હવે ચીનમાં પડશે પ્રોપર્ટીના ત્રણ ભાગ આખરે ચીને સરકારે 3 બાળકોની નીતિને આપી મંજૂરી

ચીનમાં સતત ઘટી રહેલા વસ્તીવૃદ્ધિ દર અને વૃદ્ધોની વધી રહેલી વસ્તીને જોતા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં હવે કોઈ પણ દંપતી ત્રણ બાળકો પેદા કરી શકશે. સોમવારે ચીની સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પાછળ સૌથી મોટું કારણ એ છે કે, ગત વર્ષે વસ્તી વૃદ્ધિનો દર 1960ના દાયકા બાદ સૌથી ઓછો જોવા મળ્યો હતો.અગાઉ ચીનમાં બે બાળકો પેદા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ચીની સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદન મુજબ, સીનિયર સિટીઝન લોકોની વસ્તીમાં સતત થઈ રહેલા વધારાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત બાળકો પેદા કરવા સાથે સંકળાયેલા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે દેશની ઘરડી થઈ રહેલી વસતીને ધ્યાનમાં લઈને બાળકો પેદા કરવાના નિયમમાં છૂટ આપવામાં આવી છે. સમાચાર સંસ્થાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ચીન તરફથી તાજેતરમાં વસ્તી વધારાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ થયું હતું કે, ગત દાયકામાં બાળકો પેદા કરવાની રફ્તાર સૌથી ઓછી હતી. જેનું મુખ્ય કારણ “ટૂ-ચાઈલ્ડ પૉલિસી” હતી. ચીનમાં વસ્તીવૃદ્ધિ દર સાથે સંકળાયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે વસ્તી નિયંત્રણ માટે દાયકાઓ પહેલા બનાવેલી “વન ચાઈલ્ડ પૉલિસી”ને 2016માં ખતમ કરી નાંખી હતી.

આ પણ વાંચો – સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નહીં અટકે, દિલ્હી હાઈકોર્ટે ફગાવી અરજી, અરજીકર્તાને રૂ. 1 લાખનો દંડ

રાષ્ટ્રીય સાંખ્યિકી બ્યૂરોના જણાવ્યાનુસાર, નવી વસતીના આંકડાથી જાણકારી મળે છે ચીન એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે અને ભવિષ્યમાં તે વિકરાળ બને તેવી સંભાવના છે. કારણ કે દેશમાં 60 વર્ષથી વધારે લોકોની સંખ્યા વધીને 26.4 કરોડ થઈ ગઈ છે. દેશમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15 થી 59 વર્ષની વચ્ચે છે જે 2010 ની તુલનામાં 6.79 ટકાથી ઓછી છે. ચીન સરકારે 1980 ની સાલમાં વસતી વધારો રોકવા માટે જન્મ સંબંધી નિયમો લાગુ પાડ્યાં હતા. પરંતુ હવે દેશમાં કામકાજી લોકોની સંખ્યા ઘટી રહી હોવાથી ચીનને ચિંતા થવા લાગી છે. તેથી આ નિર્ણય લેવાયો છે. ચીન સરકારે જન્મ સંબંધી સીમાઓમાં છૂટ આપી છે પરંતુ દંપતિ મોંઘવારી, નાના આવાસ તથા માતાઓ સાથે નોકરીમાં ભેદભાવને કારણે બાળકોને જન્મ આપતા અચકાતી હોય છે.

Leave a Reply

%d bloggers like this: