ડોનેશન માટે અપીલ :  ક્રાઉડ ફંડીંગ એટલે શું? ઓનલાઇન કેમ કરી શકાય? ફાયદો શું? – જાણો વિગતે

  • ડોનેશન માટે અપીલ :  ક્રાઉડ ફંડીંગ એટલે શું? ઓનલાઇન કેમ કરી શકાય? ફાયદો શું? – જાણો વિગતે

આ વિશે મને આછી પાતળી ખબર હતી પણ એ જાણવા માટે મારે ખુદ એ પર જવું પડે એમ હતું એટલે. જાણીતી વેબસાઇટ મિલાપ પર જઈ મેં એક કેમ્પેઈન શરું કર્યું, આમ તો શીખવા માટે જ કર્યું હતુ પણ બિલકુલ જેન્યુઈન છે. હવે વાત કરીએ આ વિશે તો. આપણે જોયું કે ધૈર્યરાજ, વિવાન માટે આપણે જે દાનની અપીલ કરી હતી એ આવા ઓનલાઇન પ્લેટફોર્મ ને આધારે……આ વિશે તમારે પણ જાણવૂ જોઇએ જેથી ભવિષ્યમાં તમે પણ કોઈને મદદ કરી શકો.

¶ કેવા સંજોગોમાં કરી શકાય ચાલું ? : અહીંયા તમે પર્સનલ પ્રોબ્લેમ, મેડીકલ કન્ડીશન, બીઝનેસ માટે, એન.જી.ઓ માટે, સંસ્થા માટે, નાનો એવો ઉધોગ શરૂ કરવા માટે આ કેમ્પેઈન નો ઉપયોગ કરી શકો છો. અહીંયાથી પૈસા લેવામાં ફાયદો એ છે કે, જેમ કહેવાય ને કે, ટીપે ટીપે સરોવર ભરાય એમ જ અહીંયા થોડા થોડાં કરીને તમારે જેટલી રકમ હોય એટલી રકમ મળી રહે જો લોકો ને તમારી વાત સાચી લાગે તો, તમે આજ રકમ કોઈ પાસે ઉધાર લો, અથવા તો લોન કરી લો તો‌ એમાં આગળ જતાં મુશ્કેલી આવે શકે, પણ અહીંયાં તમારે આવેલી રકમ કોઈને પાછી ચુકવવાની થતી નથી એ એક મોટો ફાયદો છે. સૌથી મહત્વનુ કે એમાં કોઈને નુકસાન પણ નથી, નજીવી નાની રકમ પોતાની મરજીથી લોકો આપતાં હોય છે એટલે કોઈને નુકસાન થવાનું પણ આમાં રહેતું નથી. આ મિલાપ વાળા આ કેમ્પેઈન એકદમ ફ્રીમાં ચલાવે છે એટલે કે તમને જે ડોનેશન મળ્યું છે એ બધું તમને આપી દે છે‌, કોઈ ચાર્જ લેતા નથી.

આ એક સારું અને ફાયદાકારક સાધન છે પણ એનો દુરુપયોગ ન કરવો જોઈએ ખરેખર મદદની જરુર હોય ત્યારે આ પ્લેટફોર્મનુ મદદ લેવી જોઈએ, જ્યારે તમે કોઈ સામાજીક કા કરતા હોવ તો એક વાત યાદ રાખવી સમાજનું કામ સમાજનાં પૈસે જ કરાય ઘરના ખર્ચીને નહીં, એવા કોઈ કામમાં ઉપયોગ કરો અથવા તો મેડીકલ કન્ડીશનમાં મદદ કરી શકાય, જેની પાસે માહિતી ન હોય એમના માટે ખાસ આજનો આ લેખ છે કે જો કોઈને ખરેખર મદદની જરૂર હોય ત્યારે તમે તમારા ઘરના ખર્ચીને મદદ કરવા કરતાં આવા કોઈ પ્લેટફોર્મની મદદ લેશો તો એમને પણ ફાયદો થશે અને તમને નુકસાન પણ નહીં થાય. એટલે જ્યારે ખરેખર એવી સિચીયુએશન હોય ત્યારે આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવો જોઇએ. ખાસ કે તમારી સ્ટોરી સાચી અને લોકોને ગળે ઉતરે એવી હોવી જોઇએ. લોકોએ તમને કેમ મદદ કરવી એ બાબત સ્પષ્ટ લખવી જોઇએ, સાથે તમારાં એને લગતાં ડોક્યુમેન્ટ પણ જોડી શકો છો.

મેં બનાવેલ કેમ્પેઈનની સ્ટોરી અને લીંક મુકું છું સમજાવવા માટે. તમારી પાસે વધારાના હોય તો ડોનેટ પણ કરી શકો છો. 

*The Heart Views & News* ડોનેશન માટે અપીલ

𝐓𝐡𝐞 𝐇𝐞𝐚𝐫𝐭 is providing Gujarati News including various categories like Gujarat news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, crime news, Article, visit our website for more info on theheart.in Freelance work, freelance Media.

કોઈએ મને કહ્યું કે, આપ વેબસાઈટમા ગુગલની જાહેરાત રાખી ઢગલો પૈસા કમાઈ શકો છો, પણ જો હું પૈસા કમાવવા માટે વેબસાઈટનો ઉપયોગ કરું તો વેબસાઈટમાં મારે એડલ્ટ કન્ટેન્ટ મુકવા પડે, તમારે ન જોવા જેવી એડલ્ટ જાહેરાતો જોવી પડે, મારે એવા આર્ટીકલ લખવા પડે છે લોકોને એકાંતમાં વાંચવા ગમતા હોય, એડલ્ટ આર્ટીકલ, જોક્સ, નોવવેઝ જોકસ આ બધું ઉપયોગ કરું તો ટ્રાફિક જનરેટ થાય અને એમાંથી ઈન્કમ થાય. પણ પછી વેબસાઈટની આજ સુધી જાળવેલ ક્વોલિટી ડાઉન થઈ જાય. આજ સુધી સમાજને ઉપયોગી અને મહત્વના લેખ જ મુક્યા છે. એવા કોઈ આર્ટિકલ્ કે જાહેરાત વેબસાઈટમાં મુકું નથી જેનાથી કોઈ શરમ અનુભવે. જો આગળ પણ આવી જ રીતે કવોલીટી જળવાઇ રહે એમ ચાહતાં હોય તો આ પ્લેટફોર્મ ચલાવવા માટે અમને આર્થીક ટેકો પુરો પાડવો પડે તો જ અમે આજ દિશામાં આગળ વધી શકીએ એમ છે.

To pay via Paytm (for Android users only) – https://milaap.org/fundraisers/support-the-heart/deeplink?deeplink_type=paytm

અથવા

જો આપ ખરેખર અમારા પ્લેટફોર્મ ને મદદ કરવા માગો છો તો. આપ ગુગલ પે નં – 7874449149 અથવા તો આ નંબર પર સંપર્ક કરી મદદ કરી શકો‌ છો. 

© નેલ્સન પરમાર

The Heart News & Views 

Dontet

Leave a Reply

%d bloggers like this: