GPSC પરીક્ષાના રૂબરૂ ની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા નાબૂદ કરવા બાબતે ટીમ ગબ્બરની ઓનલાઇન ફરીયાદ

આજ રોજ #ટીમ_ગબ્બર_ગુજરાત દ્વારા પણ #gpsc ઇન્ટરવ્યૂ નાબૂદી માટે અપીલ કરવામાં આવી. કે એચ ગજેરા અને સાથીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર રાજ્યના લાખો યુવાનોના હિતમાં સરકારના ઓનલાઇન પોર્ટલ પર જઈને આવેદનપત્ર- ફરિયાદ રજૂ કરવામાં આવેલ. જેની વિગત આ મુજબ હતી.

 

Jayesh vaira


માન. ચેરમેનશ્રી
ગુજરાત જાહેરસેવા આયોગ
મુખ્યમંત્રીશ્રી,
શિક્ષણમંત્રીશ્રી,
વિરોધપક્ષના નેતા

વિષય: GPSC પરીક્ષાના રૂબરૂ ની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા નાબૂદ કરવા બાબતે ટીમ ગબ્બરની ફરીયાદ

*સવિનય જણાવવાનું કે, ટીમ ગબ્બર ગુજરાતના કે એચ ગજેરા એડવોકેટ અને નયન ભાઈ જોષીને GPSC ના ઉમેદવારોની ફરિયાદો મળી છે કે,હાલમાં ચાલતી તજજ્ઞ સમક્ષની મૌખિક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા બધા ઉમેદવારોને તજજ્ઞો દ્વારા પોતાના માનીતા ઉમેદવાર, ભલામણો,અને યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારોને ફાયદો અને અન્યને અન્યાય થયો છે અને આવા ઉમેદવાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ પણ પીટીશન દાખલ કરી છે.જેથી GPSC ની તમામ પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બંધ કરવામાં આવે તો ભ્રસ્ટાચાર,જાતિવાદ,ભલામણો,અને સગાવાદને પ્રોત્સાહન ન મળે તેમાટે ટીમ ગબ્બરની માંગ છે અને હમણાં આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ૨૦ઓક્ટો.૨૦૧૯થી આ ઇન્ટરવ્યૂ પણ બંધ કરેલ છે.અને ભૂતકાળના એક કિસ્સામાં લેખિત પરીક્ષામાં મહત્તમ ગુણ મેળવનાર ઉમેદવારને રૂબરૂ ઇન્ટરવ્યૂ દરમિયાન અન્યાય થયો છે અને તેવા લાયકાત ધરાવતાને સગાવાદ,ભલામણો, અંગતસબંધ,જાતિવાદ,પોતાના વિદ્યાર્થી હોવાના કારણે વધુ ગુણ આપ્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેથી જો અન્ય રાજ્યો પોતાની સરકારી નોકરી માટે યોગ્ય અને લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય ન થાય તેમાટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા જ બંધ કરી દીધી છે તો ગુજરાતની સરકારે પણ આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ છે તે બંધ કરવી જોઈએ અને આવા ઇન્ટરવ્યૂના કોઈ રેકોર્ડ પણ નિભાવતા નથી,અને હજી પણ જાતિવાદ,ભ્રસ્ટાચાર, ભલામણોને પ્રોત્સાહન મળી રહ્યું છે તે યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થાય છે જે ઇન્ટરવ્યૂ જ બંધ કરી ન્યાયિક,પારદર્શક અને સંપૂર્ણ નિષ્પક્ષ રીતે હાલમાં જે પરીક્ષાઓ ના ઇન્ટરવ્યૂ બાકી છે અને ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ લેવાના છે તે તમામ ઇન્ટરવ્યૂ બંધ કરવામાં આવે તેવી ટીમ ગબ્બર ની માંગ અને રજુવાત છે.ટીમ ગબ્બર ની ઉપરોક્ત રજુવાત લાગુ પડતી કચેરી, અધિકારી અને વિભાગને પહોંચાડી રજુવાત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના સરનામે મોકલી આપવા માટે અરજ સહ વિનંતી.*
તા.૩૦ /૬ /૨૦૨૧

ફરિયાદી નું નામ:- કે એચ ગજેરા અને નયન ભાઈ જોષી એડવોકેટ ટીમ ગબ્બર ગુજરાત

ફરિયાદી નું સરનામું :-બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ મોં ૯૬૬૪૮૩૫૮૭૧

 

આ પણ જુઓ. 

આ સાયલન્ટ કિલર રાજ્યના યુવાનોની સૌથી મોટી સમસ્યા છે ત્યારે સવાલ થાય કે શું ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત સરકાર..

આંધ્ર પ્રદેશ જેવો નિર્ણય લઈ શકે છે?

આ વીડિયો ખૂબ શેર કરવા વિનંતી અને રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર યુવાનો પણ ખાસ જુએ એવી વિનંતી.

 

 

Leave a Reply

%d bloggers like this: