■ પ્રસ્તુત કાયદાની કલમ-2(એન)માં નીચે મુજબની અનિચ્છનીય વર્તણુંકનો સમાવેશ જાતીય સતામણીમાં કરવામાં આવ્યો છેઃ
● શારીરિક સ્પર્શ અથવા છેડછાડ/છૂટછટ
● જાતીય માંગણી અથવા વિનંતિ
● જાતીય ટિપ્પણી/શબ્દોનો પ્રયોગ/સંકેતિક ભાષામાં અશ્લીલતા વ્યકત કરવી
● અશ્લિલ સાહિત્ય, એમેએમએસ,એસએમએસ,બતાવવા
જાતીય પ્રકારનું મહિલાને સ્વીકૃત ન હોય તેવું કોઈ પણ શારીરિક,શાબ્દિક કે સંકેતિક વર્તન

★ જાતીય સતામણીને લાગતા કૃત્ય/વર્તનના પરિપ્રેક્ષ્યમાં હોય તો નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે.

● નોકરી કે હોદ્દા માટે પસંદગીનું વચન કે લાલચ.
● નોકરી કે ધંધામાં નુકસાનની કે ફાયદાની લાલચ કે ધમકી
● કામમાં હસ્તક્ષેપ, કામમાં સગવડો અપાવી અથવા અડચણ ઊભી કરવી.

★ કોની સામે ફરિયાદ થઇ શકે ?

■ જાતીય સતામણીનો ભોગ બનેલા મહિલા જાતીય સતામણી કરનાર નીચે પૈકી કોઈ પણ સામે ફરિયાદ કરી શકે.
● સંસ્થા/કચેરી/એકમના વડા કે સહકર્મચારી/સહકામદાર.
● સેવા આપતા એકમના ગ્રાહકો,એકમના ભાગીદાર/મુલાકાતીઓ અને સંસ્થાકીય/કચેરી/એકમની કામગીરી માટેના મુસાફરી સમયના વાહનચાલક.

★ કાયદો કોને લાગુ પડશે?

■ કાયદાની કલમ 2(એ) મુજબ પીડિત સ્ત્રી એટલે કે કામના સ્થળના સંદર્ભમાં કોઈ પણ ઉંમરની સ્ત્રી કે જે ત્યાં કામ કરતી હોય કે ન હોય…. એટલે કે ગ્રાહક હોય કે અન્ય કોઈ કામ માટે આવેલી હોય તે તમામ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. કાયમી કામદાર, કૉન્ટ્રાક્ટના કામદાર કે ટ્રેનિંગ માટે આવેલી સ્ત્રી પણ ફરિયાદ કરી શકે છે.

★આંતરિક ફરિયાદ સમિતિ કઈ રીતે બનશે?

● તમામ કચેરીએ મહિલા અધિકારીના અધ્યક્ષ સ્થાને આંતરિક ફરિયાદ સમિતિની ફરજીયાત રચના કરવી અને તેની વિગતો જાહેર સ્થળે મૂકવી.
● કચેરીના સામાજિક અથવા કાયદાકીય જાણકારી ધરાવતા ઓછામાં ઓછા 2 કર્મચારી/કામદારોની સભ્ય તરીકે નિમણૂંક કરવી.
● બિનસરકારી સંગઠનના 1 સભ્ય કે જે મહિલાના હિતના રક્ષણ માટે સક્રિય હોય.
● સમિતિના 50 ટકા સભ્યો મહિલા હોવા જોઈએ.
● મહિલાને ફરિયાદ કરવામાં મદદ કરવાની કચેરીના વડાની ફરજ હોવી જોઈએ.
● કાયદાની કલમ-4માં પ્રત્યેક કામના સ્થળે, દરેક ખાતા કે વિભાગમાં આંતરિક ફરિયાદ સમિતિઓ બનાવવાની માલિકની ફરજ છે.
જાતીય શોષણથી મુક્ત સમાજ આપણો અધિકાર છે. કામના સ્થળે અને શિક્ષણ સંસ્થાઓમાં થતા જાતીય સતામણી અને જાતીય શોષણ, બંધારણની કલમ-14, 15 અને 21 હેઠળ મેળવેલા મૂળભૂત અધિકારોનો ભંગ છે.

★ સ્થાનિક ફરિયાદ સમિતિ

● કાયદાની કલમ-4(2) મુજબ આ સમિતિના મુખ્ય અધિકારી સ્ત્રી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 50 ટકા સભ્યો સ્ત્રીઓ હોય તે જરૂરી છે. તેમાં ઓછામાં ઓછી એક સભ્ય, એવી સ્વૈચ્છિક સંસ્થામાંથી હોય કે જેને જાતીય સતામણીના કેસમાં કામ કરવાનો અનુભવ હોય.

★સ્થાનિક ફરિયાદ સમિતિ કઈ રીતે બનશે?

● કાયદાની કલમ-5 હેઠળ દરેક જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હેઠળની સ્થાનિક ફરિયાદ સમિતિ બનાવવાની જોગવાઈ છે. કામના સ્થળે દરેક વહીવટી વિભાગ અને ઉપવિભાગમાં તેમ જ જિલ્લામાં, દરેક તાલુકા અને શહેરના દરેક વૉર્ડમાં નોડલ અધિકારી નિમવાની જોગવાઈ છે. જ્યારે માલિક કે વહીવટદાર પોતે જ જાતીય શોષણ કરે ત્યારે કામના સ્થળે બનેલી આંતરિક સમિતિ અસરકારક રહેતી નથી. ઉપરાંત, અનેક બહેનો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, છૂટક કામ કરે છે. તેમના કામનું સ્થળ રોજેરોજ બદલાય છે. આવી અસંગઠિત ક્ષેત્રની બહેનો જે-તે વિસ્તારની સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરી શકે છે. ઘર-નોકર તરીકે કામ કરનારી બહેનોના લાંબા સંઘર્ષ બાદ, અંતમાં તેમનો સમાવેશ પણ આ બીલમાં કરવામાં આવ્યો છે. તેઓ પણ આ કાયદા હેઠળ સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરી શકશે.

★સ્થાનિક ફરિયાદ સમિતિ કઈ રીતે બનશે?

● કાયદાની કલમ-5 મુજબ સરકાર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટરની આ કાયદા હેઠળ ડિસ્ટ્રિક્ટ ઑેફિસર તરીકે નિમણૂંક કરશે.
● મુજબ સ્થાનિક સમિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્થાનિક ફરિયાદ સમિતિ જિલ્લા સ્તરે રચવામાં આવશે, જેમાં અધ્યક્ષ તરીકે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અગ્રણી મહિલા રહેશે.
● અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓ,10થી ઓછા કાર્યકરો/કામદારો હોય તેવી કચેરી /એકમની મહિલાઓ આ સમિતિ સમક્ષ ફરિયાદ કરી શકે.
● સ્થાનિક ફરિયાદ સમિતિ વિશે વધુ માહિતી માટે જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકાય.

★ જાતીય સતામણી માટેની ફરિયાદ .

● ભોગ બનેલ મહિલાએ છેલ્લા બનાવના 3 માસમાં લેખિતમાં આંતરિક ફરિયાદ સમિતિને ફરિયાદ કરવી.
● શારીરિક અથવા માનસિક અશક્તિના કારણોસર ફરિયાદ કરવા અસમર્થ હોય તો તેવી પરિસ્થિતિમાં મહિલાના વારસદારો ફરિયાદ કરી શકે છે.

★ કાર્યપ્રક્રિયા/કાર્યવાહી

● આંતરિક ફરિયાદ સમિતિએ 90 દિવસમાં તાપસ પૂર્ણ કરવી અને 10 દિવસમાં તપાસના કારણોનો અહેવાલ પગલાંની ભલામણો સાથે કચેરીવડાને સુપ્રત કરવો.
● સંસ્થા/કચેરી/એકમને સમિતિનો અહેવાલ અને ભલામણો મળ્યાથી 60 દિવસમાં ભલામણ મુજબ કાર્યવાહી કરવી.
● ફરિયાદી મહિલા ઈચ્છે તો સમાધાન કરી શકાશે,પરંતુ તેમાં નાણાંકીય લેવડ-દેવડનો સમાવેશ કરી શકાશે નહીં.
● ઘરઘાટી/કામ કરતી મહિલાના કિસ્સામાં સ્થાનિક સમિતિને ફરિયાદ મળતાં, તે 7 દિવસમાં પોલીસમાં આઇપીસી કલમ-૫૦૭ હેઠળ ફરિયાદ નોંધાવી શકશે.

★વળતર અને રાહતો

● ફરિયાદ કરનાર મહિલાને થયેલ શારીરિક, માનસિક અને ભાવનાત્મક આધાર માટે આર્થિક વળતર.
● શારીરિક અને માનસિક સારવાર માટે તબીબી ખર્ચ.
● સ્વાવિનંતીથી ફરિયાદી મહિલા અથવા આરોપીની બદલી.
● પીડિત મહિલાને માનસિક રાહત માટે ચાલું પગારે મળવાપાત્ર રજાઓ ઉપરાંત 3 માસ સુધીની રજા.

★ કાયદાનું અમલીકરણ ન કરવા બાબતે સજા

● સંબંધિત સંસ્થા/કચેરી/એકમ દ્વારા કાયદાની બાબતોનું અમલીકરણ કરવામાં ન આવે તો 50,000/- સુધીનો દંડ,બીજીવખતે બમણો દંડ અને ત્યારબાદ લાયસન્સ રદ કરવા અથવા રીન્યુ ન કરવાની શિક્ષા.
● કચેરીના ગેરવર્તણૂકોના નિયમો અનુસાર આરોપી સામે પગલાં લેવા.
● તદ્દન બાદઇરાદાપૂર્વકની ખોટી ફરિયાદ માટે મહિલા ફરિયાદીને દંડની જોગવાઈ પણ છે.

★ કામકાજના સ્થળે મલિક/ વડાની જવાબદારી.

● કામકાજના સ્થળે મહિલાને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું.
● મહિલાઓની જાતીય સતામણી સામે રક્ષણ આપતા કાયદા અંતર્ગત રચવામાં આવેલ આંતરિક ફરિયાદ સમિતિના સભ્યોની માહિતી સ્પષ્ટ દેખાય તે રીતે જાહેરમાં પ્રદર્શિત કરવી.
● અધિનિયમની જોગવાઈઓ અંગે કામદાર/કર્મચારીઓને માહિતગાર કરવા જાગૃતિ કાર્યક્રમો યોજવા.
● સરકારી કર્મચારીના શિસ્ત વિષયક નિયમોમાં જાતીય સ્તંનીને ‘ગેરવર્તણૂકો’ ગણીને તે અન્વયે પગલાંઓ લેવા.
● માહિતો અધિકારી (આર.ટી.આઈ.)અન્વયે ફરિયાદી મહિલાની અરજીની વિગતો જાહેર કરી શકાશે નહીં.

★ લેખન અને સંકલન :  Parul Mahida.

Leave a Reply

%d bloggers like this: