બાબા રામદેવ પર આ મુખ્યમંત્રીનો આરોપ, પતંજલિ ગુરુકુળમાં બાળકો બંધક બનાવ્યાં

યોગ ગુરુ બાબા રામદાવે હાલમાં મેડિકલ સાયન્સ પર પોતાના નિવેદનો માટે વિવાદોમાં છે. એલોપેથીક ડોક્ટરો અને એલોપેથી અંગે વિવાદિત નિવેદનો આપનારા બાબા રામદેવ સામે માનહાનીના કેસની તૈયારી ચાલી રહી છે. સાથે જ એક હજાર કરોડની માનહાનીની લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે. એવામાં હવે રામદેવે કહ્યું છે કે કોઇના બાપની તાકાત નથી કે તે મારી ધરપકડ કરી શકે. કોરોનાની સારવાર અને વેક્સિન અંગે ખેંચતાણ વચ્ચે આજે દેશના તબીબીજગતમાં સૌથી મોટો વિવાદ યોગગુરુ બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ) વચ્ચે છેડાયો છે.

આ વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે. જેનું સીધું કનેક્શન બાબા રામદેવ સુધી જાય છે. પતંજલિ ગુરુકુળ સ્કુલમાં છત્તીસગઢના ૪ બાળકોને બંધક બનાવવામાં આવ્યાં હતાં. આ આરોપ ખુધ ભૂપેશ બાધેલ, છત્તીસગઢના મુખ્યમંત્રી એ લગાવ્યો છે. સાથે એ પણ જણાવ્યું છે કે, એસ પી અને કલેક્ટરની દરમિયાનગીરીથી બાળકોને છોડાવી લીધા છે.

“પતંજલિ ગુરુકુળ શાળામાં છત્તીસગઢના 4 વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાની ફરિયાદ મારા સુધી પહોંચી હતી ગારિયાબંદ કલેકટર અને એસપી તપાસ કરી બંધક રાખવામાં આવેલા બાળકોને મુક્ત કરાવ્યા હતા. હું બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. “

છત્તીસગઢ કોંગ્રેસે પણ આ બાભતે ટ્વીટ કરી રામદેવ અને ભાજપનાં નેતિ રમન સિંહ પર આરોપ લગાવ્યો છે.

 

Leave a Reply

%d bloggers like this: