હદ છે, ઓઢવ પોલીસની ગુંડાગીરી – કોઈ વાંક વગર યુવકને ઢોર માર માર્યો

અમદાવાદ : શહેરમાં ઓઢવ પોલીસ બેફામ બની હોવાનો એક કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 જેટલા પોલીસ કર્મીઓએ એક પરિવાર સાથે ગાળા ગાળો કરીને પરીવારના યુવક સાથે મારઝુડ કરી હતી. જો કે આ યુવકનો કોઈ વાક કે ગુનો ન હોવા છતા પોલીસે કર્મીઓએ આ હરકત કરી હોવાનું મનાય છે. આ મામલો દબાવવા પીઆઈ સહિત ડીસીપી સહિતના અધિકારીઓએ દબાવવા ધમપછાડા કર્યા હતા. જોકે પોલીસ સામે કોઈ જ કાર્યવાહી ન થાય તે માટે દબાણ કર્યું હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો : ભારતની કથળતી શૈક્ષણિક સ્થિતી : – જહાન્વી પરમાર

ભોગ બનનારે જણાવ્યુ હતું કે, ઓઢવના ઈન્દીરાનગરમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પરમાર બુધવારે બપોરના સમયે તેમની સાસુ, સાળો અને સાળાની પત્નીને કારમાં લઈને ઓઢવની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પોલીસની જીપ રોગ સાઈડમાં પૂર ઝડપે આવી હોવાથી રમેશભાઈએ પોલીસની જીપ ચલાવી રહેલા પોલીસ કર્મીને શાંતિથી ગાડી ચલાવવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી રમેશભાઈએ પોલીસ કર્મીઓને કારમાં મહિલાઓ બેઠી હોવાનું જણાવ્યું હતુ ત્યારે ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓ રમેશભાઈ સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. માનવતા નેવે મૂકી મહિલાઓ ની સામે ગાળો બોલી ઢોર માર માર્યો હતો. બીજી બાજુ બાઈક પરથી પસાર થઈ રહેલા બીજા બે પોલીસ કર્મીઓ પણ ત્યાં આવ્યા હતા અને રમેશભાઈ સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. આમ પાચેય પોલીસ કર્મીઓએ પોતે પોલીસ હોવાનો ફાયદો મેળવી નિર્દોષ રમેશભાઈને ઢોર માર મારી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જો કે ત્યાં લઈ ગઈ ગયા બાદ તેમને છોડી દીધા હતા. જો કે ઢોર માર માર્યો હોવાથી રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ મામલો દબાવવા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ ધમપછાડા કર્યા હતા. પોલીસને જોઈને સલામતીનો અહેસાસ થવો જોઈએ પણ અહીંયા પોલીસના વેશમાં ગુંડા ફરતા હોય એવો અહેસાસ થાય છે.

Leave a Reply

%d bloggers like this: