કોરોના થયા પછી વૃદ્ધને ડાયાબીટીસ હતી એટલે બ્લેક ફંગસ થવાના ડરે આપઘાત કર્યો.

રાજ્યમાં કોરોનાની સાથે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ હાહાકાર મચાવી રહ્યો છે. રોજના અનેક કેસો જોવા મળે છે. જેમાં કોઈને આંખ, મોઢા કે જડબાનો ભાગ કાઢી લેવામાં આવે છે. આ બ્લેક ફંગસના કારણે હવે લોકોમાં ડર ફેલાઈ ગયો છે. શહેરના પાલડી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતાં વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો હતો અને ડાયાબીટીસ હતો. વૃદ્ધે બ્લેક ફંગસ થઈ છે એવા ડરના કારણે પોતાના ફ્લેટના ધાબા પર જઈ ઝેર પી આપઘાત કરી લીધો હતો. પાલડી પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને મૃતકે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તે મ્યુકોરમાઇકોસિસ થયો હોવાના કારણે દેહત્યાગ કરતા હોવાનું કારણ આપે છે. રાજ્યમાં કોરોના મહામારી બાદ મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં લોકો મરી રહ્યા છે. જેના કારણે લોકોમાં આ બિમારીનો ભય જોવા મળી રહ્યો છે. પાલડીમાં રહેતા વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો અને ડાયાબીટીસ હતો. જેથી બ્લેક ફંગસ થઈ જશે તેવો ડર સતાવી રહ્યો હોવાથી ઝેર દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશનમાં આવી છે. આ અંગે પાલડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

The Herat news

શહેરના પાલડી વિસ્તારના અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ એકલા રહે છે. તેમના દિકરાઓ મુંબઈ ખાતે રહે છે. બે દિવસ પહેલા અચાનક નિરંજનભાઈએ પોતાના ફ્લેટના ધાબે જઈને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ફ્લેટના લોકોને આ અંગેની જાણ થતા તેઓ ભેગા થઈ ગયા હતા અને નિરંજનભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિજ્યું હતું. પોલીસે તેમના દીકરાનું નિવેદન લઈ તપાસ કરી ત્યારે જણાવા મળ્યું હતું કે, નિરંજનભાઈને ચાર મહિના પહેલા કોરોના થયો હતો. જો કે ત્યાર બાદ તેઓ નોરમલ થઈ ગયા હતા. પરંતુ તેમને ડાયાબીટીસ હોય અને હાલ ચાલી રહેલી બ્લેક ફંગસની બિમારી તેમને થઈ જશે તેવો ડર તેમને અવાર નવાર સતાવવા લાગ્યો હતો. જેના કારણે નિરંજભાઈ ફ્લેટના ધાબે જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે પાલડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

The Herat news

પોલીસને મૃતકના ઘરમાંથી બે સુસાઈડ નોટ મળી આવી હતી. એકમાં તેમણે આપઘાતનું કારણ લખીને વિગતવાર કારણની ચિઠ્ઠી કબાટમાં હોવાનું જણાવ્યું હતું. જેમાં વૃદ્ધે આપઘાત કરતા પહેલા લખ્યું છે, મને મ્યુકોરમાઇકોસિસ થયો છે અને મારા માથામાં સફેદ ફંગસ-ચાંદા પડ્યા છે. હવે આ કોરોનાકાળમાં હોસ્પિટલમાં આ રોગની સારવાર મને શક્ય લાગતી નથી. તેથી હું મારા દેહનો ત્યાગ સ્વેચ્છાએ કરું છું તો મને માફ કરશો. આ રોગની વાત મારી પત્ની પુષ્પાને પણ મેં જાણ નથી કરી. તથા રોગની જાણ મારા બંને દીકરા તથા બંને વહુઓને પણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *