February 2022 : The Heart E magazine

નવા વર્ષમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. એક મહિનો પસાર પણ થઈ ચૂકયો છે, ને હવે કોરોનામાં પણ થોડી રાહત થઈ છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે, આપ સહુ તંદુરસ્ત અને સારા હશો. પાછળના સમયમાં મળેલાં આપના સાથ-સહકાર બદલ અમે આપના ખૂબ આભારી છીએ, અને ફરીથી એકવાર ફ્રેબુઆરીના નવા અંક સાથે આપ સમક્ષ ઉપસ્થિત છીએ. ખાસ તો અમારા વાંચકવર્ગનો આભાર માનીએ છીએ કે, આપનાં સકારાત્મક મંતવ્યોને કારણે કંઈક વિશેષ કરવાનું અમને સતત પ્રોત્સાહન મળતું રહે છે, અને એક નવીન અંક સાથે અમે આપ સમક્ષ મેગેઝિન મુકી શકીએ છીએ. સાથોસાથ અમારી સાથે જોડાયેલ તમામ લેખકનો પણ આભાર માનીએ છીએકે, સમયસર ને નવા મુદ્દાઓની સાથે એમના લેખ પહોંચાડીને સહકાર આપે છે. આમજ રીતે મેગેઝિન ચલાવવા માટે ભવિષ્યમાં પણ આપનો સાથ-સહકાર મળી રહે તેવી અપેક્ષા રાખીએ છીએ.

‘ધ હાર્ટ’ મેગેઝિન હવે ગુજરાતીઓનાં હૈયે વસી ગયું છે‌. ટૂંકા ગાળામાં જ કલાત્મક લે-આઉટ અને આકર્ષક ડિઝાઇનને કારણે ‘ધ હાર્ટ’ મેગેઝિન કંઈક વિશેષ લાગે છે. ‘ધ હાર્ટ’ મેગેઝિન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકો સુધી મહત્વની બાબતો પહોંચાડવાનો હતો. જેના અનુસંધાનમાં પ્રથમ તબક્કામાં મેગેઝિન વિવિધ વિષયોનો રસધાર લઈને આવતું હતું, જોકે બીજા તબક્કામાં ‘ધ હાર્ટ’ મેગેઝિન હવે વિશેષ વિષયોની ચર્ચા અને દિવસોને સાંકળીને લેખો સંપાદિત કરી રહેલ છે. ‘ધ હાર્ટ’ મેગેઝિનના તંત્રી શ્રી નેલ્સન પરમાર એક ઉત્તમ વ્યક્તિત્વ છે જ, ને સાથોસાથ તેમના વિચારોમાં પરિપક્વતા અને નિખાલસતા સ્પષ્ટ દેખાય અને અનુભવાય છે. સહુને સાંકળીને કેડી કંડારવા માંગતા નેલ્સન પરમારના પ્રયાસો વેગવંતા બની રહેલા મેગેઝિનમાં ઝળહળી ઉઠે છે. આ મેગેઝિન કોઇપણ આર્થિક ટેકા વગર ચાલે છે, એ મોટી વાત છે. કારણ કે, મોટા મેગેઝિનો જ્યારે બંધ હાલતમાં છે, તેવા સમય-સંજોગોમાં પોતીકા બળે ‘ધ હાર્ટ’ને ચલાવવું કઠિન છે. ત્યારે વાંચકો, લેખકો, વિચારકો, દાતાઓને નમ્ર વિનંતી કે તેઓ એનકેન પ્રકારે મેગેઝિન ચલાવવા આર્થિક બળ પુરું પાડવામાં મદદરૂપ થઈ શકે છે. આપના જીવનનાં વિશેષ દિનની ઉજવણી, જન્મદિનની ઉજવણી, વ્યક્તિ વિશેષ પરિચય અથવા જાહેરાત દાતા સાથે સંપર્ક કરાવીને પણ આપ આપનો અમૂલ્ય ફાળો આપી શકો છો. લેખકો નિષ્ઠાપૂર્વક લેખો લખી મેગેઝિનને વધુ ઉત્કૃષ્ઠ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ. જો લેખકોને એક દિશા અને પ્લેટફોર્મ મળે, તો તે વધુ ઉત્તમતાથી ગર્વભેર લેખનયાત્રા તરફ ચાલવા લાગે છે. ‘ધ હાર્ટ મેગેઝિન’ના પ્રારંભિક લેખકો હાલમાં અખબાર અને મેગેઝિનમાં પણ લખતા થયા છે, જે અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે. બસ આજ પ્રકારે આવનાર સમયમાં લેખકો વધુ સફળ બને અને સમાજને વધુ જ્ઞાનસભર લેખોનું પીરસણ કરતા રહે શુભેચ્છાઓ. ફરી એકવાર ‘ધ હાર્ટ’ મેગેઝિન ટીમ આપ સહુનો ખૂબ ખુબ આભાર માનીએ છીએ.

The Heart

શૈલેષ રાઠોડ ( મેનેજીંગ તંત્રી )

સંપર્ક :
તંત્રી – નેલ્સન પરમાર
મો. ૭૮૭૪૪૪૯૧૪૯
ઈ-મેલ – theheartmagazine1@gmail.com

જો આપને અમારું આ કામ ગમ્યું હોય તો આ કામને આગળ ધપાવવા માટે આર્થિક સહયોગ આપી શકો છો. – ગુગલ પે : ૭૮૭૪૪૪૯૧૪૯

Magazine Dawonload કરવા માટે ક્લીક કરો : https://drive.google.com/file/d/1fvSBlT28b1VL0CC_ah6UXTHCF4nyPr36/view?usp=drivesdk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *