ગૌરવ : ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમ

  • ગૌરવ : ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમ

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે ક્વોલિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી માત આપીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમ હવે પોતાના ઓલિમ્પિક મેડલથી એક જીત દૂર છે. ભારત તરફથી પ્રથમ ગોલ ગુરજૂત કૌરે કર્યો હતો. ગુરજૂતનો ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ હતો અને તેની સાથે જ ઓસ્ટ્રેલિયાએ પણ આ વખતે ઓલિમ્પિકમાં પ્રથમ વખત પેનલ્ટી કોર્નરમાં ગોલ ખાયો છે. ગુરજીતે પેનલ્ટી કોર્નર પર શાનદાર ડ્રેગ ફ્લિક મારતા ભારતને 1-0ની લીડ અપાવી હતી.

તમને જણાવી દઈએ કે, આજે સવારે રમાયેલી પ્રથમ ક્વોર્ટર ફાઈનલ મેચમાં આર્જેન્ટીનાએ જર્મનીને 3-0થી માત આપીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. સેમીફાઈનલ 4 ઓગસ્ટ એટલે બુધવારે રમાશે. ભારતીય હોકી ટીમે પૂલ સ્ટેજની શરૂઆતમાં ત્રણ મેચો ગુમાવી દીધી હતી. તે પછી આર્યલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને હરાવીને રાની રામપાલની આ ટીમે શાનદાર વાપસી કરી હતી અને અંતિમ-8માં જગ્યા બનાવી હતી. તે પછી આજે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને માત આપીને સેમિફાઈનલમાં જગ્યા બનાવવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે.

આ પણ વાંચો : સંકુચિત વિચારસરણીના ફળ કડવા જ હોય છે !

31 જુલાઈ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતીય હોકી માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. કેપ્ટન રાની રામપાલની ટીમે ગ્રુપ સ્ટેજમાં 2 મેચ જીતી હતી, જ્યારે 3 માં તેનો પરાજય થયો હતો. આ પછી, ભારતીય ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશાઓ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેના પરિણામ પર ટકેલી, જ્યાં બ્રિટને મેચ જીતી, ભારત માટે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો રસ્તો સાફ કર્યો. આ સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો.

ટોક્યો ઓલમ્પિકના બીજા સપ્તાહનો પ્રારંભ થયો છે ત્યારે હોકીમાં ભારતીય મહિલા ટીમે ગ્રુપનો અંતિમ મુકાબલો પોતાના નામે કર્યો અને દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું. ભારતીય મહિલા હોકી ટીમ પોતાના ગ્રુપની અંતિમ મેચ જીતવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકા સાથે થયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 4-3થી વિજય મેળવ્યો હતો. ટોક્યો ભારતીય મહિલા હોકી ટીમે ઓલમ્પિકમાં બીજો વિજય મેળવ્યો હતો. વંદના કટારિયા આ મેચની સ્ટાર પ્લેયર રહી હતી. તેણે મેચમાં 3 ગોલ કર્યા હતા. આ સાથે વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક લગાવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ભારતીય મહિલા ટીમની મેચ બાદ બ્રિટનની ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. આયર્લેન્ડની ટીમ હારી જતા ભારતીય મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે.

હોકી

“ભારતીય પુરુષ હોકી અને મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો ,બંને ટીમો ટોક્યો ઓલિમ્પિકમાં સેમી ફાઇનલ માં પહોંચી”

-ટોક્યો ઓલિમ્પિકના ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી-ફાઇનલમાં પહોંચી છે ભારતે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવ્યું હતું. ભારતની ગુરજિત કૌરે 22મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. ભારતીય પુરુષ હોકી ટીમે 1972 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા માટે દિલપ્રીત સિંહે 7મી મિનિટે, ગુરજંત સિંહે 16મી અને હાર્દિક સિંહે 57મી મિનિટે ગોલ કર્યા હતા. ટીમ ઇન્ડિયા હવે સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *