CAAના નિયમ-કાયદા બનાવવામાં ગૃહ મંત્રાલયે વધુ છ મહિનાનો સમય માંગ્યો

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન કાયદાનો નિયમ બનાવવા માટે 6 મહિનાનો સમય માંગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદને આ વાતની જાણકારી આપી છે. મંત્રાલયે રાજ્યસભા અને લોકસભાની સમિતિઓને 9 જાન્યુઆરી 2022 સુધી સમય વધારવાની માંગ કરી છે. CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘમુતી અને શોષણનો શિકાર થયેલા હિન્દૂ, પારસી, શિખ, ઇસાઇ, જૈન અને બૌદ્ધ સમુદાયને ભારતીય નાગરિકતા મેળવવાની પરવાનગી આપે છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ પૂછ્યુ હતું કે CAAના નિયમોને લાગુ કરવાની અંતિમ તારીખ નક્કી થઇ છે કે નથી થઇ, તેમણે તારીખ નક્કી ના થવાની સ્થિતિમાં મંત્રાલયને કારણ પણ પૂછ્યુ હતું. જેની પર ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ હતું કે CAAને 12 ડિસેમ્બર 2019માં અધિસૂચિત કરવામાં આવ્યુ હતું અને આ 10 જાન્યુઆરી 2020માં પ્રભાવમાં આવી ગયુ હતું.

આ પણ વાંચો : પેગાસસ મામલે તપાસ પંચ રચનારું પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય, કેન્દ્રએ તપાસ પંચ ન રચતા અમે પંચની રચના કરીઃ મમતા

પોતાના જવાબમાં રાયે કહ્યુ, નાગરિકતા સંશોધન કાયદા 2019ના નિયમો નક્કી કરવા માટે લોકસભા અને રાજ્યસભાની સમિતિઓ પાસે સમય 9 જાન્યુઆરી 2022 સુધી વધારવા કહ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાયદા પર 12 ડિસેમ્બર 2019માં સહમતિ વ્યક્ત કરી હતી. CAA સામે આવ્યા બાદ મોટા સ્તરે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. દેશના કેટલાક વિપક્ષી રાજકીય દળો અને પક્ષોએ કાયદાને લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. ત્રણ દેશમાં ધાર્મિક ઉત્પીડનને કારણે ભારતમાં 31 ડિસેમ્બર 2014 સુધી આવનારા હિન્દૂ, પારસી, શીખ, ઇસાઇ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ગેરકાયદેસર પ્રવાસી માનવામાં નહી આવે. આ સાથે જ તેમણે કાયદાની જોગવાઇ હેઠળ ભારતની નાગરિકતા મેળવવામાં આસાની થશે. જો આ દેશો અને આ સમુદાયના લોકો પાસે માતા-પિતાના જન્મસ્થાનનું પ્રમાણ નથી તો તે ભારતમાં 6 વર્ષ રહ્યા બાદ નાગરિકતા માટે અરજી કરી શકે છે.

One thought on “CAAના નિયમ-કાયદા બનાવવામાં ગૃહ મંત્રાલયે વધુ છ મહિનાનો સમય માંગ્યો

Leave a Reply

%d bloggers like this: