- ED એ ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા અને સંજયખાનની કરોડોની સંપત્તિ જપ્ત કરી
- Ed એ ફિલ્મ અભિનેતા સંજયખાન અને ડિનો મોરિયા સહિત ચાર વ્યક્તિની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
વડોદરાની સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપની વિરૂદ્ધ લગભગ 16000 કરોડ રૂપિયાના બેન્ક લોન કૌભાંડ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ CBIમાં નોંધાયેલી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટ (ED)એ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના જમાઇ, ફિલ્મ અભિનેતા સંજયખાન અને ડિનો મોરિયા સહિત ચાર વ્યક્તિની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ સ્વ. અહમદ પટેલના જમાઇ ઇરફાન અહમદ સિદ્દીકીની 2.41 કરોડ રૂપિયાની સંપત્તિ, ફિલ્મ અભિનેતા અને ડાયરેકટર સંજયખાનની 3 કરોડ રૂપિયા, ડિનો મોરીઆની 1.4 કરોડ રૂપિયા અને ડીજે અકિલ નામે જાણીતા અકિલ અબ્દુલખલિલ બચુઆલીની 1.98 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ પણ વાંચો : ખેડાના, કપડવંજ તાલુકાના વઘાસ પ્રા.શાળા ખાતે દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી અનોખો વૃક્ષારોપણ યોજાયો.
જપ્ત કરાયેસી આ સમ્પત્તિમાં 3 વાહનો, સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટસ શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સનો સમાવેશ થાય છે. ઇડીએ સાંડેસર ફેમિલિના કર્મચારી સુનિલ યાદવનું નિવેદન લીધું હતું. જેમાં યાદવે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે અહમદ પટેલના જમાઇ ઇરફાન સિદ્દીકી દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં આવેલા ચેતન સાંડેસરાના મકાનમાં રહેતા હતા. ગયા વર્ષના જુલાઇમાં આ કેસના સંદર્ભમાં જ ઇડીએ તે સમયે અહમદ પટેલ અને તેમના પુત્ર ફૈઝલની પણ પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના નવેમ્બરમાં અહમદ પટેલનું અવસાન થયું હતું. ઇડીની તપાસમાં સામે આવ્યું હતું કે, સાંડેસરા બંધુઓ તરફથી સંજય ખાનને 3 કરોડ રૂપિયા, ડિનો મોરીઆને 1.4 કરોડ રૂપિયા ડીજે અકિલને 12.54 કરોડ રૂપિયા અને ઇરફાન અહમદ સિદ્દીકીને 3.51 કરોડ રૂપિયા અપાયા હતા.